રામ મંદિર મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી, હવે ત્રણ જજની બેન્ચ આપશે ચૂકાદો

રામ મંદિર (Ram Mandir) મામલે હવે આખરી સુનાવણી 10મી જાન્યુઆરીએ હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં આજે થનારી સુનાવણી ટળી છે અને હવે નિયત કરાયેલ ત્રણ જજની બેન્ચ આ કેસની આગળની સુનાવણી કરશે. અહીં નોંધનિય છે કે, આશા હતી કે આજે સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર કેસ (Ram Mandir Case) નો ચૂકાદો આવી જશે પરંતુ હવે આ કેસની આગળની તારીખ 10મી જાન્યુઆરી આપવામાં આવી છે. 

રામ મંદિર મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી, હવે ત્રણ જજની બેન્ચ આપશે ચૂકાદો

નવી દિલ્હી : રામ મંદિર મામલે હવે આખરી સુનાવણી 10મી જાન્યુઆરીએ હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટમાં આજે થનારી સુનાવણી ટળી છે અને હવે નિયત કરાયેલ ત્રણ જજની બેન્ચ આ કેસની આગળની સુનાવણી કરશે. અહીં નોંધનિય છે કે, આશા હતી કે આજે સુપ્રીમ કોર્ટમાં આ કેસનો ચૂકાદો આવી જશે પરંતુ હવે આ કેસની આગળની તારીખ 10મી જાન્યુઆરી આપવામાં આવી છે. 

રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ (અયોધ્યા વિવાદ) ને લઇને દાખલ થયેલી અપીલો અંગે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 10મી જાન્યુઆરી પર ટાળવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આજે કહ્યું કે, આ મામલે હવે નવી બેન્ચની રચના કરવામાં આવશે અને હવે આ બેન્ચ આ કેસની સુનાવણી કરશે. 

મુખ્ય જસ્ટીશ રંજન ગોગાઇ અને ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલની બેન્ચ સમક્ષ આ કેસ હતો. આ બેન્ચ દ્વારા અલ્હાબાદ હાઇકોર્ટના સપ્ટેમ્બ 2010ના આદેશ વિરૂધ્ધ દાખલ થયેલ 14 અપીલો અંગે સુનાવણી ચાલી રહી હતી. જોકે હવે આ કેસની સુનાવણી માટે ત્રણ જજની સ્પેશિયલ બેન્ચની રચના કરાશે. જે તમામ કેસની સુનાવણી કરશે. 

અલ્હાબાદ કોર્ટે આ મામલે દાખલ ચાર દિવાની કેસ અંગે ચૂકાદો આપતાં 2.77 એકર જમીન સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલા વચ્ચે સરખી રીતે વહેંચવા માટેનો આદેશ કર્યો હતો. મુખ્ય અદાલતે ગત વર્ષે 29 ઓક્ટોબરે કહ્યું હતું કે, આ મામલો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં યોગ્ય પીઠ સમક્ષ રાખવામાં આવશે અને સુનાવણી અંગે કાર્યવાહી કરાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news