સલમાન ખાન પડદા પર કેમ નથી કરતો કિસ ? ભાઈ અરબાઝે વેરી દીધા વટાણાં

કોમેડિયન કપિલ શર્માનો પ્રોગ્રામ 'ધ કપિલ શર્મા શો' હાલમાં સલમાનને કારણે ચર્ચામાં છે

સલમાન ખાન પડદા પર કેમ નથી કરતો કિસ ? ભાઈ અરબાઝે વેરી દીધા વટાણાં

મુંબઈ : કોમેડિયન કપિલ શર્માનો પ્રોગ્રામ 'ધ કપિલ શર્મા શો' હાલમાં સલમાન ખાનને કારણે ચર્ચામાં છે. સલમાન આ શોમાં ગેસ્ટ તરીકે આવ્યો હતો અને તેની સાથે ભાઈઓ અરબાઝ અને સોહેલ પણ આવ્યા હતા. આ શોના કેટલાક પ્રોમો સોની ટીવીએ સોશિયલ મીડિયામાં શેયર કર્યા છે. આમાંથી એક પ્રોમોમાં સલમાનનો ભાઈ અરબાઝ એક મોટું રહસ્ય ખોલતો નજરે ચડે છે. 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial) on

આ શો દરમિયાન કપિલના એક સવાલનો જવાબ આપતા સલમાન કહે છે કે હું કોઈ હિરોઇનને ઓનસ્ક્રીન કિસ નથી કરતો એટલે આ વાતની મને કોઈ ફરક નથી પડતો. જોકે આ દરમિયાન સલમાનની મજાક ઉડાવતાત અરબાઝ કહે છે કે તે ઓફસ્ક્રીન એટલી બધી કિસ કરી લે છે કે ઓનસ્ક્રીન કિસ કરવાની જરૂર જ નથી પડતી. આ વાત સાંભળીને બધા હસવા લાગે છે. હાલમાં સલમાન ફિલ્મ ભારતના શૂટિંગમાં વ્યસ્ત છે અને તે આ ફિલ્મમાં કેટરિના કૈફ સાથે જોવા મળશે. 

કપિલ શર્માના શોએ ધમાકેદાર કમબેક કર્યું છે. આ શોનો પહેલો એપિસોડ 29 ડિસેમ્બરે ઓન એર થયો હતો અને એમાં ફિલ્મ સિમ્બાના પ્રમોશન માટે રણવીર સિંહ, સારા અલી ખાન અને રોહિત શેટ્ટી આવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news