Rare Disease Day 2023: આજે દુર્લભ રોગ દિવસ, જાણો ઉજવવા પાછળનું કારણ અને આ વખતની થીમ
Rare Disease Day: આજે દુર્લભ રોગ દિવસ છે. દર વર્ષે દુર્લભ બીમારીઓ પ્રત્યે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે 28 ફેબ્રુઆરીનો દિવસ દુર્લભ દિવસ તરીકે ઉજવાય છે. દુર્લભ બીમારીઓથી દર વર્ષે આખા વિશ્વમાં લાખોની સંખ્યામાં લોકો પીડાય છે.
Trending Photos
Rare Disease Day: આજે દુર્લભ રોગ દિવસ છે. દર વર્ષે દુર્લભ બીમારીઓ પ્રત્યે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે 28 ફેબ્રુઆરીનો દિવસ દુર્લભ દિવસ તરીકે ઉજવાય છે. દુર્લભ બીમારીઓથી દર વર્ષે આખા વિશ્વમાં લાખોની સંખ્યામાં લોકો પીડાય છે. કેટલાકના જીવ પણ જાય છે. કેટલીક એવી દુર્લભ બીમારીઓ છે જેનો ઈલાજ તો શક્ય છે પરંતુ જાગૃતતા ન હોવાના કારણે, બેદરકારી કે સમસર બીમારી વિશે ખબર ન પડવાના કારણે તે જીવલેણ બની જાય છે. આવી જ કેટલીક દુર્લભ બીમારીઓ છે જેનો હજુ સુધી કોઈ ઈલાજ નથી. જેનાથી બચવાનો એકમાત્ર ઉપાય સુરક્ષા વર્તવાનો છે.
દુર્લભ રોગ દિવસનો ઈતિહાસ
વર્ષ 2008માં યુરોપીન સંગઠન દ્વારા 29 ફેબ્રુઆરી દુર્લભ રોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાતથઈ. કારણ કે 29 ફેબ્રુઆરીનો દિવસ 4 વર્ષમાં એકવાર એટલે કે લીપ યરમાં આવે છે. આથી નક્કી કરાયું કે દર વર્ષે ફેબ્રુઆરી મહિનાનો અંતિમ દિવસ દુર્લભ રોગ દિવસ તરીકે ઉજવાશે. ત્યારબાદ દર વર્ષે 28 ફેબ્રુઆરીનો દિવસ તથા લીપ યરમાં 29 ફેબ્રુઆરીનો દિવસ દુર્લભ રોગ દિવસ તરીકે ઉજવાય છે. ફેબ્રુઆરી માસમાં દુર્લભ રોગ દિવસ ઉજવવા પાછળનો હેતુ એ પણ છે કે સમગ્ર વર્ષમાં ફેબ્રુઆરી મહિનો જ પોતાની દુર્લભ સંખ્યા માટે જાણીતો છે. જેમાં 28 કે 29 દિવસ હોય છે. આ જ કારણ છે કે આ મહિનાને દુર્લભ રોગ દિવસ તરીકે ઉજવવા માટે પસંદ કરાયો.
દુર્લભ રોગ દિવસની થીમ
દર વર્ષે દુર્લભ રોગ દિવસને ઉજવવા માટે એક થીમ નક્કી કરવામાં આવે છે. આ વખતે છે Share Your Colour. આ વર્ષે આ થીમ સાથે ઉજવણી થઈ રહી છે.
ઉજવણી પાછળનો હેતુ
દર વર્ષે રેર ડિસીઝ ડે એટલે કે દુર્લભ રોગ દિવસ ઉજવવા માટે ભાત ભાતના કાર્યક્રમોનું આયોજન કરાય છે. પગાળાયાત્રા રેસ કલા પ્રદર્શન વગેરે કાર્યક્રમોના માધ્યમથી લોકોમાં દુર્લભ બીમારીઓ પ્રત્યે જાણકારી તથા જાગૃતતા ફેલાવવામાં આવે છે. આ દિવસને ઉજવવા પાછળનો એકમાત્ર હેતુ લોકોને એ સમજાવવાનું છે કે કોઈ પણ બીમારીના સામાન્ય લક્ષણને સામાન્ય સમજીને નજરઅંદાજ કરવાની જગ્યાએ તે લક્ષણો પર ધ્યાન આપો અને ડોક્ટરી સલાહ બાદ જ કોઈ પ્રકારનો ઉપચાર કરો. તેનાથી સમયસર દુર્લભ બીમારીઓ વિશે ખબર પડી જશે. આથી ગંભીરતા વધતા પહેલા જ તેનો ઈલાજ શક્ય બની શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે