અંબાણીની કંપની Reliance Big TVનો ધમાકો: એક વર્ષ ફ્રી મળશે HD ચેનલ

ડાયરેક્ટ ટુ હૂમ સર્વિસ પ્રોવાઇડર અનિલ અંબાણીની કંપનીરિલાયન્સ બિગ ટીવી ગ્રાહકો માટે દમદાર ઓફર લઇને આવી છે, જેમાં ડીટીએચ બુકિંગ કરાવનારને સ્પેશ્યલ ઓફર મળશે

અંબાણીની કંપની Reliance Big TVનો ધમાકો: એક વર્ષ ફ્રી મળશે HD ચેનલ

નવી દિલ્હી : ડાયરેક્ટ ટૂ હોમ સર્વિસ પ્રોવાઇડર અનિલ અંબાણીની કંપની રિલાયન્સ બિગ ટીવી(Reliance Big TV)  ગ્રાહકો માટે દમદાર ઓફર લઇને આવી છે. તેમાંટીડીએચ બુકિંગ કરાવવાથી તમને સ્પેશ્યલ ઓફર મળશે. તેમાં તમને HD HEVC સેટ ટોપ બોક્સ ઝીરો પ્રભાવિક કિંમત પર મળશે. આ સેટ ટોપ બોક્સ લેટેસ્ટ ફિચર્સ જેવા રેકોર્ડિંગ, યુએસબી પોર્ટ, એચડીએમઆઇ પોર્ટ, રેકોર્ડિંગ એન્ડ વ્યૂઇંગથી લેસ હશે. તેમાં એક વર્ષ સુધી ચેનલ ફ્રી હશે. તેમાં એક વર્ષ સુધી ચેનલ ફ્રી હશે. તેમાં એચડી ચેનલ્સનો પણ સમાવેશ થાય છે. 

કંપનીએ તેના માટે ભારતીય ટપાલ વિભાગ સાથે કરાર કર્યો છે. જો તમે પણ રિલાયન્સ બિગ ટીવીનું કનેક્શન બુક કરાવવા માંગો છો તો સમગ્ર દેશમાં 50 હજાર પોસ્ટ ઓફીસમાં બુકિંગ કરાવી શકો છો. કનેક્શન બુક કરાવતા સમયે તમારે 500 રૂપિયાની ચુકવણી કરવી પઢશે. કનેક્શન ઇન્સ્ટોલેશ માટે 1500 રૂપિયા વધારાના ચુકવવા પડશે. તેમાં તમારે 500 એફટીએ (ફ્રી ટૂ એર) ચેનલ્સ 5 વર્ષ સુધી ફ્રી જોઇ શકશો. 

લોયલ્ટી બોનસ લેવા માટે કસ્ટમરને બીજા 300 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. એવા બે વર્ષ સુધી કરવું પડશે. ત્યાર બાદ સબ્સ્ક્રાઇબરને 2 હજાર રૂપિયાનું લોયલ્ટી બોનસ મળશે. એટલે કે જે રકમ તમે શરૂઆતમાં જમા કરાવી હતી, તે તમને સંપુર્ણ પરત મળશે. કંપનીની તરફથી તેના માટે 20 જુનથી પ્રી બુકિંગ ચાલુ થશે. 

આ ઓફર હેઠળ રાજસ્થાન, પંજાબ, ઉતરાખંડ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, અરૂણાચલ પ્રદેશ, અસમ, મણિપુર, મેઘાલય,મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કીમના ગ્રાહકો ડીટીએચનાંપ્રી બુકિંગ કરી શકે છે. આ રાજ્યોમાં ગ્રાહકો નજીકની પોસ્ટ ઓફીસમાં જઇને ડીટીએચ સર્વિસનું બુકિંગ કરાવી શકો છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news