Nita Ambani BHU માં ભણાવશે કે નહીં? રિલાયન્સે આપ્યું નિવેદન
નીતા અંબાણી (Nita Ambani) ની બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) માં વિઝિટિંગ લેક્ચરરવાળી ખબર ફેક નીકળી. આ અંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રવક્તાએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે નીતા અંબાણીને આવું કોઈ આમંત્રણ મળ્યું નથી.
Trending Photos
નવી દિલ્હી: નીતા અંબાણી (Nita Ambani) ની બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) માં વિઝિટિંગ લેક્ચરરવાળી ખબર ફેક નીકળી. આ અંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રવક્તાએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે નીતા અંબાણીને આવું કોઈ આમંત્રણ મળ્યું નથી.
અત્રે જણાવવાનું કે આ અગાઉ મીડિયામાં એવી ખબર આવી હતી કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી બીએચયુમાં ભણાવશે. આ અંગે સામાજિક વિજ્ઞાન શાખાના ડીન પ્રોફેસર કૌશલ કિશોર મિશ્રાએ નીતા અંબાણીના ભણાવવા અંગે પુષ્ટિ કરી હતી. મળતી માહિતી મુજબ બીએચયુના સમાજિક વિજ્ઞાન શાખા તરફથી 12 માર્ચના રોજ આ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. નીતાને બીએચયુ સાથે જોડવા પાછળ બનારસ સહિત પૂર્વાંચલમાં મહિલાઓના જીવનસ્તરને સુધારવાનું કારણ જણાવવામાં આવ્યું હતું. જો કે એવા પણ ખબર છે કે નીતા અંબાણીને વિઝિટિંગ લેક્ચરર બનાવવા મુદ્દે બીએચયુ વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો.
Reports that Nita Ambani (in pic) will be a visiting lecturer at Banaras Hindu University (BHU) are fake. She hasn't received an invitation from BHU: Reliance Industries Limited spokesperson to ANI pic.twitter.com/dd8MUpER8T
— ANI (@ANI) March 17, 2021
શું છે નીતા અંબાણીનો અભ્યાસ?
અત્રે જણાવવાનું કે નીતાએ મુંબઈ યુનિવર્સિટીમાંથી બીકોમ કર્યું છે. તેમને વર્ષ 2014માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કાર્યકારી નિદેશક બનાવવામાં આવ્યા. આ ઉપરાંત તેઓ આઈપીએલ ક્રિકેટ ટીમ મુંબઈ ઈન્ડિયન્સના પણ કો-ઓર્નર છે. આ ઉપરાંત વર્ષ 2010થી રિલાયન્સ ફાઉન્ડેશન પણ ચલાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે