Roche-Cipla Corona Medicine: બજારમાં આવી કોરોનાની કોકટેલ દવા, એક ડોઝની કિંમત 60 હજાર રૂપિયા
સિપ્લા અને રોશે એક સંયુક્ત નિવેદનમાં કહ્યું- એન્ટીબોડી કોકટેલ (કૈસિરિવિમૈબ અને ઇમદેવિમાબ) નો પ્રથમ જથ્થો ભારતમાં ઉપલબ્ધ છે, જ્યારે બીજો જથ્થો જૂનના મધ્ય સુધી ઉપલબ્ધ થશે.
Trending Photos
નવી દિલ્હીઃ Roche-Cipla Corona Medicine: દેશમાં કોરોના મહામારીના ભયાનક રૂપ વચ્ચે દવા કંપની રોશ ઈન્ડિયા અને સિપ્લાએ એક ખુબ મોંઘી દવા બજારમાં ઉતારી છે. આ દવા વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે તેનાથી કોરોનાના દર્દીઓની અસરકારક સારવાર કરી શકાય છે. આ દવાના એક ડોઝની કિંમત આશરે 60 હજાર રૂપિયા છે.
આ બન્ને કંપનીઓએ સોમવારે ભારતમાં રોશના એન્ટીબોડી કોકટેલને રજૂ કરવાની જાહેરાત કરી, જેની કિંમત 59750 રૂપિયા પ્રતિ ડોઝ છે અને તે કોવિડ-19ના વધુ બીમાર દર્દીઓની સારવાર માટે છે.
Roche & Cipla announce the arrival of the first batch of the new antibody cocktail drug (#Casirivimab and #Imdevimab) in India – aimed at reducing the risk of hospitalization and helping in early recovery in #Covid19 patients by halting progression. https://t.co/CynBXp6hbO pic.twitter.com/xtLl26RHKw
— Cipla (@Cipla_Global) May 24, 2021
સિપ્લા અને રોશે એક સંયુક્ત નિવેદનમાં કહ્યું- એન્ટીબોડી કોકટેલ (કૈસિરિવિમૈબ અને ઇમદેવિમાબ) નો પ્રથમ જથ્થો ભારતમાં ઉપલબ્ધ છે, જ્યારે બીજો જથ્થો જૂનના મધ્ય સુધી ઉપલબ્ધ થશે. કુલ મળીને આ ડોઝથી બે લાખ દર્દીઓની સારવાર કરી શકાય છે.
સિપ્લા દેશભરમાં પોતાની મજબૂત વિતરણ ક્ષમતાની મદદથી આ દવાનું વિતરણ કરશે. નિવેદન પ્રમાણે દરેક દર્દી માટે ડોઝની કિંમત 59750 રૂપિયા હશે, જેમાં બધા કરવેરા સામેલ છે. નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે દવા મુખ્ય હોસ્પિટલો અને કોવિડ સારવાર કેન્દ્રોની મદદથી ઉપલબ્ધ થશે.
વધી રહ્યો છે Black Fungus નો પ્રકોપ, જીવલેણ બીમારીથી બચવા માટે કારગર નીવડી શકે છે આ સરળ ઉપાયો
છેલ્લા 24 કલાકમાં 2.22 લાખ નવા કેસ
ભારતીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 2,22,315 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,67,52,447 પર પહોંચી ગયો છે જેમાંથી 2,37,28,011 દર્દીઓ રિકવર થઈ ગયા છે જ્યારે 27,20,716 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાએ 4454 લોકોનો ભોગ લીધો. આ સાથે કુલ મૃત્યુઆંક હવે 3,03,720 થઈ ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ કુલ 19,60,51,962 કોરોનાના ડોઝ અપાઈ ચૂક્યા છે. 24 કલાકમાં કોરોનાથી 3,02,544 લોકો રિકવર પણ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે