રોહિત શેખર મર્ડર કેસ: પોલીસે કરી પત્નીની ધરપકડ, ગળુ દબાવી કરી હત્યા

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એનડી તિવારીના પુત્ર રોહિત શેખર તિવારી હત્યાકાંડની ગુત્થી દિલ્હી પોલીસે ઉકેલી દીધી છે. બુધવારે દિલ્હી પોલીસે રોહિતની પત્ની અપૂર્વા તિવારીની ધરપકડ કરી છે.

રોહિત શેખર મર્ડર કેસ: પોલીસે કરી પત્નીની ધરપકડ, ગળુ દબાવી કરી હત્યા

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એનડી તિવારીના પુત્ર રોહિત શેખર તિવારી હત્યાકાંડનો દિલ્હી પોલીસે ઉકેલ લાવી દીધો છે. બુધવારે દિલ્હી પોલીસે રોહિતની પત્ની અપૂર્વા તિવારીની ધરપકડ કરી છે. પોલીસ રિપોર્ટ અનુસાર રોહિત શેખર તિવારીની પત્ની અપૂર્વા તિવારીએ તેની હત્યા કરી હતી.

સતત નિવેદન બદલી રહી હતી અપૂર્વા તિવારી
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રોહિતની પત્ની અપૂર્વા સતત આ મામલે નિવેદનો બદલી રહી હતી. જેના કારણે તેની તરફ શંકા ઉદ્ભભી હતી. ઘટનાની રાતને લઇને અપૂર્વાએ અત્યાર સુધીમાં ત્રણ વખત અલગ અલગ નિવેદન આપ્યા છે. જેના કારણે પોલીસની શંકા મજબૂત થઇ હતી. પોલીસે ઘટના બાદ રોહિતની પત્ની સહિત ઘરના 6 લોકોની પૂછપરછ કરી હતી.

એક સાથે બંધ થયો હતો રોહિત અને અપૂર્વાનો ફોન
રોહિત શેખર તિવારી હત્યાકાંડ મામલે તપાસ કરી રહેલી ટીમે જાણવા મળ્યું હતું કે, રોહિત શેખર તિવારીની પાસે બે મોબાઇલ નંબર હતા. બંનેની કોલ ડિટેલ્સ અનુસાર શેખરનો એક ફોન 15 તારીખની  સાંજે 6 વાગીને 30 મિનિટ પર બંધ થયો હતો. જ્યારે બીજો ફોન 15 તારીખની રાત્રે 9 વાગીને 30 મિનિટની આસપાસ બંધ થયો હતો. જોકે તેનું કારણ ડિફેન્સ કોલોનીમાં નેટવર્ક ન હોવાનું પણ હોઇ શકે છે. ત્યારબાદ સવારે એક નંબર પર 11 વાગે એટલે કે 16 એપ્રિલના એક કંપનીનો મેસેજ આવ્યો જે મોબાઇલ કંપનીનો હોય છે.

રોહિતની માતાએ લગાવ્યો અપૂર્વા પર ગંભીર આરોપ
ત્યારે આ મામલે રોહિતની માતા ઉજ્જવલાએ અપૂર્વા પર ગંભીર આરોપ લગાવ્યો છે. રોહિતની માતાનું કહેવું છે કે અપૂર્વા અને તેના પરિવારની નજર અમારી પ્રોપર્ટી પર હતી. આ પહેલા રોહિતની મોતના એક દિવસ બાદ તેમની માતાએ કહ્યું હતું કે તે હતાશ હતો.

16 એપ્રિલે શંકાસ્પદ પરિસ્થિતિમાં થઇ હતી મોત
રોહિત 16 એપ્રિલે શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃત હાલતમાં મળ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે રોહિણીની ફોરેન્સિક લેબની વિશેષજ્ઞ પણ રવિવારના ડિફેન્સ કોલોનીમાં સ્થિત રોહિત તિવારીના ઘરે ગયા અને ઘટનાક્રમનું પુનરાવર્તન કર્યું હતું. તેમનું માનવું હતું કે ગળુ દબાવતા સમયે રોહિત દ્વારા પ્રતિરોધ કરવાના કોઇ પૂરવા નથી. દિલ્હી પોલીસે પોર્ટમાર્ટમ રિપોર્ટ આવ્યા બાદ રોહિત તિવારીની હત્યાનો મામલો નોંધ્યો હતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, તિવારીની હત્યા ગળુ દબાવાથી શ્વાસ રોકાઇ જવાના કારણે થઇ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news