'જેનો ડર હતો, તે જ થયું', પ્રણવ મુખરજીના પુત્રી શર્મિષ્ઠાએ કેમ આવું કહ્યું? જાણો
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્રી તથા કોંગ્રેસના નેતા શર્મિષ્ઠા મુખરજીએ ગુરુવારે રાત્રે કહ્યું કે જે વાતનો ડર હતો અને પિતાને જે અંગે ચેતવવામાં આવ્યાં હતાં તે જ થયું.
Trending Photos
નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્રી તથા કોંગ્રેસના નેતા શર્મિષ્ઠા મુખરજીએ ગુરુવારે રાત્રે કહ્યું કે જે વાતનો ડર હતો અને પિતાને જે અંગે ચેતવવામાં આવ્યાં હતાં તે જ થયું. તેમણે આરોપ લગાવ્યો કે જેનો ડર હતો, ભાજપ/આરએસએસના 'ડર્ટી ટ્રિક્સ ડિપાર્ટમેન્ટે' તે જ કર્યું.
તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર છેડછાડ કરવામાં આવેલી તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે પૂર્વ રાષ્ટ્રપતિ સંઘ નેતાઓ અને કાર્યકર્તાઓની જેમ અભિવાદન કરી રહ્યાં છે. શર્મિષ્ઠા મુખરજીએ પિતા પ્રણવ મુખરજીનો આરએસએસના કાર્યક્રમમાં જવાનો વિરોધ કર્યો હતો અને ટ્વિટર પર પોતાની પોસ્ટ દ્વારા નારાજગી પણ જાહેર કરી હતી.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી કોંગ્રેસના તમામ નેતાઓના વિરોધને બાજુએ હડસેલીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોના તાલીમ વર્ગના સમાપન સમારોહમાં ગુરુવારે સામેલ થયા હતાં અને તેમણે રેશમબાગ સ્થિત આરએસએસ હેડક્વાર્ટરમાં કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું.
See, this is exactly what I was fearing & warned my father about. Not even few hours have passed, but BJP/RSS dirty tricks dept is at work in full swing! https://t.co/dII3nBSxb6
— Sharmistha Mukherjee (@Sharmistha_GK) June 7, 2018
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ વિવિધતા અને સહિષ્ણુતાને ભારતનો આત્મા ગણાવતા આરએસએસને પરોક્ષ રીતે ચેતવ્યો હતો કે ધાર્મિક મત અને અસહિષ્ણુતાના માધ્યમથી ભારતને પરિભાષિત કરવાનો કોઈ પણ પ્રયત્ન દેશના અસ્તિત્વને નબળો કરશે. તેમણે કહ્યું કે આપણા આપણા સામાજિક વિમર્શને તમામ પ્રકારના ભય અને હિંસા, ભલે તે શારીરિક હોય કે મૌખિક પણ તેનાથી મુક્ત કરવો પડશે.
પ્રણવ મુખરજીએ દેશના વર્તમાન હાલાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે દરરોજ આપણે આપણી આસપાસ વધેલી હિંસાને જોઈએ છીએ. આ હિંસાના મૂળમાં ભય, અવિશ્વાસ અને અંધકાર છે. તેમણે કહ્યું કે આપણે આપણા સાર્વજનિક વિમર્શને હિંસાથી મુક્ત કરવો પડશે. આ સાથે જ તેમણે કહ્યું કે એક રાષ્ટ્ર સ્વરૂપે આપણે શાંતિ, સૌહાર્દ અને પ્રસન્નતા વધારવી પડશે.
પૂર્વ રાષ્ટ્રપતિના સંબોધન પહેલા સંઘના સર સંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે આરએસએસના કાર્યક્રમમાં મુખરજીના ભાગ લેવાને લઈને છેડાયેલી ચર્ચા નિરર્થક છે તથા તેમના સંગઠનમાં કોઈ પણ બહારની વ્યક્તિ નથી. હકીકતમાં આરએસએસના કાર્યક્ર્માં મુખરજીના ભાગ લેવાને લઈને કોંગ્રેસના અનેક નેતાઓએ આકરો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે તેમના આ ફેસલા સાથે અસહમતિ જતાવતા કહ્યું હતું કે પ્રણવ દાથી આવી આશા નહતી.
પ્રણવ મુખરજીના પુત્રી શર્મિષ્ઠા મુખરજીએ પણ ગુરુવારે કહ્યું હતું કે તેમના પિતા આરએસએસના કાર્યક્રમમાં ભાષણ આપવાના પોતાના ફેસલાથી ભાજપ અને આરએસએસને ખોટી ખબરો ફેલાવવાની તક આપી રહ્યાં છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે તેમનું ભાષણ ભૂલાઈ જશે અને તસ્વીરો રહી જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે