Ukraine War: વ્લાદિમિર પુતિને સાંભળવી પડી PM મોદીની વાત, રશિયાએ બનાવ્યો માસ્ટર પ્લાન

યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાએ ભારતીય વિદ્યાર્થીઓને કાઢવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે.

Ukraine War: વ્લાદિમિર પુતિને સાંભળવી પડી PM મોદીની વાત, રશિયાએ બનાવ્યો માસ્ટર પ્લાન

કીવ/મોસ્કો: યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાએ ભારતીય વિદ્યાર્થીઓને કાઢવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે. પીએમ મોદીએ ગુરુવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષિત વાપસી માટે વાત કરી હતી. ત્યારબાદ રશિયા હવે વિદ્યાર્થીઓને કાઢવા માટે રણનીતિ બનાવી ચૂક્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અત્યાર સુધીમાં 17 હજાર ભારતીયો બહાર કાઢવામાં આવ્યા છે. ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનથી અત્યાર સુધીમાં 5 હજારથી વધુ વિદ્યાર્થીઓ ભારત પાછા ફર્યા છે. 

રશિયાની ન્યૂઝ એજન્સી તાસે આજે જણાવ્યું કે લગભગ 130 રશિયન બસો ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય વિદેશી નાગરિકોને કાઢવા માટે તૈયાર છે. રશિયાના નેશનલ ડિફેન્સ કંટ્રોલ સેન્ટરના ચીફ કર્નલ નઝરલ મિખાઈલ મિન્ઝતેસ્વએ આ અંગે જાણકારી આપતા કહ્યું કે તમામ વિદેશી નાગરિકોને યુક્રેનના ખારકીવ અને સુમીથી રશિયાના બેલગ્રોડ વિસ્તારમાં લાવવામાં આવશે. 

— ANI (@ANI) March 4, 2022

યુક્રેનથી 18 હજાર ભારતીયોને કાઢ્યા, મોદી સરકારના ચાર મંત્રીઓએ સંભાળ્યો મોરચો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્દેશ પર મંગળવારે ચાર કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી, કિરણ રિજિજૂ, જનરલ વી કે સિંહ, અને જ્યોતિરાદિત્ય સિંધિયા યુક્રેનના પાડોશી દેશોમાં પહોંચ્યા છે. આ મંત્રીઓ અલગ અલગ દેશોથી ભારતીય વિદ્યાર્થીઓની સ્વદેશ વાપસી સુનિશ્ચિત કરી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યાં મુજબ શુક્રવારે 3500 અને શનિવારે 3900 લોકો ભારત પાછા ફરે તેવી શક્યતા છે. 

યુક્રેન અધિકારીઓના સંપર્કમાં સરકાર
ભારત સરકાર રશિયા ઉપરાંત યુક્રેનના પણ સંપર્કમાં છે. સરકારે યુક્રેનના અધિકારીઓ સાથે ભારતીયોની સુરક્ષિત વાપસી માટે ચર્ચા કરી હતી. રશિયા તૈયાર થયા બાદ હવે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા સરળ  બની જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news