Russia Ukraine War: રશિયા-યુક્રેન જંગ પર પીએમ મોદીનું નિવેદન, જણાવ્યું શું ભૂમિકા ભજવી શકે છે ભારત

PM Modi એ જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝ સાથે વાર્તા બાદ શનિવારે કહ્યું કે યુક્રેનમાં જ્યારથી ઘટનાક્રમ શરૂ થયો છે તે સમયથી ભારતે સંવાદ અને કૂટનીતિના માધ્યમથી આ વિવાદને ઉકેલવા પર ભાર આપ્યો હતો અને આજે પણ કોઈ પ્રકારની શાંતિ પ્રક્રિયામાં અમે યોગદાન આપવા તૈયાર છીએ. 
 

Russia Ukraine War: રશિયા-યુક્રેન જંગ પર પીએમ મોદીનું નિવેદન, જણાવ્યું શું ભૂમિકા ભજવી શકે છે ભારત

નવી દિલ્હીઃ Ukraine War: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝ  સાથેની વાતચીત બાદ કહ્યું હતું કે જ્યારથી યુક્રેનમાં ઘટનાઓ શરૂ થઈ ત્યારથી ભારતે આ વિવાદને વાતચીત અને કૂટનીતિ દ્વારા ઉકેલવાનો આગ્રહ રાખ્યો હતો અને આજે પણ અમે કોઈપણ પ્રકારની શાંતિ પ્રક્રિયામાં યોગદાન આપવા તૈયાર છીએ. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું કે ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે તેમની ફળદાયી વાતચીત થઈ. અમારી વાટાઘાટો ભારત-જર્મન સહયોગને મજબૂત કરવા અને વ્યાપારી સંબંધોને વધુ મજબૂત કરવા પર કેન્દ્રિત છે. અમે પુનઃપ્રાપ્ય ઉર્જા, ગ્રીન હાઇડ્રોજન, બાયો-ઇંધણના ક્ષેત્રોમાં સંબંધો ગાઢ કરવા સંમત થયા છીએ. સુરક્ષા સહયોગ પર પણ સંપૂર્ણ ચર્ચા થઈ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચાન્સેલર ઓલાફ શોલ્ઝની વાર્તામાં રશિયા યુક્રેનના સંઘર્ષનું 1 વર્ષ પૂર્ણ થવાને કારણે ખાદ્ય અને ઉર્જા સુરક્ષા જેવા પ્રભાવો સાથે જોડાયેલા મુદ્દે ચર્ચા કરવામાં આવી. બંને નેતાઓએ સ્વચ્છ ઉર્જા, કારોબાર, રક્ષા રોકાણ અને નવી ટેક્નોલોજી, જળવાયુ પરિવર્ન સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાના માર્ગ પર ચર્ચા કરી છે. 

— Narendra Modi (@narendramodi) February 25, 2023

'યુક્રેન સામે રશિયાની આક્રમકતા મોટી આફત'
ચાન્સેલર શોલ્ઝ કહ્યું કે યુક્રેન વિરુદ્ધ રશિયાની આક્રમકતા એક મોટી આફત છે અને તેની સમગ્ર વિશ્વ પર નકારાત્મક અસર પડી છે. તે સ્પષ્ટ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે અમે સંયુક્ત રાષ્ટ્ર સહિત આ વિષય પર અડગ છીએ કારણ કે આંતરરાષ્ટ્રીય સંબંધો ફક્ત વૈશ્વિક સંબંધોને સંચાલિત કરે છે. ચાન્સેલરે કહ્યું કે યુક્રેનના યુદ્ધમાં ભારે નુકસાન થયું છે. યુદ્ધ મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે જેના પર આપણે બધા સંમત છીએ. તમે હિંસા દ્વારા સરહદો બદલી શકતા નથી. તે જ સમયે, PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોવિડ સંક્રમણ અને યુક્રેન સંઘર્ષની અસર સમગ્ર વિશ્વ પર અનુભવાઈ છે. વિકાસશીલ દેશો પર તેની ખાસ કરીને નકારાત્મક અસર જોવા મળી છે. અમે સહમત છીએ કે આ સમસ્યાઓનું નિરાકરણ સંયુક્ત પ્રયાસોથી જ શક્ય છે અને G20 ના પ્રમુખપદ દરમિયાન પણ ભારત આ દિશામાં પ્રયાસો કરી રહ્યું છે.

— ANI (@ANI) February 25, 2023

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદ અને અલગાવવાદ વિરુદ્ધ લડાઈમાં ભારત અને જર્મની વચ્ચે સક્રિય સહયોગ છે. બંને દેશ તે વાત પર સહમત છે કે સરહદ પાર આતંકવાદને સમાપ્ત કરવા માટે મજબૂત કાર્યવાહી જરૂરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે અમે તે વાત પર પણ સહમતિ વ્યક્ત કરી છે કે વૈશ્વિક જરૂરીયાતોને સારી રીતે દર્શાવવા માટે બહુ પક્ષીય સંસ્થાઓમાં સુધાર જરૂરી છે. 

ચાન્સેલર બે દિવસીય યાત્રા પર ભારત પહોંચ્યા
જર્મનીના ચાન્સેલર શનિવારે બે દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા હતા. ટોચના પદ પર એન્જેલા મર્કેલના ઐતિહાસિક 16 વર્ષના કાર્યકાળ પછી ડિસેમ્બર 2021માં જર્મનીના ચાન્સેલર બન્યા બાદ શોલ્ઝ ની આ પ્રથમ ભારત મુલાકાત છે.શોલ્ઝ  કહ્યું કે ખાતર અને ઉર્જાનો પુરવઠો સુનિશ્ચિત કરવો એ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે. અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે આક્રમક યુદ્ધની એશિયા, આફ્રિકા, અમેરિકાના દેશો પર નકારાત્મક અસર ન પડે. દરમિયાન, પીએમ  મોદીએ કહ્યું કે ભારત અને જર્મની વચ્ચેના મજબૂત સંબંધો સહિયારા લોકતાંત્રિક મૂલ્યો અને એકબીજાના હિતોની ઊંડી સમજણ પર આધારિત છે અને બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક આદાનપ્રદાનનો લાંબો ઇતિહાસ પણ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news