Russia-Ukraine War: પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાત, ભારતીયોને સુરક્ષિત નિકાળવા પર થઇ ચર્ચા

રશિયા દ્વારા યુક્રેનના શહેરો પર સતત બોમ્બ ધડાકાની વચ્ચે વડાપ્રધાન મોદીએ ફરી એકવાર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી છે. પીએમ મોદીએ યુક્રેનમાંથી ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા અંગે રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી હતી.

Russia-Ukraine War: પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાત, ભારતીયોને સુરક્ષિત નિકાળવા પર થઇ ચર્ચા

Russia-Ukraine War:  રશિયા દ્વારા યુક્રેનના શહેરો પર સતત બોમ્બ ધડાકાની વચ્ચે વડાપ્રધાન મોદીએ ફરી એકવાર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી છે. પીએમ મોદીએ યુક્રેનમાંથી ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા અંગે રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી હતી. આ વાતચીત એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે યુક્રેનના મોટા શહેરો પર રશિયાના હુમલા તેજ થઈ ગયા છે અને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. આ હુમલાઓમાં અનેક લોકોના મોત થઈ રહ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી યુક્રેન સંકટને લઈને ફરી એકવાર ઉચ્ચ સ્તરીય બેઠક કરવા જઈ રહ્યા છે. અગાઉ પીએમ આ મામલે પાંચ બેઠકો કરી ચૂક્યા છે. પુતિન સાથેની વાતચીત બાદ જ આ બેઠક બોલાવવામાં આવી છે. જેમાં ભારતીયોને બહાર કાઢવા અને આગળની રણનીતિ અંગે ચર્ચા થશે. આ પહેલા પણ પીએમ મોદીએ યુક્રેન સંકટને લઈને પુતિન સાથે વાત કરી છે. જેમાં તેમણે આ મુદ્દાને ડિપ્લોમસી દ્વારા ઉકેલવાની વાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોના સુરક્ષિત માર્ગ અંગે પણ વાત કરી હતી. જો કે, તે સમયે પરિસ્થિતિ આ રીતે બગડી ન હતી.

ભારતીયો માટે એડવાઇઝરી
તમને જણાવી દઈએ કે યુક્રેનમાં બગડતી પરિસ્થિતિ બાદ ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ભારતીયો માટે એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, રશિયા પાસેથી મળેલી માહિતી અનુસાર તેને જલદીથી જલદી ખારકીવ શહેર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. એટલા માટે ભારતીય વિદ્યાર્થીઓને સરહદ તરફ આગળ વધવાનું કહેવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓ કોઈક રીતે યુક્રેનની સરહદે આવેલા વિસ્તારોમાં પહોંચે છે. ખારકીવ શહેરને કોઈપણ ભોગે છોડવા માટે કહેવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news