Russia-Ukraine war: યુક્રેનના રાજદૂતે ભારત પાસે લગાવી મદદની ગુહાર, કહ્યું- સ્થિતિ સંભાળવા માટે PM મોદી કરે મદદ

રશિયાએ યુક્રેન સામે યુદ્ધ છેડી નાખતા હાહાકાર મચી ગયો છે. યુક્રેન પર મિસાઈલો છૂટી રહી છે, ટેન્ક શહેરોમાં ઘૂસી ગઈ છે. આ બધા વચ્ચે યુક્રેને ભારત પાસે મદદ માંગી છે

Russia-Ukraine war: યુક્રેનના રાજદૂતે ભારત પાસે લગાવી મદદની ગુહાર, કહ્યું- સ્થિતિ સંભાળવા માટે PM મોદી કરે મદદ

નવી દિલ્હી: રશિયાએ યુક્રેન સામે યુદ્ધ છેડી નાખતા હાહાકાર મચી ગયો છે. યુક્રેન પર મિસાઈલો છૂટી રહી છે, ટેન્ક શહેરોમાં ઘૂસી ગઈ છે. આ બધા વચ્ચે યુક્રેને ભારત પાસે મદદ માંગી છે. યુક્રેનના રાજદૂતે પીએમ નરેન્દ્ર મોદીને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે. યુક્રેનના રાજદૂત આઈગોર પોલખાએ કહ્યું કે ભારત અને રશિયાા સારા સંબંધ છે. ભારત યુક્રેન-રશિયા વિવાદને કંટ્રોલમાં લાવવા માટે મહત્વનું યોગદાન આપી શકે છે. 

આઈગોર પોલખાએ કહ્યું કે અમે પીએમ મોદીને અપીલ કરીએ છીએ કે તેઓ તત્કાળ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને અમારા રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેન્સ્કીનો સંપર્ક કરે. તેમણે હુમલા પર આવી રહેલા રશિયાના નિવેદનોની ટીકા પણ કરી. પોલખાએ કહ્યું કે રશિયા દાવો કરે છે કે ફક્ત મિલેટ્રી ઠેકાણા પર હુમલા થઈ રહ્યા છે. પરંતુ હુમલામાં સામાન્ય લોકો પણ માર્યા ગયા છે. 

યુક્રેન- રશિયા વિવાદ પર ભારતના વલણની વાત કરીએ તો તે અત્યાર સુધી તટસ્થ રહ્યું છે. એટલે કે ભારત અત્યાર સુધી યુદ્ધ કે ગતિરોધમાં કોઈના પડખે નથી. વિદેશ મંત્રાલય તરફથી આજે સવારે પણ કહેવાયું કે ભારતનું સ્ટેન્ડ આ જંગ પર ન્યૂટ્રલ છે અને તેમને શાંતિપૂર્ણ સમજૂતિની આશા છે. આ અગાઉ સંયુક્ત રાષ્ટ્રની ઈમરજન્સી બેઠકમાં પણ ભારતે કહ્યું હતું કે તેની ચિંતા 20 હજાર ભારતીયોની સુરક્ષા અંગે છે જે યુક્રેનમાં ભણે છે અથવા તો ત્યાં કામ માટે ગયા છે. 

રાજદૂતે વધુમાં કહ્યું કે યુક્રેન ભારતની જેમ લોકશાહી દેશ છે. ભારત યુએનની સુરક્ષા પરિષદમાં અસ્થાયી સભ્ય પણ છે અને પ્રભાવી ગ્લોબલ પ્લેયર છે. 

ભારતે જારી કરી નવી એડવાઈઝરી
યુક્રેનમાં બગડતી સ્થિતિ વચ્ચે ભારતે ત્યાં રહેલા ભારતીયો માટે નવી એડવાઈઝરી પણ બહાર પાડી છે. જેમાં કહેવાયું છે કે સ્થિતિ હજુ ખરાબ છે. આવામાં જ્યાં છો ત્યાં રહો. લોકોને પોતાના ઘરો, હોસ્ટેલ વગેરેમાં રહેવાનું કહેવાયું છે. આ સાથે જ કહેવાયું છે કે જે લોકો યુક્રેનની રાજધાની કીવમાં વેસ્ટર્ન કીવ તરફ ગયા છે તે પોતાના ઘરે પાછા ફરે. 

વેબસાઈટ હેલ્પલાઈન નંબર પણ બહાર પાડ્યા
યુક્રેનમાં રહેતા ભારતીયોની મદદ માટે કેન્દ્ર સરકારે હેલ્પલાઈન નંબર બહાર પાડ્યા છે. આ સાથે જ ત્યાં ફસાયેલા લોકો અહીં જણાવેલી વેબસાઈટ ઉપર પણ મદદ માંગી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news