એકનાથ શિંદે જઈ રહ્યા છે, તેઓ હવે મુખ્યમંત્રી નહીં રહે... મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સંજય રાઉતની મોટી ભવિષ્યવાણી
Sanjay Raut On Eknath Shinde: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદ સંજય રાઉતે એક મોટી ભવિષ્યવાણી કરી છે કે એકનાથ શિંદે હવે છોડી રહ્યા છે. એકનાથ શિંદે હવે મુખ્યમંત્રી નહીં રહે. રાઉતે કહ્યું કે આ પરિવર્તન નથી પરંતુ પરિવર્તન છે.
Trending Photos
મુંબઈઃ મહારાષ્ટ્રની રાજનીતિમાં આજે જે થયું તેનો કોઈએ વિચાર પણ કર્યો હશે નહીં. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને બે વખત નાયબ મુખ્યમંત્રી રહી ચુકેલા અજીત પવાર આજે શિંદે સરકારમાં સામેલ થઈ ગયા. એટલું જ નહીં તેમણે પોતાની સાથે એનસીપીના અન્ય ધારાસભ્યોને પણ સરકારમાં સામેલ કરાવી લીધા છે. ખુદે ત્રીજીવાર નાયબ મુખ્યમંત્રી પદે શપથ લીધા તો 8 ધારાસભ્યોને મંત્રી પદના શપથ અપાવ્યા છે. અજીત પવારના આ પગલાથી મહાવિકાસ અઘાડીને જરૂર મોટો ઝટકો લાગ્યો છે. આ વચ્ચે શિવસેના સાંસદ સંજય રાઉતે મુખ્યમંત્રી એકનાથ શિંદેને લઈને મોટુ નિવેદન આપ્યું છે. મીડિયા સાથે વાત કરતા રાઉતે કહ્યુ કે એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહેશે નહીં. અજીત પવારનો કેબિનેટમાં પ્રવેશનો અર્થ છે કે શિંદે જઈ રહ્યાં છે.
એકનાથ શિંદેને લઈને રાઉતે કરી દીધી ભવિષ્યવાણી
સંજય રાઉતે ઉદ્ધવ ઠાકરેના ટ્વીટને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અજીત પવાર અને તેમના ધારાસભ્યોને કહ્યું કે તે જ્યાં રહે, સારી રીતે રહે. તેના પર સંજય રાઉતે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે અજીત પવાર જ્યારે પોતાના ધારાભ્યો સાથે કેબિનેટમાં સામેલ થઈ રહ્યા છે, ત્યારે તમે એકનાથ શિંદેનો ચહેરો જોયો? અજીત પવારનો કેબિનેટમાં પ્રવેશ થવાનો અર્થ છે કે શિંદે જઈ રહ્યા છે. હવે એકનાથ શિંદે મુખ્યમંત્રી નહીં રહે. અજીત પવારના ધારાસભ્યો વિશે ઉદ્ધવના ટ્વીટનું સમર્થન કરતા રાઉતે કહ્યુ કે, ઉદ્ધવજીએ સાચુ કહ્યું. જ્યાં રહે સારી રીતે રહે, જોઈએ કેટલા દિવસ રહે છે.
#WATCH यह बदलाव नहीं बल्कि बदले का दौर है। एकनाथ शिंदे का चेहरा आपने देखा? अजीत पवार का कैबिनेट में प्रवेश होने का मतलब है एकनाथ शिंदे जा रहे हैं। अब एकनाथ शिंदे मुख्यमंत्री नहीं रहेंगे: सांसद संजय राउत (उद्धव ठाकरे गुट)#MaharashtraPolitics pic.twitter.com/pLIB5AyBhS
— ANI_HindiNews (@AHindinews) July 2, 2023
ભાજપ પર રાઉતે સાધ્યુ નિશાન
ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધતા રાઉતે કહ્યુ કે, આ ફેરફારનો નહીં પરંતુ બદલાનો સમય છે. પરિવર્તન તો 2024માં આવશે. આ વિચારોની પાર્ટી નથી અને તે રાજકીય વિરોધીઓની પાર્ટી તોડી રહી છે. સરકારો બનાવી રહી છે અને સરકારો પાડી રહી છે. આ મહારાષ્ટ્રને માન્ય નથી. એક વર્ષ પહેલા શિવસેના તોડી અને આજે એનસીપી તોડી નાખી. રાઉતે આગળ કહ્યું કે, પીએમ મોદી જે ભ્રષ્ટાચારીઓ વિશે વાત કરતા હતા તેણે આજે રાજભવનમાં શપથ લીધા છે. તેનો અર્થ છે કે પ્રધાનમંત્રી અને ભાજપના આરોપો જૂઠ્ઠા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે