Gold Price: 7 દિવસમાં 3710 રૂપિયા સસ્તું થઈ ગયું સોનું, જાણો 2 અને 24 કેરેટનો ભાવ

જ્યારે અન્ય દેશોની કરન્સી સામે યુએસ ડૉલરનું મૂલ્ય મજબૂત થાય છે ત્યારે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળે છે. કારણ કે તે દેશોએ સોનું ખરીદવા માટે ઊંચા ભાવ ચૂકવવા પડે છે.
 

 Gold Price: 7 દિવસમાં 3710 રૂપિયા સસ્તું થઈ ગયું સોનું, જાણો 2 અને 24 કેરેટનો ભાવ

Gold-Silver: સોનાની કિંમતો સતત ઘટી રહી ચે. છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો સોનાની કિંમતમાં 3710 રૂપિયાનો ઘટાડો થઈ ગયો છે. માત્ર દિલ્હીની વાત કરીએ તો 17 નવેમ્બરે દિલ્હીમાં 24 કેરેટનું 10 ગ્રામ સોનું 75800 રૂપિયામાં મળી રહ્યું છે. આવો તમને જણાવીએ ભારતના કયા શહેરમાં સોનું કેટલામાં મળી રહ્યું છે. આ સાથે તે પણ જાણીશું કે સોનાની કિંમતોમાં કેમ ઘટાડો આવી રહ્યો છે. 

કયા શહેરમાં કેટલું મળી રહ્યું છે સોનું
મનીકંટ્રોલના રિપોર્ટ અનુસાર દિલ્હીમાં જ્યાં 24 કેરેટ ગોલ્ડની કિંમત પ્રતિ 10 ગ્રામ 75800 રૂપિયા છે. તો 22 કેરેટ ગોલ્ડનો ભાવ 69500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈ અને કોલકત્તાની વાત કરીએ તો અહીં 24 કેરેટ ગોલ્ડની કિંમત પ્રતિ 10 ગ્રામ 75650 રૂપિયા છે. તો 22 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 69350 રૂપિયામાં મળી રહ્યું છે. 

જ્યારે ચેન્નાઈમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 75,600 રૂપિયા છે, ભોપાલ અને અમદાવાદમાં 24 કેરેટ સોનાની પ્રતિ 10 ગ્રામની કિંમત 75,700 રૂપિયા છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની વાત કરીએ તો અહીં 24 કેરેટ સોનાની પ્રતિ 10 ગ્રામની કિંમત 75,800 રૂપિયા છે. જયપુર અને ચંદીગઢમાં પણ 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત સમાન છે.

સોનાના ભાવ કેમ ઘટી રહ્યા છે?
વાસ્તવમાં, અમેરિકામાં ફેડરલ રિઝર્વે સતત બે FOMC મીટિંગમાં વ્યાજદરમાં ઘટાડો કર્યા પછી, ડૉલર મજબૂત થઈ રહ્યો છે અને તેની સીધી અસર સોનાના ભાવ પર થઈ રહી છે. આ જ કારણ છે કે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, વૈશ્વિક બજારમાં કોમેક્સ પર સોનાની કિંમત પ્રતિ ઔંસ $2,570.10 થઈ ગઈ છે. જો છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવની વાત કરીએ તો તે 2622.45 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયઈ હતી. તેનો અર્થ એ કે તેની કિંમત ઔંસ દીઠ $50 કરતાં વધુ ઘટી છે.

સોનાની કિંમત અને ડોલરમાં સંબંધ
હકીકતમાં જ્યારે અમેરિકી ડોલરનું મૂલ્ય બીજા દેશની કરન્સીના મુકાબલે મજબૂત થાય છે તો સોનાની કિંમતમાં ઘટાડો થાય છે. આ એટલા માટે કારણ કે તે દેશોએ સોનું ખરીદવા માટે વધુ કિંમત ચુકવવી પડે છે. તેના કારણે સોનું ખરીદનારા દેશ તેની ખરીદી ઘટાડે છે. જ્યારે માંગ ઓછી હોય છે તો તેની કિંમતમાં ઘટાડો આવે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news