MRP કરતાં વધુ ભાવે વસ્તુ વેચી તો હવે ખેર નથી, તમે અહીં કરી શકો છો ફરિયાદ, થશે સજા

એમઆરપી કરતાં વધુ ભાવ વસૂલવાની ફરિયાદ સતત વધી રહી છે. એવામાં સરકાર હવે એકશનમાં આવી ગઇ છે. ગ્રાહક મંત્રાલયે તેના નિવારણ માટે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. તેના હેઠળ એમઆરપી કરતાં વધુ કિંમત વસૂલતાં પાંચ લાખ રૂપિયાના દંડની સાથે-સાથે બે વર્ષ સુધીની જેલ પણ થઇ શકે છે.

MRP કરતાં વધુ ભાવે વસ્તુ વેચી તો હવે ખેર નથી, તમે અહીં કરી શકો છો ફરિયાદ, થશે સજા

નવી દિલ્હી: એમઆરપી કરતાં વધુ ભાવ વસૂલવાની ફરિયાદ સતત વધી રહી છે. એવામાં સરકાર હવે એકશનમાં આવી ગઇ છે. ગ્રાહક મંત્રાલયે તેના નિવારણ માટે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. તેના હેઠળ એમઆરપી કરતાં વધુ કિંમત વસૂલતાં પાંચ લાખ રૂપિયાના દંડની સાથે-સાથે બે વર્ષ સુધીની જેલ પણ થઇ શકે છે. વધતી જતી ફરિયાદોને ધ્યાનમાં રાખતાં કેંદ્ર સરકાર કાયદામાં ફેરફાર કરવા જઇ રહી છે. ગ્રાહક મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના અનુસાર, હાલની સ્થિતિમાં જે જોગવાઇ છે, તેમાં દંડ અને સજાની જોગવાઇ ખૂબ ઓછી છે. 

'લીગલ મેટ્રોલોજી એક્ટ'માં થશે ફેરફાર
ગત મહિને મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ બેઠકમાં દંડ તથા સજાને વધારવાની સહમતિ બની હતી. તેના હેઠળ મંત્રાલયે એમઆરપી કરતાં વધુ કિંમત વસુલતાં સખતાઇ વર્તવાનો પ્રસ્તાવ તૈયાર કરી લીધો છે. તેના માટે 'લીગલ મેટ્રોલોજી એક્ટ' કલમ 36માં જલદી સુધારો કરવામાં આવશે. 

અત્યાર સુધી કેટલો છે દંડ
હાલની વ્યવસ્થાને જોઇએ તો પહેલી ભૂલ પર 25000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. તેમાં ફેરફાર કરી આ રકમને એક લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે. તો બીજી ભૂલ પર હાલનો દંડ 50000 રૂપિયા છે, તેને 2.5 લાખ કરવાનો પ્રસ્તાવ છે. ત્રીજી ભૂલ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે, તેમાં પણ ફેરફાર કરી તેને 5 લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે. 

હાલના કાયદામાં વધશે સજા
હાલના સમયમાં એમઆરપી કરતાં વધુ કિંમત વસૂલવા પર 1 વર્ષની સજાની જોગવાઇ છે. હવે તેને 1 વર્ષ, 1.5 વર્ષ અને 2 વર્ષ સુધીની સજા ફટકારવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. અત્યારે ગ્રાહક મંત્રાલયની પાસે 1 જૂલાઇ 2017થી 22 માર્ચ 2018 સુધી 636 ફરિયાદો મળી છે. ગત નવ મહિનામાં સૌથી વધુ ફરિયાદો મહારાષ્ટ્રમાંથી મળી છે. ત્યારબાદ યૂપીમાંથી 106 અને દિલ્હીમાંથી 3 ફરિયાદો મળી છે. કેંદ્ર સરકારના અનુસાર આ પ્રકારના લાખો મામલા હોઇ શકે છે, પરંતુ જાગૃતતાના અભાવે ઓછા લોકો ફરિયાદ કરી રહ્યાં છે. 

  • ઓરિસા- 123
  • પંજાબ- 121
  • કેરલ- 38
  • હરિયાણા- 33
  • ગુજરાત- 19
  • તમિલનાડુ- 08
  • ઝારખંડ- 07
  • પ.બંગાળ- 06
  • બિહાર- 01

ક્યાં અને કેવી રીતે કરશો ફરીયાદ
1800-11-4000 ગ્રાહક ટોલ ફ્રી નંબર પર ફરિયાદ નોંધાવી શકે છે.
+918130009809 પર એસએમએસથી પૂરી જાણકારી આપી શકે છે.
ગ્રાહક મંત્રાલયની વેબસાઇટ consumerhelpline.gov.in પર પણ ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news