Airtelએ લોન્ચ કરી જબરદસ્ત ઓફર, ગ્રાહકોને ચાંદી જ ચાંદી

એરટેલ સતત જિયોની સરખામણીમાં ઓફર્સ આપી રહી છે 

Airtelએ લોન્ચ કરી જબરદસ્ત ઓફર, ગ્રાહકોને ચાંદી જ ચાંદી

નવી દિલ્હી : ભારતીય ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં જિયોની એન્ટ્રીથી તમામ ટેલિકોમ કંપનીઓ દબાણમાં આવી ગઈ છે. જિયોના કારણે બીજી કંપનીઓને પણ સતત સસ્તા કોલ અને ફ્રી ડેટા આપવાની ફરજ પડી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી એરટેલ સ્પર્ધક જિયોને ટક્કર આપવા માટે સતત નવી ઓફર્સ આપી રહી છે. આ ઓફર અંતર્ગત ગ્રાહકોને 30 જીબી ડેટા બિલકુલ ફ્રી મળશે. 

એરટેલ હવે VoLTEના બીટા પ્રોગ્રામનું પરીક્ષણ કરવાનું છે. દેશના સૌથી પહેલાં VoLTE બીટા પ્રોગ્રામ (વોઇસ ઓવર લોન્ગ ટર્મ ઇવોલ્યુશન)ની શરૂઆત રિલાયન્સ જિયોએ કરી હતી. હવે એરટેલ સિવાયની બીજી ટેલિકોમ કંપનીઓ પણ આ દિશામાં આગળ વધી રહી છે. VoLTE બીટા પ્રોગ્રામના ટેસ્ટિંગમાં યુઝર્સને આકર્ષિત કરવા માટે એરટેલે આ ઓફર આપી છે. આ માટે કંપની ફ્રીમાં 30GB ડેટા આપી રહી છે. VoLTE મારફતે ગ્રાહક ઇન્ટરનેટથી ડિસકનેક્ટ થયા વગર જ વોઇસ કોલ કરી શકશે અને આ કોલ HD કોલ હશે.

એરટેલમાંથી ફ્રીમાં 30GB ડેટા મેળવવા માટે તમારે માત્ર ફોનના પહેલા સીમ સ્લોટમાં એરટેલનું સીમ નાખવું પડશે અને VoLTE ઓપ્શન સ્વીચ ઓન કરવું પડશે. આનાથી 10GB ડેટા મળશે.  બીજો 20GB ડેટા સર્વિસ ફિડબેક પછી આપવામાં આવશે. એરટેલ હાલમાં પશ્ચિમ બંગાળ, ઓડિસા, અસમ, કેરળ, બિહાર, પંજાબ અને આંધ્ર પ્રદેશમાં VoLTE બીટા પ્રોગ્રામનું પરિક્ષણ કરશે અને એમાં શામેલ થવા માટે VoLTE હેન્ડસેટ અને એરટેલનું 4G સીમ હોવું જરૂરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news