Ticket Fare: સીનિયર સિટીજન્સને બલ્લે-બલ્લે, હવે અડધા ભાડામાં કરી શકશે મુસાફરી

Free Travel Facility For Senior Citizen: હવે રાજ્ય સરકાર (State Government) તરફથી વધુ એક મોટી ખુશખબરી મળી ગઇ છે. રાજ્ય સરકારે ટિકિટના ભાવ (Ticket Price) માં ઘટાડો કર્યો છે. હવેથી તમારે મુસાફરી દરમિયાન અડધુ ભાડું આપવું પડશે. 

Ticket Fare: સીનિયર સિટીજન્સને બલ્લે-બલ્લે, હવે અડધા ભાડામાં કરી શકશે મુસાફરી

Free Travel Facility For Senior Citizen: કેન્દ્ર અને રાજ્ય સરકાર (Central and State Government) દ્વારા મહિલાઓ અને સીનિયર સિટિજન્સને ઘણી સુવિધાઓ આપવામાં આવે છે. હવે રાજ્ય સરકાર (State Government) તરફથી વધુ એક મોટી ખુશખબરી મળી ગઇ છે. રાજ્ય સરકારે ટિકીટન ભાવ (Ticket Price) માં ઘટાડો કર્યો છે. હવેથી તમારે મુસાફરી દરમિયાન અડધુ ભાડું ચૂકવવું પડશે. આવો તમને જણાવીએ કયા રાજ્યના મુસાફરોને અડધુ ભાડુ ચૂકવવું પડશે. 

ચૂકવવું પડશે હવે અડધુ ભાડું
તમને જણાવી દઇએ કે મહારાષ્ટ્ર અને હરિયાણા સરકાર તરફથી આ સુવિધા શરૂ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં મહિલા સન્માન યોજના અંતગર્ત મહિલાઓ માટે બસ ટિકિટના ભાડાને 50 ટકા ઓછું કરી દીધું છે. તો બીજી તરફ વરિષ્ઠ નાગરિકો માટે આ પણ સુવિધા આપવામાં આવી રહી છે. તેમાં 65 થી 75 વર્ષ સુધીના સીનિયર સિટીજન્સને ફાયદો મળી રહ્યો છે. તો બીજી તરફ 75 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે રાજ્યમાં બસ સેવા મફત છે. 

બસ ભાડામાં મળશે છૂટ
તમને જણાવી દઇએ કે છૂટ તમને બસના ભાડામાં મળશે. રાજ્ય પરિવહન નિગમ તરફથી આ સુવિધા મળી રહી છે. મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બજેટ સત્ર દરમિયાન આ વિશે જાણકારી આપી હતી. આ સાથે જ હરિયાણા સરકારે પણ સીનિયર સિટીજન્સ માટે ટિકીટના ભાવમાં ઘટાડો કર્યો છે. 

1 એપ્રિલથી લાગૂ થઇ આ સુવિધા
સીનિયર સિટીજન્સના ભાડામાં 50 ટકાનો ઘટાડો કરી દીધો છે. તમને જણાવી દઇએ કે આ ફાયદો ફક્ત હરિયાણા રાજ્યમાં રહેનાર લોકોને જ મળશે. આ સુવિધાનો ફાયદો લેવા માટે તમને બસમાં મુસાફરી કરતી વખતે ટિકીટ બુકિંગ દરમિયાન હરિયાણાનું રહેણાંક પત્ર બતાવવું પડશે. આ સુવિધા 1 એપ્રિલથી લાગૂ થઇ ગઇ છે. 

​આ પણ વાંચો: 8th Pay Commission પર આવ્યું મોટી અપડેટ, કર્મચારીઓના પગારમાં થશે બમ્પર વધારો
​આ પણ વાંચો: આ સરકારી આદેશ બદલી દેશે લોકોની જીંદગી, દરેક ભારતીયને મળશે સીધો 7 લાખનો ફાયદો
​આ પણ વાંચો: ગેસ સિલિન્ડર પર મળે છે 50 લાખ રૂપિયા સુધીનો મફત વીમો : જાણો તમારા અધિકારો અને નિયમો
​આ પણ વાંચો: દેશનું એકમાત્ર ગામ...જ્યાં પ્લાસ્ટિક આપતાં મળે છે સોનું, કારણ જાણીને ચોંકી જશો

ઘણા રાજ્યોમાં મળી રહી છે ફ્રી બસ સેવાની સુવિધા
તમને જણાવી દઈએ કે હરિયાણામાં પહેલા માત્ર 60 વર્ષની મહિલાઓને જ આ સુવિધાનો લાભ મળતો હતો, પરંતુ હવેથી 65 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને આ સુવિધા મળશે. દિલ્હી અને પંજાબમાં મહિલાઓ માટે બસ મુસાફરી મફત છે. આ સિવાય કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં વરિષ્ઠ નાગરિકોને બસ ભાડામાં પણ છૂટ આપવામાં આવે છે.

​આ પણ વાંચો: જો તમે નાકના વાળ તોડતા હો તો બની જજો સાવધાન! આ આદત તમારા મગજને પહોંચાડશે નુકસાન
​આ પણ વાંચો: વિનોદ ખન્નાએ બધાની સામે ડિમ્પલના જબરદસ્તી હોઠને ચૂસી લીધા હતા, બધા રહી ગયા હતા દંગ 
આ પણ વાંચો: Car Care Tips: Ohh No! પેટ્રોલની જગ્યાએ ડીઝલ ભરાઈ ગયું છે, તો પહેલાં કરો આ કામ
આ પણ વાંચો: વ્યક્તિએ મોબાઈલમાં કંઈક એવું ટાઈપ કર્યું કે નીકળવા લાગ્યો  ધુમાડો! જોઈ લો આ વીડિયો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news