શાહીન બાગ: વાર્તાકારે કહ્યું, 'મીડિયાની હાજરીમાં બધી વાતો સંભવ નથી'

નાગરિકતા કાનૂન (CAA)ના વિરૂદ્ધ શાહીન બાગ (Shaheen Bagh)માં ચાલી રહેલા ધરણાને ખતમ કરી પ્રદર્શનકારીઓને ત્યાંથી હટાવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલા વાર્તાકાર વકીલ સંજય હેગડે, સાધના રામંદ્વન અને તેમની સાથે વાર્તાકાર આજે શાહીન બાગ પહોંચી ગયા છે.

શાહીન બાગ: વાર્તાકારે કહ્યું, 'મીડિયાની હાજરીમાં બધી વાતો સંભવ નથી'

નવી દિલ્હી: નાગરિકતા કાનૂન (CAA)ના વિરૂદ્ધ શાહીન બાગ (Shaheen Bagh)માં ચાલી રહેલા ધરણાને ખતમ કરી પ્રદર્શનકારીઓને ત્યાંથી હટાવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલા વાર્તાકાર વકીલ સંજય હેગડે, સાધના રામંદ્વન અને તેમની સાથે વાર્તાકાર આજે શાહીન બાગ પહોંચી ગયા છે. ત્યાંથી તે શાહીન બાગના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે અને મામલાને ઉકેલી ધરણાને ખતમ કરાવીને રસ્તો ખુલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સૌથી પહેલાં વાર્તાકારોએ પ્રદર્શનકારીઓને સુપ્રીમ કોર્ટનો ચૂકાદો સમજાવ્યો. 

વાર્તાકાર સંજયએ કહ્યું કે અમને સુપ્રીમ કોર્ટે વાતચીત કરવા માટે મોકલ્યા છે. તો બીજી તરફ વાર્તાકાર સાધના રામચંદ્વને સુપ્રીમ કોર્ટના ચૂકાદાને સમજાવતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આંદોલન કરવાનો તમારો હક યથાવત રહેવો જોઇએ. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થતી રહેશે. સાધના રામચંદ્વને કહ્યું 'તમે જે પણ વાત કહેશો અમે તે તમારી તરફથી સુપ્રીમ કોર્ટને કહીશું. પરંતુ અમે અન્ય લોકોને પણ અધિકાર છે અને તેમની રક્ષા પણ કરવી પડશે. 

સાધના રામચંદ્વને કહ્યું કે શું તમે ઇચ્છો છો કે તમારા આંદોલનથી બીજાને પરેશાની થાય. અમે તમારી સારી-ખરાબ વાત સાંભળવા તૈયાર છીએ. આટલામાં ત્યાં વાર્તાકાર સંજય હેગડેએ મીડિયાની સામે વાત કરવાની મનાઇ કરી. તેમણે કહ્યું કે મીડિયા પહેલાં અમે એકલામાં વાત કરવા દો. ત્યારબાદ સાધના રામચંદ્વને કહ્યું કે અમે અહીં કોઇ ફેંસલો સંભળાવવા આવ્યા નથી અને ના તો કોઇ દબાણ નાખવા આવ્યા છીએ. સાધના રમચંદ્વને કહ્યું કે મીડિયાની હાજરીમાં પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવા માંગતા નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news