પ્રણવ મુખર્જી હશે NDAના PM પદના ઉમેદવાર? શર્મિષ્ઠાએ આપ્યો જવાબ

શિવસેનાએ દાવો કર્યો હતો કે આરએસએસ આગામી ચૂંટણીમાં બહુમતી નહી મળવાની સ્થિતીમાં પ્રણવ મુખર્જીને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરી શકે છે

પ્રણવ મુખર્જી હશે NDAના PM પદના ઉમેદવાર? શર્મિષ્ઠાએ આપ્યો જવાબ

નવી દિલ્હી : પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી અને કોંગ્રેસ નેતા શર્મિષ્ઠા મુખર્જીએ શિવસેનાનાં તે નિવેદનને ફગાવી દીધા છે જેમાં શિવસેનાએ દાવો કર્યો કે આરએસેસ આગામી ચૂંટણીમાં ભાજપને બહુમતી નહી મળવાની સ્થિતીમાં વડાપ્રધાન તરીકે પ્રણવ મુખર્જીનું નામ આગળ કરી શકે છે. આ નિવેદન બાદ શર્મિષ્ઠા મુખર્જીએ કહ્યું કે, તેનાં પિતા બીજીવાર એક્ટિવ પોલિટિક્સમાં નથી આવવા માંગતા. 

— Sharmistha Mukherjee (@Sharmistha_GK) June 10, 2018

અત્રે ઉલ્લેખનીય છે કે, શિવસેના સાંસદ સંજય રાઉતે પોતાનાં એક નિવેદનમાં દાવો કર્યો હતે કે, 2019માં ભાજપને બહુમતી નહી મળવાની સ્થિતીમાં આરએસએસ પ્રણવ મુખર્જીને વડાપ્રધાન તરીકે આગળ ધરી શકે છે તેવું નિવેદન આપ્યું હતું. રાઉતના અનુસાર આરએસએસ એક એવી સ્થિતી માટે તૈયાર થઇ રહ્યું છે જેમાં સંખ્યા ઓછી રહે તેવી સ્થિતીમાં વડાપ્રધાન તરીકે તેઓ પ્રણવ મુખર્જીનું નામ આગળ કરી શકે. રાઉતે દાવો કર્યો કે, કોઇ પણ સ્થિતીમાં આ વખતે ભાજપ ઓછામાં ઓછી 110 સીટો પર હારશે. 

— ANI (@ANI) June 10, 2018

રાઉતનાં નિવેદનનાં જવાબમાં શર્મિષ્ઠા મુખર્જીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, મિસ્ટર રાઉત, ભારતનાં રાષ્ટ્રપતિ પદેથી નિવૃત થયા બાદ મારા પિતા ફરીથી એક્ટિવ પોલિટિક્સમાં નથી આવવા માંગતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પુર્વરાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનાં આરએસએસનાં કાર્યક્રમમાં હાજરી બાદથી ભારે વિવાદ ચાલી રહ્યો છે. જે મુદ્દે તમામ પક્ષો આ મુદ્દાને અલગ અલગ એંગલ આપી રહ્ચા છે અને પોતાનો રાજકીય રોટલો શેકવાનાં પ્રયાસો કરી રહ્યા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news