ગુજરાત વિધાનસભા ચૂંટણી સંદર્ભે શત્રુધ્ન સિન્હાની PM મોદીને 'ખાસ' શિખામણ

ભાજપના શોટગન સાંસદે પીએમ નરેન્દ્ર મોદી પર ગુજરાત ચૂંટણી દરમિયાન ઉઠાવવામાં આવી રહેલા મુદ્દાઓને લઈને આકરો પ્રહાર કર્યો છે.

  • શોટગન સાંસદે પીએમ મોદી દ્વારા ઉઠાવાઈ રહેલા મુદ્દાઓ પર નિશાન સાધ્યું છે.
  • ઐય્યરના ઘરે થયેલી ડિનર પાર્ટીને લઈને નિશાન સાધવા ઉપર પણ સવાલ કર્યા
  • બિહારની પટણા સાહિબ બેઠક પરથી ભાજપના સાંસદ છે શત્રુધ્ન સિન્હા

Trending Photos

ગુજરાત વિધાનસભા ચૂંટણી સંદર્ભે શત્રુધ્ન સિન્હાની PM મોદીને 'ખાસ' શિખામણ

નવી દિલ્હી: ભાજપના શોટગન સાંસદે પીએમ નરેન્દ્ર મોદી પર ગુજરાત ચૂંટણી દરમિયાન ઉઠાવવામાં આવી રહેલા મુદ્દાઓને લઈને આકરો પ્રહાર કર્યો છે.  બિહારના પટણા સાહિબથી ભાજપના સાંસદ શત્રુધ્ન સિન્હાએ ગુજરાત ચૂંટણી દરમિયાન વિકાસના મુદ્દાને છોડીને અલગ અલગ મુદ્દાઓ ઉઠાવવાની વાતને આશ્ચર્યજનક ગણાવી છે. તેમણે કહ્યું છે કે માત્ર ચૂંટણી જીતવા જીતવા માટે દરરોજ નવી નવી કહાનીઓ લઈને વિપક્ષ પર હુમલા કરવા એ ત્યાં સુધી વ્યાજબી છે? શત્રુધ્ન સિન્હાએ પીએમ મોદીને જનતાને સંબોધન દરમિયાન ગુજરાત વિકાસ મોડલની વાત કરવાની શિખામણ આપી છે. શત્રુધ્ન સિન્હાએ ભાજપના મણિશંકર ઐય્યરના ઘરે થયેલી ડિનર પાર્ટીને લઈને નિશાન સાધવા ઉપર પણ સવાલ ઉઠાવ્યાં છે. 

શત્રુધ્ન સિન્હાએ ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદી અને ભાજપના પ્રચાર અભિયાન પર સવાલ ઉઠાવતા એક પછી એક બે ટ્વિટ કર્યાં. પહેલા ટ્વિટમાં તેમણે લખ્યું કે આદરણીય સર, ફક્ત કોઈ ચૂંટણી જીતવા માટે થઈને તમે તમારા રાજનીતિક વિરોધીઓ સામે અંતિમ તબક્કાની પ્રક્રિયામાં રોજ વણઉકેલ્યા અને અવિશ્વસનિય મુદ્દાઓને લઈને આવી રહ્યાં છો. હવે ચૂંટણીમાં તમે પાકિસ્તાન રાજદૂત અને જનરલને જોડી દીધા છે. ઈનક્રેડિબલ!

— Shatrughan Sinha (@ShatruganSinha) December 11, 2017

બીજી ટ્વિટમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી શત્રુધ્ન સિન્હાએ લખ્યું કે મહોદય! નવી નવી કહાનીઓ બનાવીને અને બહાનાબાજી કરીવાની જગ્યાએ સીધા તે જ મુદ્દાઓ પર વાત કરવી જોઈએ જેના વચનો આપણે જનતાને આપ્યાં, જેમ કે આવાસ, રોજગાર, હેલ્થ, શિક્ષા, વિકાસ મોડલ, સાંપ્રદાયિકતા ફેલાવનારા વાતાવરણને રોકો અને સ્વસ્થ રાજકારણ અને સ્વચ્છ ચૂંટણીમાં પાછા ફરો. જય હિન્દ!

— Shatrughan Sinha (@ShatruganSinha) December 11, 2017

અત્રે જણાવવાનું કે શત્રુધ્ન સિન્હાના નામે ચાલી રહેલા જે  ટ્વિટર એકાઉન્ટથી આ ટ્વિટ કરવામાં આવી છે તે વેરિફાઈડ નથી પરંતુ એવું મનાય છે કે આ શત્રુધ્ન સિન્હાનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news