કર્ણાટક સરકાર પાછા ખેંચશે મુસ્લિમ યુવાનો પર લાગેલા કેસ, બીજેપીએ લગાવ્યો તુષ્ટિકરણનો આરોપ

કર્ણાટકમાં જેમજેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમતેમ રાજકીય ગતિવિધિ વેગ પકડી રહી છે. 

કર્ણાટક સરકાર પાછા ખેંચશે મુસ્લિમ યુવાનો પર લાગેલા કેસ, બીજેપીએ લગાવ્યો તુષ્ટિકરણનો આરોપ

નવી દિલ્હી : કર્ણાટકમાં જેમજેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમતેમ રાજકીય ગતિવિધિ વેગ પકડી રહી છે. અહીં  કોંગ્રેસ પાંચ વર્ષથી સત્તા ચલાવી રહ્યા છે ત્યારે તેના પ્રયાસ સત્તા જાળવી રાખવાના છે. આ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી પુરજોશમાં કર્ણાટકમાં પોતાની સરકાર બનાવવાના પ્રયાસ કરી રહી છે. આ સંજોગોમાં સિદ્ધારમૈયાર સરકારના એક નિર્ણયે વિપક્ષને ચર્ચાનો એક મુદ્દો આપી દીધો છે. 

કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા સરકારે સરક્યુલર જાહેર કરીને રાજ્યમાં લઘુમતીઓ, ખેડૂતો તેમજ કન્નડ આંદોલનકારીઓ વિરૂદ્ધના કેસ પરત ખેંચવાની જાહેરાત કરી છે. બીજેપીએ કોંગ્રેસ સરકારના આ નિર્ણય પર નિશાન સાધીને એને લઘુમતીઓને લોભાવવાનો પ્રયાસ ગણાવ્યો છે. 

હકીકતમાં કર્ણાટક સરકારે રાજ્યના 189  મુસ્લિમ યુવાનો પર લાગેલો કેસ પરત લેવાનો નિર્ણય કર્યો છે. કર્ણાટકના ડીજીપી અને આઇજી નીલમણી રાજુ તરફથી એઆઇજીપી (જનરલ) શિવ પ્રકાશ દેવરાજે 25 જાન્યુઆરીના દિવસે રાજ્યના તમામ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને એક પત્ર મોકલ્યો છે. આ પત્ર પ્રમાણે સરકારે તમામ પોલીસ સ્ટેશનોને લઘુમતી વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલા કેસ પરત લઈ લેવા જણાવ્યું છે. 

આ મામલે બીજેપીના નેતા અમન સિંહાએ કહ્યું છે કે કોંગ્રેસે આ પગલું એપ્રિલ-મે મહિનામાં થનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને લીધું છે. કોંગ્રેસ મુસ્લિમ તુષ્ટિકરણ સાધીને વોટબેંક મેળવવા માગે છે. બિહારમાં બીજેપી સાથે ગઠબંધન કરનાર જેડીયુના પ્રવક્તા અફઝલ અબ્બાસે કહ્યું કે એ સારી વાત છે કે સરકાર નિર્દોષોને કેદમાંથી મુક્ત કરવાની વાત કરી રહી છે પણ મોટો સવાલ એ છે કે આ વાત ચૂંટણી વખતે કેમ યાદ આવી? આ તો તુષ્ટિકરણની રાજનીતિ છે અને તમામ મુદ્દાઓનું રાજનીતિકરણ થઈ રહ્યું છે અને કર્ણાટકમાં મુખ્યપ્રધાન જે કંઈ કરી રહ્યા છે એ બધુ રાજનીતિથી પ્રેરિત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news