પેટ્રોલ સૂંઘવાની આદત હોય તો સાવધાન....આ જીવલેણ આદતથી તમને શું નુકસાન થઈ શકે તે ખાસ જાણો
સામાન્ય રીતે અનેક યુવાઓને પેટ્રોલની જે સ્મેલ આવતી હોય તે સૂંઘવી ગમતી હોય છે પરંતુ આ એક ખરાબ આદત છે. જેને સ્નીફિંગ પેટ્રોલ કે સ્નીફિંગ ગેસોલીનના નામથી ઓળખવામાં આવે છે.
Trending Photos
નવી દિલ્હી: સામાન્ય રીતે અનેક યુવાઓને પેટ્રોલની જે સ્મેલ આવતી હોય તે સૂંઘવી ગમતી હોય છે પરંતુ આ એક ખરાબ આદત છે. જેને સ્નીફિંગ પેટ્રોલ કે સ્નીફિંગ ગેસોલીનના નામથી ઓળખવામાં આવે છે. પેટ્રોલ સૂંઘવાથી નશો આવે છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે કારણ કે તેની સીધી અસર આપણી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર પડે છે.
આજે જ છોડી દો પેટ્રોલ સૂંઘવાની આદત
પેટ્રોલની સ્મેલની ઊંડી અસર આપણા મગજ પર પડે છે જેમાં રહેલું લેડ અનેક બીમારીઓની જડ છે. તે મોતનું કારણ પણ બની શકે છે. યંગ જનરેશનમાં આ લતનું ફેલાવવું એ ચિંતાનો વિષય છે. અનેક લોકો તેનો ડ્રગ્સના વિકલ્પ તરીકે ઉપયોગ કરે છે. સ્વાસ્થ્યને તેનાથી અનેક નુકસાન થાય છે.
પેટ્રોલ સૂંઘવાની લતથી થતા નુકસાન
- શ્વાસ લેવામાં તકલીફ
- ગળામાં દુખાવો કે બળતરા
- મળમાં લોહી
- ચક્કર આવવા
- ચિડચિડિયાપણું
- મૂડ સ્વિંગ
- ભૂખ ઓછી લાગવી
- ઊંઘ ઓછી આવવી
- ડિપ્રેશન
- બેહોશી
- માથાનો તેજ દુખાવો
- વધુ પડતો થાક
- શારીરિક નબળાઈ
- અન્નનળીમાં બળતરા
- પેટમાં દુખાવો
- આંખોનું વિઝન નબળું પડવું
- લોહી સાથે કે લોહી વગર ઉલ્ટી
પેટ્રોલ સૂંઘવાની આદત કેવી રીતે છોડાવવી?
- તમારા નજીકના લોકો પર નજર રાખો ક્યાંક તેઓ પેટ્રોલ સૂંઘવાની આદત તો નથી ધરાવતાને.
- પેટ્રોલ પંપ પર ફ્યૂલ ભરાવતી વખતે માસ્કનો ઉપયોગ કરો.
- ટેન્શનને દૂર કરવા માટે પેટ્રોલ સૂંઘવાની આદત ન રાખો.
- આ પરેશાનીને લઈને સમાજમાં જાગૃતતા ફેલાવવાની જરૂર.
- કોઈ વ્યક્તિને જો આ લત ન છૂટતી હોય તો તેને રિહેબિલિટેશન સેન્ટરમાં મોકલો.
ગંધમુક્ત પેટ્રોલ છે વિકલ્પ
લોકોને પેટ્રોલ સૂંઘવાની લતથી આઝાદી અપાવવા માટે ઓપલ નામના ગંધ મુક્ત પેટ્રોલને લોન્ચ કરાયું હતું. જેમાં લેડની માત્રા ખુબ ઓછી હોય છે અને તેમાં સુગંધિત હાઈડ્રોકાર્બનનો પણ ઓછો ઉપયોગ થાય છે. તેના ઉપયોગને પ્રોત્સાહન આપવાથી પેટ્રોલ સૂંઘવાની આદતમાં પણ કમી લાવી શકાય છે. પરંતુ ઓપલ એટલું મોંઘુ છે કે ભારત જેવા દેશમાં તેનો વ્યાપ વધારવો મુશ્કેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે