GMPના મામલામાં કિંગ છે આ IPO, લિસ્ટિંગના દિવસે રોકાણકારો થઈ જશે માલામાલ
IPO GMP: Toss The Coinનો IPO રોકાણકારો માટે શાનદાર નફાનો સંકેત આપી રહ્યો છે. તેનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) હવે વધીને 214 રૂપિયા થઈ ગયું છે.
Trending Photos
Toss The Coin IPO: વર્ષ 2024ના છેલ્લા મહિનામાં કેટલાક એવા IPO આવ્યા છે જેણે તેમના રોકાણકારોને માલામાલ કરી દીધા છે. આમાંથી એક IPO ચેન્નાઈ સ્થિત માર્કેટિંગ કન્સલ્ટિંગ કંપની ટોસ ધ કોઈનનો છે.17મી ડિસેમ્બરે લિસ્ટ થનાર આ IPOના ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) જોઈને તમારા પણ બોશ ઉડી જશે . આ IPO રોકાણકારોને બમણો નફો આપી શકે છે. એટલે કે જે લોકોને આ IPO ફાળવવામાં આવ્યો છે, તેમના પૈસા લિસ્ટિંગના દિવસે બમણા થઈ જશે. ચાલો હવે કંપની અને IPO વિશે વિગતવાર જાણીએ.
કેટલું છે GMP?
Toss The Coinનો IPO રોકાણકારો માટે શાનદાર નફાનો સંકેત આપી રહ્યો છે/ તેનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) હવે વધીને 214 રૂપિયા થઈ ગયું છે. આનો અર્થ એ છે કે આ IPO તેની રૂ. 182ની પ્રાઇસ બેન્ડ સામે આશરે રૂ. 396 પર લિસ્ટ થઈ શકે છે. જો આ GMP અકબંધ રહેશે તો રોકાણકારોને લિસ્ટિંગના દિવસે જ લગભગ 117.58% નો નફો મળશે.
એકઠા કરવામાં આવેલ રૂપિયા ક્યાં વાપરવામાં આવશે
Toss The Coinના IPOમાં કુલ 504,000 શેરના ફ્રેશ ઈશ્યુનો સમાવેશ થાય છે. આ IPOની પ્રાઇસ બેન્ડ 172-182 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી. આમાં એક લોટમાં 600 શેર રાખવામાં આવ્યા છે. નોંધનીય છે કે, કંપનીએ 9 ડિસેમ્બરે એન્કર ઈન્વેસ્ટર્સ દ્વારા 2.60 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. કંપની આ IPOમાંથી એકત્ર થયેલા નાણાંનો ઉપયોગ માઈક્રો સર્વિસ એપ્લીકેશનના વિકાસ અને નવી ઓફિસો ખોલવા માટે કરશે.
રોકાણકારો થશે માલામાલ
Toss The Coinના IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ16 ડિસેમ્બર 2024ના રોજ 241 રૂપિયા પર હતું. આનો સ્પષ્ટ અર્થ છે કે, લિસ્ટિંગના દિવસે તે રૂ. 396 સુધી પહોંચી શકે છે. નિષ્ણાતોના મતે આનાથી રોકાણકારોને બમણાથી વધુ નફો કરવાની તક મળી શકે છે. જો કે, આ ત્યારે જ થશે જ્યારે લિસ્ટિંગના દિવસે GMP સમાન રહેશે.
કંપની શું કરે છે?
Toss The Coinએ એક માર્કેટિંગ કન્સલ્ટિંગ કંપની છે, જેની સ્થાપના 2020માં થઈ હતી. આ કંપની ગ્રાહકોને કસ્ટમાઇઝ માર્કેટિંગ સેવાઓ પૂરી પાડે છે. કંપનીનું કામ B2B ટેક કંપનીઓ માટે બ્રાન્ડિંગ, કન્ટેન્ટ ડેવલપમેન્ટ, વેબસાઇટ ડિઝાઇન, સોશિયલ મીડિયા કેમ્પેન્સ અને GTM (ગો ટુ માર્કેટ) વ્યૂહરચના બનાવવાનું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે