Solar Eclipse 2022: આ શહેરથી થશે સૂર્યગ્રહણની શરૂઆત, જોતી વખતે શું ધ્યાનમાં રાખવું તે ખાસ જાણો

Suya Grahan 2022:  આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ છે. સાંજે શરૂ થનારું આ ગ્રહણ ભારતના કયા શહેરમાં સૌથી પહેલા જોવા મળશે અને તે જોવામાં શું સાવચેતી રાખવી તે તમારા માટે જાણવું ખુબ જરૂરી છે. 

Solar Eclipse 2022: આ શહેરથી થશે સૂર્યગ્રહણની શરૂઆત, જોતી વખતે શું ધ્યાનમાં રાખવું તે ખાસ જાણો

Suya Grahan 2022: જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે વર્ષ 2022નું બીજુ અને છેલ્લું સૂર્યગ્રહણ દિવાળીના બીજા દિવસે એટલે કે 25 ઓક્ટોબરે થશે. જો કે આ ગ્રહણ આજે સાંજે શરૂ થશે. દરેક જગ્યાએ તેને જોવાના સમય અલગ અલગ છે. પરંતુ સૂર્યગ્રહણનો સૂતક કાળ 12 કલાક પહેલા જ શરૂ થઈ જાય છે. આવામાં 25 ઓક્ટોબર સવારે 4.22 વાગ્યાથી જ સૂતક કાળ શરૂ થઈ ગયો છે અને મંદિરના કપાટ બંધ થઈ ચૂક્યા છે. 

ભારતમાં તે સાંજે 4.22 વાગ્યાથી શરૂ થશે અને 5.42 મિનિટ સુધી જોવા મળશે. આમ તો ગ્રહણ સૌથી પહેલા શ્રીનગરમાં જોવા મળશે અને ત્યારબાદ મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી જોવાનું શરૂ થશે. ભારતના અનેક ભાગોમાં આ સૂર્યગ્રહણ આંશિક રીતે જોઈ શકાશે. કેટલાક ભાગોમાં પૂર્ણ જોવા મળશે. જ્યારે દેશના અનેક ભાગોમાં ગ્રહણ બિલકુલ જોવા મળી શકશે નહીં. આવો જાણીએ આ ભાગો વિશે અને ગ્રહણ જોતી વખતે કઈ સાવધાની વર્તવી જોઈએ. 

અહીંથી શરૂ થશે ગ્રહણ
આજનું સૂર્યગ્રહણ શ્રીનગરથી પહેલા જોવા મળશે. અત્રે જણાવવાનું કે આજે સાંજે 4.22 વાગ્યાથી તેની શરૂઆત થશે, જ્યારે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સાંજે 4.41 વાગ્યાથી શરૂ થશે અને 5.38 મિનિટે તે સર્વોચ્ચ સ્તરે રહેશે. ઈન્દોરમાં આ ગ્રહણ સાંજે 4.42 મિનિટે જોવા મળશે અને 5.53 વાગે સમાપ્ત થશે. કેટલીક વૈજ્ઞાનિક સંસ્થાઓના જણાવ્યાં મુજબ મધ્ય પ્રદશમાં આંશિક સૂર્યગ્રહણ 4.26 વાગે શરૂ થશે અને સૂર્યાસ્ત બાદ સમાપ્ત થશે. અત્રે જણાવવાનું કે એમપીમાં ગ્રહણના મોટા ભાગના સમયે સૂર્ય પર ચંદ્રમાંની છાયા લગભગ 26થી 38 ટકા વચ્ચે હશે. 

જુઓ Video

આ સાવધાનીઓ વર્તો
ગ્રહણ શરૂ થાય ત્યારથી લઈને તેના સમાપન સુધી તમે જો તેને જોવા માંગતા હોવ તો કેટલીક સાવધાનીઓ વર્તવી ખુબ જરૂરી છે. સૂર્યગ્રહણને ક્યારેય નરી આંખે જોવું જોઈએ નહીં. સીધે સીધુ જોવાથી આંખોને નુકસાન થઈ શકે છે. અનેક લોકો સૂર્યગ્રહણ જોવા માટે ટેલિસ્કોપ કે તડકામાં પહેરાતા કાળા ચશ્માનો ઉપયોગ કરે છે. પરંતુ એવું માનવામાં આવે છે કે તેનો પણ ઉપયોગ કરવો જોઈએ નહીં. ગ્રહણ જોવા માટે ખાસ સોલર ફિલ્ટરયુક્ત ચશ્મા જ ઉપયોગમાં લેવા જોઈએ. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news