Sonali Phogat Death: હાર્ટ એટેક નહીં બળપૂર્વક ડ્રગ્સ આપવાને કારણે થયું સોનાલીનું મોત, પોલીસે ખોલ્યા રાઝ
Sonali Phogat Death: સોનાલી ફોગાટનું મંગળવારે ગોવામાં નિધન થયું હતું. પોલીસનો દાવો છે કે તેને બળપૂર્વક ડ્રગ્સ આપવામાં આવ્યું હતું.
Trending Photos
પણજીઃ હરિયાણાની ભાજપ નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તેને બળજબરી પૂર્વક ડ્રગ્સ આપવામાં આવ્યું હતું. સોનાલી ફોગાટના મોતને લઈને પોલીસે તેના બે સહયોગીઓ વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો છે. તેના પરિવારજનો પહેલા દિવસથી હત્યાની આશંકા વ્યક્ત કરી રહ્યાં છે. મંગળવારે સોનાલી ફોગાટ ગોવામાં મૃત મળી હતી. ત્યારે કહેવામાં આવ્યું કે હાર્ટ એટેકને કારણે તેનું નિધન થયું છે.
ગોવા પોલીસના આઈજીપી ઓમવીર સિંહ બિશ્નોઈએ કહ્યુ કે અમે સીસીટીવી ફુટેજ રિકવર કર્યાં છે, જેમાં સુધીર સાંગવાન અને સુખવિંદર, સોનાલીની સાથે પાર્ટી કરતા જોવા મળી રહ્યાં છે. સોનાલીને બળપૂર્વક ડ્રગ્સ આપવામાં આવ્યું છે. સુખવિંદરે તે વાતને માની છે કે સોનાલીને લિક્વિડના રૂપમાં ડ્રગ્સ આપવામાં આવ્યું હતું. આરોપી ટોયલેટમાં સોનાલી ફોગાટને લઈને ગયા હતાં, બે કલાક સુધી ત્યાં રહ્યાં. અંગર શું કર્યું તે અંગે પૂછવામાં આવતા બંને આરોપીએ કંઈ જવાબ આપ્યો નહીં. અમે આગળની જાણકારી મેળવવા બંનેની પૂછપરછ કરી રહ્યાં છીએ.
શું બોલી ગોવા પોલીસ?
પોલીસ અધિકારીએ કહ્યુ કે જે રીતે પરિવારજનો આરોપ લગાવી રહ્યાં હતા તેના પૂરાવા મળ્યા નથી. મુંબઈથી પણ કેટલાક લોકો સોનાલીને મળવા આવવાના હતા. કોઈ ઈજા નહોતી જેના કારણે ડોક્ટરોએ તેના મોતનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું. સીસીટીવીમાં જોવા મળ્યું કે ઘણા લોકો પાર્ટીમાં આવ્યા હતા. ક્યું ડ્રગ્સ આપવામાં આવ્યું તેના વિશે હજુ માહિતી મળી નથી. બોટલ ક્યાં ફેંકવામાં આવી તે સંદર્ભની તપાસ ચાલી રહી છે.
#WATCH | Sonali Phogat death: Goa IGP says,"...Video establishes that one of the accused forcefully made her consume a substance. When confronted, accused Sukhwinder Singh & Sudhir Sangwan confessed they intentionally mixed obnoxious chemical into a liquid & made her drink it..." pic.twitter.com/85aPyjuGy4
— ANI (@ANI) August 26, 2022
ક્લબથી હોટલ એક ટેક્સીવાળો લઈને ગયો
તેમણે કહ્યું કે સોનાલીને ક્લબથી હોટલ એક ટેક્સીવાળો ગઈ ગયો હતો. ગોવા પોલીસે તે ટેક્સી ડ્રાઇવરને પૂછપરછ માટે બોલાવ્યો છે. જેથી તે જાણી શકાય કે તે સમયે સોનાલીની શું સ્થિતિ હતી. ઓમવીર સિંહ બિશ્નોઈએ કહ્યુ કે સુખવિંદર અને સુધીરની સામે જ્યારે તે રાખવામાં આવ્યું તો તેણે સ્વીકાર્યું કે તેણે ઇરાદાપૂર્વક પીડિતાને અપ્રિય રસાયણ મિક્સ કરીને આપ્યું. તે પીધા બાદ પીડિતા બેભાન થઈ ગઈ હતી.
આ પણ વાંચોઃ સોનાલી ફોગાટના ગુરુગ્રામના ફ્લેટ નંબર 901થી બહાર આવી ચોંકાવનારી માહિતી, જાણી હક્કાબક્કા થઈ જશો
બંને આરોપીની ધરપકડ
પોલીસ અધિકારીએ કહ્યું કે અમે બંને આરોપીઓની આઈપીસીની કલમ 302 અને 34 હેઠળ ધરપકડ કરી છે. વીડિયોથી જાણવા મળ્યું કે એક કથિત આરોપી પીડિતોને કંઈક પીવળાવી રહ્યો હતો. નોંધનીય છે કે સોનાલી ફોગાટના મોત બાદ તેના પરિવારજનોએ હત્યાનો આરોપ લગાવ્યો હતો અને સીબીઆઈ તપાસની માંગ કરી હતી. હરિયાણા સરકાર પણ સીબીઆઈ તપાસ કરાવવા માટે તૈયાર થઈ ગઈ છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યુ કે, પરિવારની લેખિત માંગ આવતા સીબીઆઈ તપાસની ભલામણ કેન્દ્ર સરકારને મોકલી આપવામાં આવશે. આજે સોનાલી ફોગાટનાઅંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે, જ્યાં તેની પુત્રી યોશધરાએ તેને મુખાગ્નિ આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે