ક્યાં અને ક્યારે અવતરશે કલ્કિ અવતાર? આજે દુનિયાના સૌથી અનોખા મંદિરનો શિલાન્યાસ

એવું કહેવાય છેકે, આ કલયુગ છે અને બધા કરતા આ યુગ ખરાબ છે. જેમાં સૌથી વધુ અધર્મ અને પાપાચાર થશે. જેને નાથવા માટે ભગવાન વિષ્ણુએ કલ્કિના રૂપમાં આવતાર લેવો પડશે અને ધરતી પર આવવું પડશે. એવું માનવામાં આવે છેકે, ભગવાન વિષ્ણુના કલ્કિ અવતારથી કલયુગની સમાપ્તિ થશે. આજે એમાના નામથી બની રહેલાં કલ્કિ ધામનો પીએમ મોદી કરશે શિલાન્યાસ.

ક્યાં અને ક્યારે અવતરશે કલ્કિ અવતાર? આજે દુનિયાના સૌથી અનોખા મંદિરનો શિલાન્યાસ

Kalki Dham: આપણાં શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છેકે, જ્યારે ધરતી પર અધર્મ અને પાપ વધે છે ત્યારે ધર્મની સ્થાપના માટે ભગવાન વિષ્ણુ પોતે અવતાર લે છે. ભગવાન અવતાર લઈને ધર્મની સ્થાપના માટે ધરતી પર આવે છે અને અધર્મ અને પાપીઓનો નાશ કરે છે. અત્યાર સુધી ભગવાન વિષ્ણુ રામ અવતાર, કૃષ્ણાવતાર જેવા 9 અવતાર લઈ ચુક્યા છે. કુલ ભગવાનના 24 અવતારોનું શાસ્ત્રોમાં વર્ણન કરાયું છે. હવે વારો છે તેમના 10મા અવતારનો.

એવું કહેવાય છેકે, આ કલયુગ છે અને બધા કરતા આ યુગ ખરાબ છે. જેમાં સૌથી વધુ અધર્મ અને પાપાચાર થશે. જેને નાથવા માટે ભગવાન વિષ્ણુએ કલ્કિના રૂપમાં આવતાર લેવો પડશે અને ધરતી પર આવવું પડશે. એવું માનવામાં આવે છેકે, ભગવાન વિષ્ણુના કલ્કિ અવતારથી કલયુગની સમાપ્તિ થશે.

પ્રધાનમંત્રી મોદીએ કર્યો કલ્કિ ધામનો શિલાન્યાસ. પુજાવિધિમાં સાથે બેઠાં હતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ. આજે દુનિયાના સૌથી અનોખા મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો. ઉત્તર પ્રદેશના સંભલમાં પ્રધાનમંત્રી મોદીના હસ્તે કલ્કિ ધામનો શિલાન્યાસ કરાયો. ભગવાન વિષ્ણુના તમામ અવતાર આ મંદિરમાં બિરાજમાન થશે. પીએમ મોદીએ કહ્યુંકે, કલ્કિ કાલચક્રના પ્રણેતા છે અને તેના પ્રેરણા સ્ત્રોત પણ છે. આગામી પાંચ વર્ષમાં કલ્કિ મંદિરનું કામ પૂર્ણ કરવામાં આવશે. ભગવાન રામની જેમ જ હજારો, લાખો વર્ષો સુધી માનવ જીવન પર અવિરત રહેશે કલ્કિ અવતારનો પ્રભાવ.

આ મંદિર દુનિયામાં સૌથી અનોખું એટલાં માટે છે કારણકે, અહીં જે ભગવાનની પુજા થવાની છે, જે ભગવાનની મૂર્તિ મુકાવવાની છે તે ભગવાનનો હજુ ધરતી પર અવતાર જ નથી થયો. હજુ લાખો વર્ષો બાદ જે ભગવાન ધરતી પર અવતરિત થવાના છે તેનું મંદિર અહીં બની રહ્યું છે. તેનો શિલાન્યાસ આજે પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યો. ભગવાન વિષ્ણુના 10મા અવતાર એટલેકે, કલ્કિ અવતાર માટે બનાવાયું છે આ મંદિર...

ક્યારે આવશે કલ્કિ અવતાર?
આપણાં ધર્મગ્રંથો મુજબ કલયુગના નાશ માટે ભગવાન વિષ્ણુ 10 મી વાર અવતાર લેશે, જેને કલ્કિ અવતાર કહેવાશે. કલયુગનો પ્રારંભ 3102 ઈસ પૂર્વે થઈ ચુક્યો છે. હાલ કલયુગનું પ્રથમ ચરણ જ ચાલી રહ્યું છે. પુરાણો મુજબ કલયુગ કુલ 4 લાખ 32 હજાર વર્ષ લાંબુ ચાલશે. જેમાંથી અત્યાર સુધીમાં કળયુગના કુલ 3102+2024= 5126 વર્ષ વીતી ચુક્યા છે. જોકે, હજુ પણ કળયુગનો મોટો ભાગ એટલેકે, કુલ 4 લાખ 26 હજાર 875 વર્ષનો લાંબો સમયગાળો હજુ બાકી છે. ત્યાર બાદ કળયુગની સમાપ્તિ થશે. કળયુગની સમાપ્તિ વખતે જ કલ્કિ અવતારનું અવતરણ થશે. ભગવાન કળયુગની સમાપ્તિ અને સતયુગના સંધિ કાળમાં ધરતી પર અવતરિત થશે.

શ્રીમદ ભાગવત પુરાણના 12મા સ્કંધના 24મા શ્લોકમાં એવો ઉલ્લેખ કરાયો છેકે, જ્યારે ગુરુ, સૂર્ય અને ચંદ્ર એક સાથે પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે, ત્યારે ભગવાન કલ્કિ અવતાર લેશે. આ વાતને સાચી માનવામાં આવે તો આ ગણતરીના આધારે ભગવાન કલ્કિનો જન્મ શ્રાવણ માસની શુક્લપક્ષની પાંચમી તારીખે થશે. તેથી, દર વર્ષે શ્રાવણ શુક્લ પંચમીના રોજ કલ્કી જયંતિ ઉજવવામાં આવે છે. પુરાણોમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છેકે, કળિયુગના અંતમાં ભગવાન વિષ્ણુ કલ્કિના રૂપમાં ધરતી પર અવતરશે. ધરતી પર આવીને ભગવાન પાપીઓનો નાશ કરશે અને ધરતીને પાપ અને અધર્મથી મુક્ત કરશે. ત્યાર બાદ વિધિવત રીતે સતયુગનો પ્રારંભ થશે. 

કલ્કિ ક્યાં અવતરશે?
કલ્કી અવતાર ક્યાં થશે તેની વાત કરીએ તો કલ્કિ પુરાણ મુજબ ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર સંભલ ગામમાં થશે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુનો 10મો કલ્કી અવતાર ઉત્તર પ્રદેશના મુરાદાબાદ નજીક સ્થિત સંભલ ગામમાં થવાનો છે. એટલા માટે અહીં કલ્કિ ધામ બનાવવામાં આવ્યું છે. આ કલ્કિ ધામના પ્રમુખ દેવતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે. આજે 19 ફેબ્રુઆરી સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે સંભલમાં શ્રી કલ્કી ધામનો શિલાન્યાસ કરશે. કલ્કિ ધામનું નિર્માણ ગુલાબી રેતીના પથ્થરમાંથી કરવામાં આવ્યું છે. આ ભવ્ય મંદિરમાં એક નહીં પરંતુ 10 ગર્ભગૃહ હશે, જેમાં ભગવાન વિષ્ણુના 10 અવતારોની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે.

કલ્કિ અવતારનું સ્વરૂપ કેવું હશે?
'અગ્નિ પુરાણ'ના 16મા અધ્યાયમાં કલ્કિ અવતારને ધનુષ અને બાણ ધરાવનાર ઘોડેસવાર તરીકે દર્શાવવામાં આવ્યો છે. ભગવાન કલ્કિ દેવદત્ત નામના સફેદ ઘોડા પર બેસીને આવશે અને પાપીઓનો નાશ કરશે. કલ્કિ અવતાર 64 કલાઓથી સજ્જ હશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news