માઇન્ડ રીડરની માઇન્ડ બ્લોઇંગ સ્ટોરી: 'જાદુપરી' સુહાની શાહે 7 વર્ષની ઉંમરે કર્યો હતો પ્રથમ શો, 1 ધોરણ પાસ
mind readr suhani shah: સુહાની શાહે કરીના કપૂર, ઝાકિર ખાન, સાયના નેહવાલ અને સંદીપ મહેશ્વરી સહિત ઘણા લોકો સાથે મંચ શેર કરી ચૂકી છે. સુહાનીનું બાળપણથી જ જાદુગર બનવાનું સપનું હતું. પ્રથમ શોથી તે માઈન્ડ રીડિંગના ક્ષેત્રમાં સક્રિય છે.
Trending Photos
Suhani Shah Life Story: આજકાલ માઈન્ડ રીડિંગ ચર્ચામાં છે. આજે અમે તમને એક એવા માઈન્ડ રીડર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને જોઈને જ તમારો આખો ઈતિહાસ વાંચી શકે છે. સૌથી મજાની વાત એ છે કે તેણે વધારે અભ્યાસ પણ કર્યો નથી. જે ફક્ત એક ધોરણ સુધી ભણી છે.
અમે વાત કરી રહ્યા છીએ સુહાની શાહની. સુહાની શાહ નાનપણથી જ આ વ્યવસાયમાં છે. તેમણે પોતાનો પહેલો શો માત્ર 7 વર્ષની ઉંમરે કર્યો હતો. હાલમાં સુહાની 32 વર્ષની છે. તેમનો પહેલો શો વર્ષ 1997માં ગુજરાતના અમદાવાદમાં 'ઠાકોર ભાઈ દેસાઈ' હોલમાં થયો હતો.
એટલું જ નહીં સુહાની શાહ સ્ટેજ શો કરે છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને એકલા ઈન્સ્ટાગ્રામ પર તેના 1.2 મિલિયનથી વધુ યુઝર્સ છે.
આ પણ વાંચો: Rusk Making: ટોસ્ટ બનતા જોશો તો તમે પણ ખાવાનું કરી દેશો બંધ, આ છે બનાવવાની પ્રોસેસ
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરની પણ હોય છે એક્સપાયરી ડેટ, આ રીતે કરો ચેક
આ પણ વાંચો: આ પાંચ દિવસે ના બનાવો ઘરમાં રોટલી, રિસાઇ જશે અન્નપૂર્ણાદેવી
સુહાની શાહે કરીના કપૂર, ઝાકિર ખાન, સાયના નેહવાલ અને સંદીપ મહેશ્વરી સહિત ઘણા લોકો સાથે મંચ શેર કરી ચૂકી છે. સુહાનીનું બાળપણથી જ જાદુગર બનવાનું સપનું હતું. પ્રથમ શોથી તે માઈન્ડ રીડિંગના ક્ષેત્રમાં સક્રિય છે.
આ પણ વાંચો: ફાયદા જાણશો તો વાસી રોટલી ફેંકવાનો જીવ નહી ચાલે, પાડોશી પાસેથી માંગીને પણ લાવશો
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય
સુહાની શાહ પોતાને માઇન્ડ રીડર, કોર્પોરેટ ટ્રેનર, લાઇફ કોચ અને પ્રોફેશનલ હિપ્નોથેરાપિસ્ટ તરીકે વર્ણવે છે. સુહાનીએ 5 પુસ્તકો પણ લખ્યા છે. તે છેલ્લા 20 વર્ષથી વિશ્વના વિવિધ શોમાં તેના શો કરી રહી છે.
તેણી માઈન્ડ રીડિંગની શક્તિને કલા અને મનોવિજ્ઞાનની ઉપજ બતાવે છે. તેમણે મનોવિજ્ઞાનને સમજાવવા માટે લોકો માટે એક પુસ્તક પણ લખ્યું છે. એટલું જ નહીં તે અન્ય જાદુગરોને પણ ટ્રેનિંગ આપી રહી છે.
આ પણ વાંચો: Tips and Tricks: નકલી હીંગ તમને કરી શકે છે બીમાર, આ રીતે જાણો ભેળસેળ છે કે નહી
આ પણ વાંચો: Ghee purity: શું તમારો પરિવાર પણ બનાવટી ઘી ખાય છે? આ સરળ રીતે ઓળખો
આ પણ વાંચો: બાસમતી ચોખા ખાશે ચાડી : આ રીતે કરો ઓળખ, સરકારે નક્કી કર્યા ધારા ધોરણો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે