10 પાસ માટે ઇન્ડિયન એરફોર્સમાં નોકરીની સુવર્ણ તક, જાણો આ પદો માટે કેવી રીતે કરશો અરજી

Indian Air Force Jobs: 10મી પાસ યુવાઓ માટે ઈન્ડિયન એર ફોર્સમાં નોકરી કરવાનો સારામાં સારો મોકો છે. અહીં અગ્નિવીર-વાયુ હાઉસકીપિંગ અને હોસ્પિટાલિટીની બિન-લડાક જગ્યાઓ ભરવામાં આવી રહી છે.અહીં જુઓ એપ્લિકેશન સાથે જોડાયેલી તમામ વિગતો...

10 પાસ માટે ઇન્ડિયન એરફોર્સમાં નોકરીની સુવર્ણ તક, જાણો આ પદો માટે કેવી રીતે કરશો અરજી

Indian Air Force Recruitment 2024: ઈન્ડિયન એર ફોર્સ તરફથી એક ભરતી નોટિફિકેશન જાહેર કર્યું છે. આ મુજબ એરફોર્સે 10મું પાસ યુવાનો માટે ખાલી જગ્યા જાહેર કરી છે. આ ભરતી મારફતે અગ્નિવીર-વાયુ હાઉસકીપિંગ અને હોસ્પિટાલિટીની બિન-લડાક જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ જગ્યાઓ માટે ઑફલાઇન અરજી પ્રક્રિયા ચાલી રહી છે. રસ ધરાવતા ઉમેદવારો વેબસાઇટ agnipathvayu.cdac.in પર જઈને નોટિફિકેશન ચેક કરી શકો છો અને ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. આ રહી વેકેન્સી સાથે જોડાયેલી જરૂરી માહિતી...

માત્ર આ લોકો માટે છે વેકેન્સી
ભારતીય એરફોર્સની આ ભરતી બિન-લડાકૂ એટલે નોન કોમ્બેટેન્ટ પદો માટે છે, જેના માટે રસ ધરાવતા ઉમેદવારો 2જી સપ્ટેમ્બર સુધી અરજી કરી શકે છે. નોટિફિકેશન મુજબ આ ખાલી જગ્યા માટે માત્ર અપરિણીત પુરૂષ ઉમેદવારો જ અરજી કરી શકે છે. એટલું જ નહીં, પસંદ કરાયેલ ઉમેદવારને 4 વર્ષના પ્રારંભિક કાર્યકાળ દરમિયાન લગ્ન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

જરૂરી યોગ્યતા
આ પદો માટે અરજી કરનાર ઉમેદવારને 10મી પાસ હોવું જરૂરી છે.

અરજી માટે એજ લિમિટ
આ પદો માટે માત્ર એ જ ઉમેદવાર અરજી કરી શકે છે, જેનો જન્મ 2 જાન્યુઆરી 2004થી 2 જુલાઈ 2007ની વચ્ચે થયો હોય. આ ઉપરાંત તમામ તબક્કાઓ પાસ કરનાર ઉમેદવારોની ઉંમર નોંધણીની તારીખથી મહત્તમ 21 વર્ષ હોવી જોઈએ.

જરૂરી ડોક્યૂમેન્ટ્સ

  • 10માની માર્કશીટ અને પાર્સિંગ સર્ટિફિકેટ
  • પાસપોર્ટ આકારનો રંગીન ફોટો (6 મહિનાથી વધારે જૂનો નહી)
  • અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી હોય તો માતા પિતા દ્વારા હસ્તાક્ષરિત સોંગદનામું. જો અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોય તો સ્વંય હસ્તાક્ષરિત સોંગદનામું આપવું પડશે. 

અરજી ફી
આ પદો પર ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ કોઈ પણ શુલ્કની ચૂકવણી કરવાની નથી.

પસંદગી પ્રક્રિયા
ઈન્ડિયન એરફોર્સના નોન કોમ્બેટેન્ટ પદો માટે ઉમેદવારોની પસંદગી રિટેન ટેસ્ટ, ફિજિકલ ટેસ્ટ, સ્ટ્રીમ સૂટેબિલિટી ટેસ્ટ, ડોક્યૂમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટના આધાર પર કરવામાં આવશે.
  
આ રીતે કરો ઑફલાઇન અરજી 

  • ઑફલાઇન મોડમાં અરજી કરવા માટે સૌ પ્રથમ ઉમેદવારોએ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવું પડશે.
  • હવે તમામ વિગતો દાખલ કરીને કાળજીપૂર્વક અરજી ફોર્મ ભરો.
  • પછી તમામ જરૂરી દસ્તાવેજોની ફોટો કોપી એટેચ કરો.
  • હવે નોટિફિકેશનમાં દર્શાવેલ નિયત સરનામે ફોર્મ મોકલો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news