Corona Virus: કોરોનાથી થયેલા મોતના વળતર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, હવે કેન્દ્ર સરકાર કરશે આ કામ
કોરોના મહામારીમાં સંક્રમણથી થયેલા મોત બાદ પરિજનોને વળતર ચૂકવવાની વાત કરવામાં આવી હતી. જે હેઠળ લોકો વળતર મેળવવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા. આવામાં અનેક લોકોએ રકમ મેળવવા માટે ખોટા દાવા કરવાના શરૂ કર્યા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે. જેને જોતા હવે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય કર્યો છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના મહામારીમાં સંક્રમણથી થયેલા મોત બાદ પરિજનોને વળતર ચૂકવવાની વાત કરવામાં આવી હતી. જે હેઠળ લોકો વળતર મેળવવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા. આવામાં અનેક લોકોએ રકમ મેળવવા માટે ખોટા દાવા કરવાના શરૂ કર્યા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે. જેને જોતા હવે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય કર્યો છે.
કેન્દ્રને મળી મંજૂરી
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોરોનાથી મોતનું વળતર મેળવવા માટે ખોટા દાવા દાખલ થયાના આરોપોની તપાસ માટે મંજૂરી આપી દીધી છે. જે હેઠળ આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં દાખલ થયેલા 5 ટકા દાવાની સમીક્ષા કરવામાં આવશે.
60 દિવસમાં કરો દાવો
આ બાજુ સુપ્રીમ કોર્ટે 28 માર્ચ સુધી કોરોનાથી થનારા મોતના વળતરનો દાવો કરવાની સમયમર્યાદા 60 દિવસ નક્કી કરી છે. ભવિષ્યમાં થનારા મોતનું વળતર મેળવવા માટે દાવો પણ 90ની અંદર જ કરવાનો રહેશે.
4 રાજ્યોમાં થશે તપાસ
સુપ્રીમ કોર્ટે મંજૂરી આપ્યા બાદ કેન્દ્ર સરકાર 4 રાજ્યોમાં 5 ટકા વળતરના દાવાની ખરાઈ કરી શકે છે. આ દાવાની સંખ્યા અને નોંધાયેલા મોત વચ્ચે ઘણું અંતર છે. આવામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કોરોનાના વળતર માટે ખોટા દાવા દાખલ થયાની તપાસ માટે મંજૂરી આપી દીધી છે. આ ચાર રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળ સામેલ છે.
Supreme Court sets 60-day deadline for claims for deaths upto March 28, 2022, and 90 days for future claimants to claim Rs 50,000 ex gratia compensation.
— ANI (@ANI) March 24, 2022
કોરોનાની દેશમાં સ્થિતિ
કોરોનાની દેશમાં સ્થિતિની વાત કરીએ તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 1,938 કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 67 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2,531 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા પણ થયા છે. હાલ દેશમાં કોરોનાના 22,427 દર્દીઓ સારવાર હેઠળ છે. ડેઈલી પોઝિટિવિટી રેટ 0.29% ટકા છે. અત્યાર સુધીમાં કુલ 5,16,672 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે.
WHO ની ચેતવણી
કોરોનાની સ્થિતિ ભલે સુધરી હોય તેવું લાગે પણ દુનિયાના અનેક દેશોમાં કોરોના સંક્રમણ ફરીથી વધવા લાગ્યું છે. આ બધા વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું કે જ્યાં સુધી દેશના તમામ લોકો રસીકરણની પ્રક્રિયા પૂરી ન કરી લે ત્યાં સુધી દુનિયા વધતા કોવિડ-19 સંક્રમણ અને તેની સામે આવી રહેલા નવા વેરિએન્ટ સામે લડતી રહેશે.
મહામારી ગઈ નથી
WHO ના ડાઈરેક્ટર જનરલ ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયિયસે કહ્યું કે આપણે બધા મહામારીથી આગળ વધવા માંગીએ છીએ. આપણે તેને ગમે તેટલી દૂર કરી લઈએ પણ આ મહામારી ગઈ નથી. જ્યાં સુધી તમામ દેશ રસીકરણથી કવર ન થઈ જાય ત્યાં સુધી આપણે સંક્રમણના વધવા અને નવા વેરિએન્ટના જોખમનો સામનો કરતા રહીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે