Tata એ લોન્ચ કરી 6.42 લાખની નવી કાર, 40 હજાર સસ્તી મળશે, જાણો દમદાર ફિચર્સ વિશે
Tata ફેસલિફ્ટેડ Tiago NRG ને ઓગસ્ટ 2021 માં રિલોન્ચ કર્યું હતું અને આ ફક્ત સંપૂર્ણ રેતે લોડેડ XZ વેરિએન્ટમાં ઉપલબ્ધ હતી. હવે એક નવું વ્યાજબી વર્જન છે જે કિંમતને લગભગ 40,000 સુધી ઓછી કરી દે છે.
Trending Photos
Tata Tiago NRG XT variant: ટાટા મોટર્સે પોતાની હેચબેક કાર Tiago NRG નું નવું XT વેરિએન્ટ લોન્ચ કર્યું છે. કંપનીએ Tata Tiago NRG XT વેરિએન્ટની કિંમત 6.42 લાખ રૂપિયા (એક્સ શો રૂમ) રાખી છે. ટાટા મોટર્સે ગત વર્ષે ટિયાગોના NRG વર્જનને રજૂ કર્યું હતું. તેને ખાસકરીને યુવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યું હતું. હવે કંપનીએ એક વર્ષ પુરૂ થતાં તેના વેરિએન્ટને રજૂ કર્યું છે.
Tata ફેસલિફ્ટેડ Tiago NRG ને ઓગસ્ટ 2021 માં રિલોન્ચ કર્યું હતું અને આ ફક્ત સંપૂર્ણ રેતે લોડેડ XZ વેરિએન્ટમાં ઉપલબ્ધ હતી. હવે એક નવું વ્યાજબી વર્જન છે જે કિંમતને લગભગ 40,000 સુધી ઓછી કરી દે છે.
આવા છે XT એ પોતાના નવા XT વેરિએન્ટમાં 14 ઇંચ હાઇપરસ્ટાઇલ વ્હીલ, 3.5 ઇંચનું ઇંફોટેનમેંટ સિસ્ટમ, સ્ટીયરિંગ-માઉંટેડ કંટ્રોલ, હાઇટ એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ અને ફ્રંટ ફોગ લેંપ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત 'રેગુલર' XT વેરિએન્ટને પણ 14-ઇંચના હાઇપરસ્ટાઇલ વ્હીલ્સ, હાઇટ એડજેસ્ટબલ ડ્રાઇવર સીટ અને રિયર પાર્સલ શેલ્ફ જેવા ફીચર્સ સાથે અપડેટ કરવામાં આવ્યા છે.
ટિયાગો એનઆરજી પોતાની સાઇડ ક્લૈડિંગ રૂફ એલ, ચારકોલ બ્લેક ઇંટીરિયર કલર સ્કીમ અને 181 મીમી ગ્રાઉન્ડ ક્લીયરન્સ સાથે યુવાનોને વધુ આકર્ષિત કરી શકે છે. આ સાધારણ Tiago થી 37 મિમી લાંબી છે. એન્જીનની વાત કરીએ તો તેમાં 1.2 લીટર, નેચરલી એસ્પિરેટેડ, 3-સિલિન્ડર પેટ્રોલ એન્જીન છે જે 84 bhp ની પાવર અને 113 Nm નું ટાર્ક આપે છે. એન્જીનને 5-સ્પીડ મેન્યુઅલ સાથે 5-સ્પીડ એએમટી સાથે જોડાયેલા છે.
નવા ટાટા ટિયાગો એનઆરજી એક્સટી વેરિએન્ટમાં બ્લેક-આઉટ બી-પિલર, રિયર પાર્સલ શેલ્ફ, પેસેન્જર સાઇડ પર વેનિટી મિરર આપવામાં આવે છે. તમને જણાવી દઇએ ટિયાગો એનઆરજીને ગત વર્ષે રજૂ કરવામાં આવી હતી. તેને ઓગસ્ટ 2021 માં અપડેટ મળ્યું હતું. રેગ્યુલર ટિયાગોના મુકાબલે તેમાં શાર્પ હેડલેમ્પ અને અલગ પ્રકારની ડિઝાઇન ગ્રિલ છે. તેના ફ્રન્ટ અને રિયર બંપર પણ અલગ દેખાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે