Skin to Skin Contact વાળા બોમ્બે હાઇકોર્ટના નિર્ણય પર Supreme Court એ લગાવ્યો પ્રતિબંધ
જસ્ટિસ ગનેડીવાલા (Justice Pushpa Ganediwala) એ પોતાના નિર્ણયમાં કહ્યું કે 'વક્ષને અડવાનું કૃત્ય શીલ ભંગ કરવાની મંશાથી કોઇ મહિલા/છોકરીના પ્રત્યે આપરાધિક બળ પ્રયોગ છે.'
Trending Photos
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ બોમ્બે હાઇકોર્ટ (Bombay High Court) ના તે વિચિત્ર નિર્ણય પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેમાં એક કિશોરના બ્રેસ્ટને સ્કીન ટૂ સ્કીન ટચ (Skin to Skin Contact) વિના પોક્સો એક્ટ (Pocso Act) ના દાયરામાં રાખી ન શકાય. હાઇકોર્ટ આ વિવાદિત નિર્ણય વિરૂદ્ધ યૂથ બાર એસોસિએશને સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં અરજી દાખલ કરી હતી. સોશિયલ મીડિયા પર પણ લોકોએ આ નિર્ણય પર આશ્વર્ય વ્યક્ત કર્યું.
શું હતો નિર્ણય
તમને જણાવી દઇએ કે બોમ્બે હાઇકોર્ટ (Bombay High Court) નાગપુર પીઠની જસ્ટિસ પુષ્મા ગનેડીવાલા (Justice Pushpa Ganediwala)એ 19 જાન્યુઆરીના રોજ આ આદેશ મંજૂર કર્યો હતો. કોર્ટે પોતના નિર્ણયમાં કહ્યું કે યૌન હુમલા (Sexual Assault)નું કૃત્ય ગણવા માટે 'યૌન મંશાથી ત્વચાથી ત્વચાનો સંપર્ક હોવો' જરૂરી છે. તેમણે પોતાના ચૂકાદામાં કહ્યું કે ફક્ત અડવું યૌન હુમલાની પરિભાષામાં આવતું નથી. બોમ્બે હાઇ કોર્ટ (Bombay High Court) એ ચૂકાદો વર્ષની એક કિશોરી સાથે થયેલા અપરાધની સુનાવણી બાદ આપ્યો.
યૌન હુમલાની પરિભાષા?
જસ્ટિસ ગનેડીવાલા (Justice Pushpa Ganediwala) એ પોતાના નિર્ણયમાં કહ્યું કે 'વક્ષને અડવાનું કૃત્ય શીલ ભંગ કરવાની મંશાથી કોઇ મહિલા/છોકરીના પ્રત્યે આપરાધિક બળ પ્રયોગ છે.' કોર્ટે પોતાના ચૂકાદામાં કહ્યું કે યૌન હુમલાની પરિભાષામાં 'શારીરિક સંપર્ક' પ્રત્યક્ષ હોવું જોઇએ એટલે કે સીધો શારીરિક સંપર્ક હોવું જોઇએ. કોર્ટે કહ્યું કે 'સ્પષ્ટરૂપથી વકીલની વાત સાચી નથી કે અરજીકર્તાએ તેનું ટોપ હટાવ્યું અને તેના વક્ષસ્થળને અડક્યો. આ રીતે સંભોગ વિના યૌન મંશા સાથે સીધો શારીરિક સંપર્ક થયો નથી.
સેશન કોર્ટનો નિર્ણય બદલ્યો
જસ્ટિસ ગનેડીવાલા (Justice Pushpa Ganediwala) એ આ કેસમાં સેશન કોર્ટના નિર્ણયમાં ફેરફાર કર્યો. તે નિર્ણયમાં સત્ર કોર્ટે 12 વર્ષીય છોકરીનું યૌન ઉત્પીડન (Sexual Assault) કરવા માટે 39 વર્ષીય વ્યક્તિને ત્રણ વર્ષની સજા સંભળાવી હતી. બંને સજાઓ સાથે-સાથે ચાલવાની હતી. જોકે હાઇકોર્ટે આરોપીને પોક્સો કાનૂન હેઠળ ગુનામાંથી મુક્ત કરી દીધા. જોકે IPC ની કલમ 354 હેઠળ તેની સજા યથાવત રાખી.
સુપ્રીમ કોર્ટે માંગ્યો જવાબ
ભારતના મુખ્ય ન્યાયાધીશ (Chief Justice Of India) એસએ બોબડે (Sharad Arvind Bobde)ની અધ્યક્ષતાવાળી એક પીઠે હાઇકોર્ટના નિર્ણય પર રોક લગાવતાં કેસના આરોપીઓને નોટીસ જાહેર કરી છે. સાથે જ બે અઠવાડિયામાં આરોપીઓ સાથે પ્રતિક્રિયા માંગી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે