સુષમા સ્વરાજથી PM મોદીને લઇને થઇ મોટી ભૂલ, Twitter પર માંગી માફી

વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પોતાની આ ટિપ્પણીને લઇને ટ્વિટર પર માફી માંગી, જેમાં તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેંદ્ર મોદીએ નેપાળના જનકપુરના પોતાના તાજેતરના પ્રવાસ પર લાખો 'ભારતીયો'ને સંબોધિત કર્યા. 

સુષમા સ્વરાજથી PM મોદીને લઇને થઇ મોટી ભૂલ, Twitter પર માંગી માફી

નવી દિલ્હી: વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પોતાની આ ટિપ્પણીને લઇને ટ્વિટર પર માફી માંગી, જેમાં તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેંદ્ર મોદીએ નેપાળના જનકપુરના પોતાના તાજેતરના પ્રવાસ પર લાખો 'ભારતીયો'ને સંબોધિત કર્યા. નેપાળના એક સાંસદ સહિત ટ્વિટરના અન્ય યૂજર્સ દ્વારા જ્યારે તેમનું ધ્યાન દોરવામાં આવ્યું તો જનકપુરમાં તેમણે નેપાળી લોકોને સંબોધિત કર્યા હતા ના કે ભારતીયોને, ત્યારબાદ સુષમા સ્વરાજે ટ્વિટ કરી માફી માગી હતી.

તેમણે ટ્વિટ કર્યું, 'આ મારા તરફથી ભૂલ થઇ હતી. હું પુરી ગંભીરતાથી તેના માટે માફી માંગું છું,' સુષમા સ્વરાજે એનડીએની ચોથી વર્ષગાંઠના અવસર પર એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે મોદી પહેલાં કોઇપણ વડાપ્રધાને આટલા મોટાપાયે ભારતીય પ્રવાસીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો નથી.

સુષમા સ્વરાજે કહ્યું અમે ડોકલામ પર નિષ્ફળ થયા નથી
આ પહેલાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજે એનડીએ સરકારની વિદેશ નીતિને લઇને વિપક્ષની ટીકાઓને નકારી કાઢતાં કહ્યું કે કોંગ્રેસના શાસન દરમિયાન મંત્રાલય કેટલાક સંભ્રાંત લોકોનું મંત્રાલય હતું, જ્યારે ગત ચાર વર્ષોમાં આ સામાન્ય જનતાનું મંત્રાલય બની ગયું છે.

ભારતના સહયોગી રૂસની પાકિસ્તાન સાથે નિકટતા વધતાં અને ડોકલામમાં ચીનના નિર્માણ કાર્ય કરવાના મુદ્દે સરકાર વિફળ હોવાના વિપક્ષના આરોપોને સુષમા સ્વરાજે નકારી કાઢ્યા હતા. 

'ચાર વર્ષમાં વર્ષમાં મંત્રાલય સુધી સામાન્ય જનતાની પહોંચ વધી'
સુષમા સ્વરાજે સંવાદદાતા સંમેલન દરમિયાન કહ્યું કે કોંગ્રેસના શાસન દરમિયાન મંત્રાલય કેટલાક સંભ્રાંત લોકોનું મંત્રાલય હતું, જ્યારે ગત ચાર વર્ષોમાં સામાન્ય જનતા પણ તેની સાથે જોડાઇ છે.

— Sushma Swaraj (@SushmaSwaraj) May 28, 2018

તેમણે કહ્યું કે 'અમે વિદેશ નીતિમાં લોકોને જોડવાની દિશામાં કામ કર્યું છે. અસંવદનશીલ લોકો તેની મજાક ઉડાવે છે. તે લોકોને પૂછો જે વિદેશોમાં ફસાયેલા છે. તેમને (કોંગ્રેસને) આ વાત ત્યારે સમજાશે, જ્યારે તેમનું ત્યાં ફસાઇ જશે.'

સુષમાએ કહ્યું કે એનડીએ સરકારે વિદેશ મંત્રાલયમાં સામાન્ય જનતાને કેંદ્રમાં રાખીને કામ કરનાર મંત્રાલય બનાવ્યું છે. ડોકલામના સંબંધમાં તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે રાજકીય ઉપાયો અને વાતચીતના માધ્યમથી વિવાદને ઉકેલવા માટે ભારતની પ્રશંસા કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news