Sushma Swaraj ના Birthday પર પુત્રી Bansuri Swaraj નું ઇમોશન પોસ્ટ, કહ્યું- 'કેક હવે લાગે છે ફીકી'

બાંસુરી સ્વરાજ (Bansuri Swaraj) એ ટ્વીટ કરીને કહ્યું 'Happy Birthday માં...કેક હવે ફીકી લાગે છે. સ્નેહ અને કરૂણાનું માનવીય રૂપ સુષમા સ્વરાજ. આવો આપણે કોઇની મદદ કરીએ અને માતાન જન્મદિવસ સાથે ઉજવીએ.'

Sushma Swaraj ના Birthday પર પુત્રી Bansuri Swaraj નું ઇમોશન પોસ્ટ, કહ્યું- 'કેક હવે લાગે છે ફીકી'

નવી દિલ્હી: આજે 14 ફેબ્રુઆરીના 2021 ના રોજ ભારતની પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપ (BJP) ની દિવંગત નેતા સુષમા સ્વરાજની જન્મ જયંતિ (Sushma Swaraj's Birthday) છે. સુષમા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજ (Bansuri Swaraj) એ પોતાની માતાના જન્મદિવસના અવસર પર એક ઇમોશનસલ પોસ્ટ કરી અને લોકોમાંથી માતાનો જન્મદિવસ મનાવવાની અપીલ કરી. 

બાંસુરી સ્વરાજ (Bansuri Swaraj) એ ટ્વીટ કરીને કહ્યું 'Happy Birthday માં...કેક હવે ફીકી લાગે છે. સ્નેહ અને કરૂણાનું માનવીય રૂપ સુષમા સ્વરાજ. આવો આપણે કોઇની મદદ કરીએ અને માતાન જન્મદિવસ સાથે ઉજવીએ.'

બાંસુરી સ્વરાજ પોતાની માતાના આજના દિવસે દુનિયામાં ન હોવાથી દુખી જોવા મળી. પોતાની સુષમા સ્વરાજના જન્મદિવસે એક જૂના ફોટા સાથે ટ્વીટ કર્યું. આ ફોટામાં સુષમા સ્વરાજની સાથે પુત્રી બાંસુરી સ્વરાજ પણ છે. એવું લાગી રહ્યું છે કે જન્મદિવસ પર કેક કાપતાં પહેલાં આ ફોટો ખેંચવામાં આવ્યો. 

स्नेह और करुणा का मानवीय रूप है @SushmaSwaraj। आइए हम सब आज कीसी की मदद करें और माँ का जन्मदिन साथ मनाएं। #sushmaswaraj pic.twitter.com/GKeWl6xitb

— Bansuri Swaraj (@BansuriSwaraj) February 13, 2021

આવી હતી સુષમા સ્વરાજ
સુષમા સ્વરાજએ ભારતની વિદેશમંત્રીના રૂપમાં પોતાના ઉલ્લેખનીય કામો અને પડકારજનક નિર્ણયોના કારણે તે પોતાની એક અલગ ઓળખ બનાવી. તેમનો સ્વભાવ તેજસ્વી, અવાજ દમદારા અને વ્યક્તિત્વ ગરિમાપૂર્ણ હતું. તેમનાથી પ્રભાવિત થયા વિના કોઇ રહી ન શકે. સુષમા સ્વરાજ પોતાના જીવનકાળમાં 7 વખત સાંસદ અને 3 વાર ધારાસભ્ય રહી.
 
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news