નવી T-18 ટ્રેન 25 ડિસેમ્બરથી દોડશે નવી દિલ્હી-વારાણસી રૂટ પર, સ્પીડ રહેશે 160 કિમી

ટ્રેનની ટ્રાયલ દરમિયાન રવિવારે જ્યારે ટ્રેને 180 કિમી પ્રતિ કલાકની ઝડપ પાર કરી તો ટ્રેનમાં લાડુ વહેંચવામાં આવ્યા હતા 

નવી T-18 ટ્રેન 25 ડિસેમ્બરથી દોડશે નવી દિલ્હી-વારાણસી રૂટ પર, સ્પીડ રહેશે 160 કિમી

કોટાઃ પ્રથમ સ્વદેશી ડિઝાઈન ટ્રેન-18ની ટ્રાયલ રવિવારે કોટા જંક્શન અને કુરલાસી સ્ટેશન વચ્ચે 180 કિમી પ્રતિ કલાકની ઝડપનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. હવે આ ટ્રેનને 25 ડિસેમ્બરના રોજ લોન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ટ્રેનને નવી દિલ્હી-વારાણસી રૂટ પર દોડાવાની સંભાવના અધિકારીઓએ વ્યક્ત કરી છે. 

રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, "ક્રિસમસના રોજ દિવંગત વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ પણ છે. જો એ દિવસે અમે ટ્રેન લોન્ચ કરવામાં સફળ રહીએ છીએ તો આ દેશના મહાન રાજનેતાને શ્રદ્ધાંજલિ હશે." આ ટ્રેન રૂ.100 કરોડના ખર્ચે બની છે, એટલે તેનું ભાડું પણ સામાન્ય કરતાં વધુ હશે. અધિકારીએ જણાવ્યું કે, તેની લોન્ચ તારીખ અને ભાડા અંગેનો નિર્ણય કરવાનો હજુ બાકી છે. 

નવી દિલ્હીથી સવારે 6 કલાકે શરૂ થશે 
પાઈલટ પ્રોજેક્ટ અુસાર આ ટ્રેન નવી દિલ્હી સ્ટેશનેથી સવારે 6.00 કલાકે ઉપડશે અને બપોરે 2.00 કલાક સુધી વારામસી પહોંચવાની આશા છે. તે વારાણસીથી 2.30 કલાકે પ્રસ્થાન કરશે અને રાત્રે 10.30 કલાકે રાષ્ટ્રીય રાજધાની પહોંચી જશે. પરિક્ષણમાં ટ્રેને ભલે 180 પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી હોય, પરંતુ તેને 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવામાં આવશે. 

વિશ્વસ્તરની સુવિધાઓ ધરાવતી આ ટ્રેનમાં મુસાફરો માટે વાઈફાઈ, ટચ ફ્રી બાયો-વેક્યુમ શૌચાલય, એલઈડી લાઈટિંગ, મોબાઈલ ચાર્જ કરવાની સુવિધા રહેશે. આ સાથે હવામાન પ્રમાણે ટ્રેનનું તાપમાન નક્કી કરવા માટે તેમાં ક્લાઈમેટ કન્ટ્રોલ સિસ્ટમ પણ છે. 16 કોચ ધરાવતી આ ટ્રેનમાં 52 સીટ સાથે બે એક્ઝિક્યુટીવ ડબ્બા હશે અને ટ્રેલર કોચમાં 78 સીટ હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news