અપમાનનો બદલો લેવા માટે બનાવવામાં આવી હતી આલિશાન, ભવ્ય 'તાજ હોટલ', વિગતો જાણી ગર્વ કરશો

દુનિયાભરમાં પોતાની અનોખી ઓળખ બની ચૂકેલી તાજ હોટલ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખુબ મશહૂર છે. પણ શું તમને ખબર છે કે એક ભારતીયના અપમાનનો બદલો લેવા માટે આ હોટલનું નિર્માણ થયેલું છે?

અપમાનનો બદલો લેવા માટે બનાવવામાં આવી હતી આલિશાન, ભવ્ય 'તાજ હોટલ', વિગતો જાણી ગર્વ કરશો

નવી દિલ્હી: દુનિયાભરમાં પોતાની અનોખી ઓળખ બની ચૂકેલી તાજ હોટલ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખુબ મશહૂર છે. પણ શું તમને ખબર છે કે એક ભારતીયના અપમાનનો બદલો લેવા માટે આ હોટલનું નિર્માણ થયેલું છે? તાજ હોટલ દુનિયાની મજબૂત હોટલ બ્રાન્ડ તરીકે ખ્યાતિ ધરાવે છે. ખાસ જાણો તાજ હોટલ વિશે આ રસપ્રદ માહિતી...

આ રીતે લીધો હતો અપમાનનો બદલો
આજે દુનિયાભરના પર્યટકો વચ્ચે પોતાની ખાસ ઓળખ ઊભી કરનારી આ હોટલ બ્રાન્ડ વિશે તમે જાણશો તો ગર્વ કરશો. આ હોટલ એક અપમાનનો બદલો લેવા માટે બનાવવામાં આવી તી. ટાટા સમૂહના સંસ્થાપક જમશેદજી ટાટાએ તાજની પહેલી હોટલ 1903માં બનાવડાવી હતી. તાજ હોટલ દુનિયાની મજબૂત હોટલ બ્રાન્ડ તરીકે ખ્યાતિ ધરાવે છે. 

આ એ સમયની વાત છે જ્યારે જમશેદજી ટાટા બ્રિટન ગયા હતા. એવું કહેવાય છે કે અહીં તેમને તેમના એક વિદેશી મિત્રએ એક હોટલમાં મળવા માટે બોલાવ્યા હતા. ટાટા ગ્રુપની વેબસાઈટ પર રજુ થયેલી માહિતી મુજબ જ્યારે જમશેદજી પોતાના મિત્રને મળવા માટે તે હોટલમાં પહોંચ્યા તો મેનેજરે તેમને અંદર જતા રોક્યા. મેનેજરનું કહેવું હતું કે અમે ભારતીયોને અંદર આવવાની મંજૂરી આપતા નથી. ભારતીયોને અંદર આવવા પર પ્રતિબંધ છે. 

જમશેદજી ટાટાને આ માત્ર પોતાનું જ નહીં પરંતુ સમગ્ર ભારતનું અપમાન લાગ્યું. તેઓ આ અપમાનને સહન કરી શક્યા નહીં અને તેમણે નક્કી કરી લીધુ કે તેઓ એક એવી હોટલ બનાવશે જ્યાં ભારતીયો જ નહીં પરંતુ વિદેશીઓ પણ આવીને રહેશે. તે પણ કોઈ જ રોકટોક વગર. તેઓ એક એવી હોટલ બનાવશે જે સમગ્ર દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર બનશે. 

બ્રિટનથી મુંબઈ આવ્યા બાદ તેમણે મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાની સામે પહેલી તાજ હોટલનું નિર્માણ કાર્ય શરૂ કરી દીધુ. આ હોટલ દરિયાની બિલકુલ સામે બની. જે બ્રિટિશ હોટલમાંથી જમશેદજી ટાટાને ભારતીય હોવાના કારણે કાઢી મૂકવામાં આવ્યા હતા આજે તે જ દેશના લોકો જ્યારે પણ  ભારત આવે છે ત્યારે મોટાભાગે તાજ હોટલમાં જ રહેવાનું પસંદ કરે છે. 

મજબૂત બ્રાન્ડ
અત્રે જણાવવાનું કે બ્રાન્ડ ફાઈનાન્સના 'હોટલ્સ-50 2021' રિપોર્ટ મુજબ તાજ હોટલને દુનિયાની સૌથી મજબૂત બ્રાન્ડ જાહેર થયેલી છે. આ રિપોર્ટ મુજબ તાજ હોટલ કોરોના મહામારીના દોરમાં સામે આવેલા તમામ પડકારો સામે મજબૂતાઈથી લડી. આ જ કારણ છે કે તેને સૌથી મજબૂત બ્રાન્ડની સૂચિમાં ટોચ પર રાખવામાં આવી છે. 

આ સૂચના આ વર્ષે 25 જૂનના રોજ ટાટા સમૂહની હોસ્પિટાલિટી શાખા ઈન્ડિયન હોટલ્સ કંપની લિમિટેડે આપી હતી. આ અગાઉ 2016માં તાજને એક નવી ઉપલબ્ધિ મળી હતી અને ત્યારે તે 38માં સ્થાને હતી. કંપનીએ પોતાના રિપોર્ટમાં પણ જણાવ્યું હતું કે આ માપદંડો મુજબ 29.6 કરોડ ડોલર બ્રાન્ડ મૂલ્યવાળા તાજ 100માંથી 89.3ના બ્રાન્ડ મજબૂતી સૂચકઆંક (બીએસઈ) અને એએએ બ્રાન્ડ મજબૂતાઈ રેટિંગ સાથે દુનિયાની સૌથી મજબૂત હોટલ બ્રાન્ડ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news