ભારતમાં લોન્ચ થયો મોટોરોલાનો જોરદાર Moto E40 સ્માર્ટફોન, દમદાર બેટરી સાથે મળશે ખાસ ફીચર્સ

કંપનીએ આ ફોનને 4જીબી રેમ અને 64જીબી ઇન્ટરનલ સ્ટોરેજની સાથે લોન્ચ કર્યો છે. તેની કિંમત 9499 રૂપિયા છે. ફોનની સેલ 17 ઓક્ટોબરે ફ્લિપકાર્ટ પર શરૂ થશે. આ ફોન બે કલર ઓપ્શન પિંક ક્લે અને કાર્બન ગ્રેમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 

ભારતમાં લોન્ચ થયો મોટોરોલાનો જોરદાર Moto E40 સ્માર્ટફોન, દમદાર બેટરી સાથે મળશે ખાસ ફીચર્સ

નવી દિલ્હીઃ મોટોરોલાએ ભારતમાં પોતાના નવા સ્માર્ટફોન Moto E40 ને લોન્ચ કરી દીધો છે. કંપનીએ આ ફોનને 4જીબી રેમ અને 64જીબી ઇન્ટરનલ સ્ટોરેજની સાથે લોન્ચ કર્યો છે. તેની કિંમત 9499 રૂપિયા છે. ફોનની સેલ 17 ઓક્ટોબરે ફ્લિપકાર્ટ પર શરૂ થશે. આ ફોન બે કલર ઓપ્શન પિંક ક્લે અને કાર્બન ગ્રેમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનમાં 5000mAh બેટરી અને 48 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરા સિવાય અનેક ધાંસૂ ફીચર આપવામાં આવ્યા છે. ફોનની કિંમત 9500 રૂપિયાથી ઓછી છે. આવો જાણીએ વિગત...

મોટો E40 ના ફીચર અને સ્પેસિફિકેશન
ફોનમાં કંપની 720x1600 પિક્સલ રેઝોલ્યુશનની સાથે 6.5 ઇંચની એચડી+  IPS LCD Max Vision ડિસ્પ્લે ઓફર કરવામાં આવી રહી છે. આ ડિસ્પ્લે 20:9 આસ્પેક્ટ રેશિયો અને 90Hz ના રિફ્રેશ રેટની સાથે આવે છે. કંપનીએ આ ફોનને સિંગલ વેરિએન્ટ 4જીબી રેમ અને 64જીબીના ઇન્ટરનલ સ્ટોરેજની સાથે રજૂ કર્યો છે. ફોનની મેમરીને જરૂર પડવા પર માઇક્રો એસડી કાર્ડની મદદથી 1TB સુધી વધારી શકાય છે. પ્રોસેસર તરીકે આ ફોનમાં ઓક્ટા-કોર Unisoc T700 ચિપસેટ જોવા મળશે. 

ફોટોગ્રાફી માટે ફોનના રિયરમાં એલઈડી ફ્લેશની સાથે ત્રણ કેમેરા લાગ્યા છે. તેમાં 48 મેગાપિક્સલના પ્રાઇમરી સેન્સરની સાથે એક 2 મેગાપિક્સલનો મેક્રો અને એક 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. તો સેલ્ફી માટે ફોનમાં તમને 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો જોવા મળશે. 

IP52 વોટરપ્રૂફ ડિઝાઇનની સાથે આવનાર આ ફોનમાં ફેસ-અનલોક અને ફિંગરપ્રિન્ટ રીડર ફીચર પણ આપવામાં આવ્યા છે. એન્ડ્રોઇડ 11 ઓએસ પર કામ કરનાર આ ફોનમાં કંપની 5000mAh ની બેટરી ઓફર કરી રહી છે. કંપનીનો દાવો છે કે ફુલ ચાર્જ કરવા પર આ બેટરી 40 કલાક સુધી બેકઅપ આપી શકે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G VOLTE, વાઈ-ફાઈ 802.11 a/b/g/n, બ્લૂટૂથ 5.0, એસયૂબી અને 3.5mm હેડફોન જેક જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news