તાજ મહેલમાં ગુંજશે શ્રીરામ નામ: વિપક્ષે હોબાળો કર્યો મુસ્લિમ મંત્રીએ આપ્યો જવાબ
યોદી આદિત્યનાથ અને રાજ્યપાલને પણ આમંત્રણ આપવામાં આવ્યુ: પહેલીવાર રામનામથી થશે સમારંભનો આરંભ
- 18થી 27 ફેબ્રુઆરી સુદી શિલ્પગ્રામમાં યોજાશે તાજ મહોત્સવ
- ઉદ્ધાટન માટે પ્રદેશનાં મુખ્યમંત્રી યોગીને આમંત્રીત કરાયા
- તાજ મહોત્સવ માટે શિલ્પગ્રામમાં તૈયારીઓ પણ ચાલુ કરાઇ
Trending Photos
આગરા : યૂપીમાં સરકાર બદલ્યાનો પ્રભાવ આ વર્ષે તાજોત્સવ પર પણ જોવા મળશે. પહેલી વાર તાજ મહોત્સવની શરૂઆત ભગવાન રામ પર આધારિત નૃત્ય નાટિકાનાં મંચનથી થવા જઇ રહ્યું છે. 18થી 27 ફેબ્રુઆરી સુધી શિલ્પગ્રામમાં આયોજીત થનારા તાજ મહોત્સવનાં ઉદ્ધાટન માટે આયોજન સમિતીએ ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ રામ નાઇક અને પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આમંત્રીત કર્યા છે. તાજ મહોત્સવ માટે શિલ્પગ્રામમાં પણ તૈયારીઓ ચાલુ થઇ ચુકી છે.
તાજ મહોત્સવ આયોજન સમિતીએ 18 ફેબ્રુઆરીએ ઉદ્ધાટન પ્રસંગે શ્રીરામ ભારતી કલા કેન્દ્ર દ્વારા ભગવાન રામ પર આધારિત નૃત્ય નાટિકાનું મંચન નક્કી કર્યું છે. 19 ફેબ્રુઆરીએ લોક ગાયિકા માલિની અવસ્થી નો પ્રોગ્રામ થશે. 20 ફેબ્રુઆરીએ બોલિવુડ નાઇટ છે. 21 ફેબ્રુઆરીએ કવ્વાલી ગાયક અસલમ સાબરી, 22 ફેબ્રુઆરીએ પુણેનું બ્લેક એન્ડ વ્હાઇટ ગ્રુપ જુના ગીતો પર આધારિત પ્રોગ્રામ રજુ કરશે. 23 ફેબ્રુઆરીએ મુશાયરા અને 24 ફેબ્રુઆરીએ કવિ સમ્મેલન થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજ મહોત્સવનું 27મું આયોજન છે. પહેલીવાર એવું થઇ રહ્યુ છે જ્યારે મહોત્સવની શરૂઆત શ્રીરામનાં મંચન સાથે થશે. જે મુદ્દે રાજ્યમાં રાજનીતિક ચાલુ થઇ ચુકી છે. એક તરફ જ્યારે ભાજપ શ્રીરામ નામથી શરૂઆતને શુભ ગણાવી રહી છે. જ્યારે સપા તેની ઘોર નિંદા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, તાજમહેલનાં વિશ્વનાં અજુબાઓ પૈકી એક છે તેના પર રાજનીતિ ન થવી જોઇએ.
આગરામાં તાજ મહોત્સવમાં રામ નાટિકાનાં મંચન પર જી મીડિયાએ જ્યારે યોગી સરકારનાં મંત્રી મોહસિન રજા સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે, આગરા તાજ મહોત્સવમાં રામ નાટિકાનું મંચન નહી થાય તો શું પાકિસ્તાનમાં થશે. રામ અમારા આદર્શ છે. જો વિપક્ષ તેનું મંચન પાકિસ્તાનમાં કરાવી શકે છે તો કરાવે. અમે ત્યાં પણ તેમની સાથે જઇશું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે