'તાલિબાન અમને કાશ્મીર જીતાડી દેશે', ઈમરાન ખાનની પાર્ટીના નેતાનો Video થયો વાયરલ
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા સાથે પાકિસ્તાને હવે સપના જોવાના શરૂ કરી દીધા છે. ઈમરાન ખાનના નેતાઓને એવું લાગે છે કે હવે કાશ્મીર તેમનું થઈ શકે છે.
Trending Photos
ઈસ્લામાબાદ: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા સાથે પાકિસ્તાને હવે સપના જોવાના શરૂ કરી દીધા છે. ઈમરાન ખાનના નેતાઓને એવું લાગે છે કે હવે કાશ્મીર તેમનું થઈ શકે છે. સત્તાધારી પાર્ટી પીટીઆઈના નેતા નીલમ ઈરશાદ શેખ (Neelam Irshad Sheikh) નું કહેવું છે કે તાલિબાન પાકિસ્તાનની સાથે છે. તાલિબાન આવશે અને કાશ્મીર જીતીને પાકિસ્તાનને સોંપી દેશે. અત્રે જણાવવાનું કે તાલિબાનને પાકિસ્તાનનો ભરપૂર સાથ મળ્યો છે. અફઘાનિસ્તાન પર કબજા બાદ પાકિસ્તાની આતકીઓની વાપસીની ખબરો પણ વહેતી થઈ છે.
પાક નેતાએ આ શું બફાટ માર્યો?
એક પાકિસ્તાની ટીવી ચેનલની ડિબેટમાં સામેલ થયેલા નીલમ ઈરશાદ શેખે કહ્યું કે ઈમરાન સરકાર બન્યા બાદ પાકિસ્તાનનું માન વધ્યું છે. તાલિબાન કહે છે કે અમે તમારી સાથે છીએ અને ઈંશા અલ્લાહ તેઓ આપણને કાશ્મીર ફતેહ કરાવી આપશે. ઈમરાન ખાનના નેતાની વાત સાંભળીને ડિબેટમાં સામેલ દરેક વ્યક્તિ સ્તબ્ધ થઈ ગયા. તેમને સમજમાં જ ન આવ્યું કે નીલમ આ શું બોલી રહ્યા છે.
એંકરના સવાલ પર હોશ ઉડ્યા
ત્યારબાદ એંકરે જ્યારે તેમને પૂછ્યું કે તાલિબાન તમને કાશ્મીર અપાવશે, એવું તમને કોણે કહ્યું? તેના પર નીલમ ગોળ ગોળ જવાબ આપવા લાગ્યા. તેમણે આ સવાલથી બચવાનો પણ પ્રયત્ન કર્યો. પરંતુ એંકર તેમને પાછા મૂળ સવાલ પર લાવ્યા. જેના પર તેમણે કહ્યું કે 'ભારતે આપણા ટુકડા કર્યા છે અને અમે ફરીથી જોડાઈ જઈશું. અમારી સેના પાસે પાવર છે, સરકાર પાસે પાવર છે, તાલિબાન આપણો સાથ આપે છે કારણ કે જ્યારે તેમની સાથે જુલ્મ થયા હતા ત્યારે અમે તેમનો સાથ આપ્યો હતો. હવે તે આપણને સાથ આપશે.'
After selling the chooran of invading Kashmir for 75 years, now Pakistan should hope that Taliban wins Kashmir for them? 🤷🏻♀️ pic.twitter.com/YvETuuS264
— Naila Inayat (@nailainayat) August 24, 2021
ISI રચી શકે છે ષડયંત્ર
નીલમ ઈરશાદ શેખ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને ઈમરાન ખાનની નીકટ ગણાય છે. તેમના નિવેદનોથી સમજી શકાય છે કે ISI તાલિબાનના સહારે ભારત વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે. જો કે કાશ્મીર અંગે તેમનું આ સપનું ક્યારેય પૂરું થઈ શકશે નહીં. પાકિસ્તાની એંકરને પણ આ વાતનું ભાન હતું એટલે તેમણે નીલમને વારંવાર એ અહેસાસ અપાવવાનો પ્રયત્ન કર્યો કે તેઓ પોતાની સાથે સમગ્ર દેશની કિરકિરી કરાવી રહ્યા છે. પરંતુ નીલમ તો ચૂપ થવાની જગ્યાએ બસ બોલતા જ ગયા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે