રાફેલ ડીલ પર શરદ પવારે કર્યો PM મોદીનો બચાવ, તો પાર્ટીના દિગ્ગજ નેતાએ છેડો ફાડ્યો

લોકસભા સાંસદ અને એનસીપીના રાષ્ટ્રીય મહાસચિવ તારિક અનવરે આજે પોતાના લોકસભા સાંસદ પદેથી રાજીનામું આપી દીધુ છે.

રાફેલ ડીલ પર શરદ પવારે કર્યો PM મોદીનો બચાવ, તો પાર્ટીના દિગ્ગજ નેતાએ છેડો ફાડ્યો

કટિહાર: લોકસભા સાંસદ અને એનસીપીના રાષ્ટ્રીય મહાસચિવ તારિક અનવરે આજે પોતાના લોકસભા સાંસદ પદેથી રાજીનામું આપી દીધુ છે. તારિક અનવરે આ સાથે જ એનસીપી પાર્ટીમાંથી પણ રાજીનામું આપી દીધુ છે. તારિક અનવરે આજે કટિહારમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે રાફેલ ડીલ પર એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર દ્વારા પીએમ મોદીના બચાવમાં ગઈ કાલે આપવામાં આવેલા નિવેદનથી વ્યથિત થઈને મેં રાજીનામું આપ્યું છે. 

તારિક અનવરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે તેમણે પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપવાની સાથે સાથે કટિહાર લોકસભા સીટથી પણ રાજીનામું આપી દીધુ છે. તેમણે કહ્યું કે આગળનો નિર્ણય તેઓ દિલ્હી ગયા પછી લેશે. 

તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી સંપૂર્ણ રીતે રાફેલ ડીલમાં લિપ્ત છે અને તેઓ હજુ સુધી પોતાને નિર્દોષ સાબિત કરવામાં અસફલ રહ્યાં છે. ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ દ્વારા આ અંગે અપાયેલા નિવેદનથી રાફેલ ડીલમાં કૌભાંડની પુષ્ટિ થાય છે. 

तारिक अनवर

તેમણે કહ્યું કે આવામાં પાર્ટી અધ્યક્ષ શરદ પવાર દ્વારા વડાપ્રધાનના બચાવમાં ઉતરવાની વાતથી તેઓ સંપૂર્ણ રીતે અસહમત છે. એ પૂછવા પર કે તેઓ કઈ પાર્ટીમાં જશે? તેમણે જવાબ આપ્યો કે હજુ આ મામલે કોઈ નિર્ણય લીધો નથી. કાર્યકર્તાઓ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. 

અત્રે જણાવવાનું કે એક મરાઠી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પવારે કહ્યું હતું કે તેમને નથી લાગતું કે લોકોને રાફેલ ડીલ પર મોદીની નિયત પર કોઈ શંકા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news