રાજીનામું

Tushar Chaudhary has been given the responsibility of South Zone MLA PT6M7S

દક્ષિણ ઝોનના MLA ની જવાબદારી તુષાર ચૌધરીને સોંપાઇ

Tushar Chaudhary has been given the responsibility of South Zone MLA

Jun 6, 2020, 12:10 PM IST

કમલનાથે રાજીનામું આપતા પહેલા શિવરાજને ફોન કરીને કહ્યાં હતાં આ ખાસ શબ્દો, જાણો કેમ?

સત્તા માટે એક બીજાના જીવના દુશ્મન દેખાતા નેતાઓ સંબંધોને લઈને ખુબ સચેત હોય છે એ કમલનાથે સાબિત કરી દીધુ. જ્યારે કમલનાથ રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપવા જઈ રહ્યાં હતાં ત્યારે તે પહેલા તેમણે ફક્ત સોનિયા ગાંધી, અને કોંગ્રેસના નેતાઓને જ આ જાણકારી નહતી આપી પરંતુ વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને પણ ફોન કરીને જણાવ્યું હતું કે તેઓ રાજીનામું આપવા જઈ રહ્યાં છે. પરંતુ કમલનાથે આમ કેમ કર્યું તે સમજવા માટે તમારે ડિસેમ્બર 2018ની એક ઘટના જાણવા ફ્લેશબેકમાં જવુ પડશે. 

Mar 21, 2020, 08:04 AM IST
NCP_MLA_Kandhal_Jadeja_endorsed_BJP_17032020 PT7M56S

કોંગ્રેસનાં આંતરિક ડખા વચ્ચે સાથી પછોએ પલાયન ચાલુ કર્યું...

રાજ્યસભા ચૂંટણીને લઇને કોંગ્રેસમાં ઝગડો ચરમસીમા પર છે. જેના કારણે ન માત્ર તેનાં ધારાસભ્યો પલાયન થઇ રહ્યા છે પરંતુ સાથી ધારાસભ્યો પણ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. એનસીપીનાં ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા પણ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરતા કોંગ્રેસ માટે વધારે એક ઝટકો સાબિત થયો છે.

Mar 17, 2020, 06:15 PM IST
Congress_suspends_5_MLAs_16032020 PT1M27S

કોંગ્રેસે લાફો મારી ગાલ લાલ રાખ્યો: રાજીનામુ આપી ચુકેલા ધારાસભ્યોને સસ્પેંડ કર્યા...

કોંગ્રેસે લાફો મારી ગાલ લાલ રાખ્યો: રાજીનામુ આપી ચુકેલા ધારાસભ્યોને સસ્પેંડ કર્યા હતા. બિલાડી પોતાના બચોળીયાને ફેરવે તે પ્રકારે હાલ કોંગ્રેસ પોતાનાં ધારાસભ્યોને ફેરવી રહી છે ત્યારે જતી આબરૂને બચાવવા માટે કોંગ્રેસે રાજીનામું આપી ચુકેલા ધારાસભ્યોને સસ્પેંડ કર્યા હતા.

Mar 16, 2020, 07:25 PM IST

અબડાસાના ધારાસભ્યે પ્રદ્યુમનસિંહ જાડેજાએ આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ...

ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી ચાર સીટોને લઈ રાજકારણ ગરમાયું છે. તેવામાં તમામ અટકળોને અંતે રાજ્યના પ્રથમ અબડાસા મતવિસ્તારના ધારાસભ્યે સત્તાવાર રાજીનામું ધરી દીધું છે, જેને લઈને અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા

Mar 16, 2020, 06:30 PM IST
Resignation By Congress MLA Pravin Maru PT14M11S

કોંગ્રેસના પાંચમાં ધારાસભ્યનું રાજીનામું

ગુજરાતમાં કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ થયેલી જોવા મળી રહી છે. રાજ્યસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યાં ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યો ધડાધડ રાજીનામા આપવા માંડ્યા છે. મળતી માહિતી મુજબ ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારુએ અંગત કારણોસર બે દિવસ પહેલા રાજીનામું આપી દીધુ હોવાના અહેવાલો છે.

Mar 15, 2020, 07:20 PM IST

માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર Bill Gates એ આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ

સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટએ કહ્યું કે બિલ ગેટ્સએ સ્વાસ્થ્ય, વિકાસ અને શિક્ષા જેવા સામાજિક અને પરોપકારી કાર્યોને વધુ સમય આપવા માટે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી દૂર થવાનો નિર્ણય કર્યો છે. જોકે તે કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) સત્ય નડેલા અને અન્ય ટોચના અધિકારીઓના ટેક્નોલોજીના સલાહકાર બની રહેશે. 

Mar 14, 2020, 06:55 PM IST
Narhari amin resign planning commission PT2M28S

આયોજન પંચના ઉપાધ્યક્ષ પદ પરથી નરહરિ અમીનનું રાજીનામું

આયોજન પંચના ઉપાધ્યક્ષ પદ પરથી નરહરિ અમીને રાજીનામું આપ્યું.

Mar 13, 2020, 12:20 PM IST
EDITOR'S POINT: Jyotiraditya Scindia Joins BJP PT24M42S

EDITOR'S POINT: જ્યોતિરાદિત્ય સિંધિયાનો ભાજપમાં પ્રવેશ

મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા રાજકીય સંકટની વચ્ચે કોંગ્રસમાંથી રાજીનામું આપનારા જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાઈ ગયા છે... જ્યોતિરાદિત્યની એન્ટ્રીની સાથે જ હવે આખો સિંધિયા પરિવાર ભાજપમાં આવી ગયો છે... જ્યોતિરાદિત્યના દાદી વિજયા રાજે સિંધિયા આ પાર્ટીમાં હતા... જ્યારે તેમના બંને ફોઈ યશોધરા રાજે અને વસુંધરા રાજે પણ ભાજપમાં છે.... ત્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપમાં જોડાઈને દાદી વિજયારાજેનું સપનું પૂરું કર્યું...

Mar 11, 2020, 10:15 PM IST
Fatafat News: More News Including Jyotiraditya Scindia Joining BJP PT22M37S

ફટાફટ ન્યૂઝ: જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાયા સહિતના જુઓ અન્ય સમાચાર...

કોંગ્રેસનો હાથ છોડી ચૂકેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી છે. તેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ પાર્ટીમાં સામેલ કર્યાં. પાર્ટીમાં સામેલ થતા જ સિંધિયાએ કહ્યું કે સૌથી પહેલા પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાજીનો આભાર વ્યક્ત કરીશ. તેમણે મને પોતાના પરિવારમાં જગ્યા આપી. આ ઉપરાંત સિંધિયાએ એમ પણ કહ્યું કે મધ્ય પ્રદેશમાં હાલ ટ્રાન્સફર ઉદ્યોગ ચાલી રહ્યો છે. એક માફિયા ચલાવી રહ્યો છે.

Mar 11, 2020, 05:05 PM IST
Jyotiraditya Scindia Joins BJP PT17M16S

જ્યોતિરાદિત્ય સિંધિયા જોડાયા ભાજપમાં, જુઓ Video

કોંગ્રેસનો હાથ છોડી ચૂકેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી છે. તેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ પાર્ટીમાં સામેલ કર્યાં. પાર્ટીમાં સામેલ થતા જ સિંધિયાએ કહ્યું કે સૌથી પહેલા પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાજીનો આભાર વ્યક્ત કરીશ. તેમણે મને પોતાના પરિવારમાં જગ્યા આપી. આ ઉપરાંત સિંધિયાએ એમ પણ કહ્યું કે મધ્ય પ્રદેશમાં હાલ ટ્રાન્સફર ઉદ્યોગ ચાલી રહ્યો છે. એક માફિયા ચલાવી રહ્યો છે.

Mar 11, 2020, 04:30 PM IST
poltical issue on CM Vijay rupani's Madhya pradesh sentence PT11M59S

વિજય રૂપાણીના મધ્ય પ્રદેશ નિવેદન પર વાતાવરણ ગરમાયું

રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હોવાના નિવેદન બાદ કોંગ્રેસના ધારાસભ્યો તેનો જવાબ આપી રહ્યા છે. વિરજી ઠુંમરે કહ્યું કે મુખ્યમંત્રી કોંગ્રેસના એ ધારાસભ્યોના નામ જાહેરમાં કહે, જેણે ભાજપનો સંપર્ક કર્યો હોય. સાથે જ તેમણે કહ્યું કે ભાજપ પહેલા પોતાનું ઘર સંભાળે. તો કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ મુખ્યમંત્રીના નિવેદન પર પલટવાર કર્યો છે. નૌશાદ સોલંકીએ કહ્યું કે દેશની સમસ્યાથી લોકોના ભ્રમિત કરવાનો પ્રયાસ ભાજપ કરી રહ્યું છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે મુખ્યમંત્રી પોતાની ચિંતા કરે, તેમણે કોંગ્રેસની સમીક્ષા કરવાની જરૂર છે.

Mar 11, 2020, 02:25 PM IST
congress leader amit chavda on CM vijay rupani PT6M5S

સીએમ રૂપાણીના મધ્ય પ્રદેશના નિવેદન પર અમિત ચાવડાએ આપ્યો વળતો જવાબ

મધ્ય પ્રદેશમાં રાજકીય ભૂકંપ પર CM રૂપાણીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. સીએમ રૂપાણીએ કહ્યું કે, દરેક રાજ્યોમાં કોંગ્રેસમાં અસંતોષ છે. જ્યોતિરાદિત્યએ વ્યાજબી નિર્ણય કર્યો છે. કોંગ્રેસ શાસિત તમામ રાજ્યોમાં અસંતોષ ચાલી રહ્યો છે. ત્યારે સીએમ રૂપાણીના નિવેદન પર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે, વિજયભાઈ કોંગ્રેસની ચિંતા કર્યા વગર પ્રજાએ તમને જેના માટે મેન્ડેટ આપ્યો છે તે કામ સારું કરો. ગુજરાતના ખેડૂતો, બિનસચિવાલય પરીક્ષા, દારૂબંધી, ભ્રષ્ટાચાર વગેરે મુદ્દે ધ્યાન આપવાની જરૂર છે.

Mar 11, 2020, 01:25 PM IST
today Jyotiraditya scindia will join bjp PT6M34S

બ્રેકિંગ : આજે જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાશે

મધ્યપ્રદેશના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયા આજે 12:30 કલાકે ભાજપમાં જોડાશે. જોકે, તેઓ કેટલા ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાશે તે હજી સામે આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે તેમણે કોંગ્રેસમાઁથી રાજીનામુ આપ્યું હતું. આ સાથે જ 22 ધારાસભ્યો પણ તેમની સાથે હોવાનું સામે આવ્યું છે.

Mar 11, 2020, 12:20 PM IST
CM Vijay Rupani on Madhya Pradesh Political crisis PT1M3S

મધ્ય પ્રદેશમાં રાજકીય ભૂકંપ પર CM રૂપાણીએ આપ્યું નિવેદન

મધ્ય પ્રદેશમાં રાજકીય ભૂકંપ પર CM રૂપાણીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. સીએમ રૂપાણીએ કહ્યું કે, દરેક રાજ્યોમાં કોંગ્રેસમાં અસંતોષ છે. જ્યોતિરાદિત્યએ વ્યાજબી નિર્ણય કર્યો છે. કોંગ્રેસ શાસિત તમામ રાજ્યોમાં અસંતોષ ચાલી રહ્યો છે.

Mar 11, 2020, 12:10 PM IST
political history of scindia family in Madhya Pradesh PT8M18S

સિંધિયા પરિવાર અને રાજકારણ એક સિક્કાની બે બાજુ છે

સિંધીયા પરિવાર વર્ષોથી રાજકારણમાં સક્રિય રહ્યો છે. મધ્ય પ્રદેશમાં ઘણાં નાટકિય વળાંક પછી કોંગ્રેસની સરકાર બની અને અચાનક ફરી એકવાર નાટકિય વળાંક આવતા કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે. માધવરાય સિંધિયાના પુત્ર અને કોંગ્રેસના મજબૂત નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ અંતે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખી પક્ષને મોટો ઝટકો આપ્યો છે. તેમની સાથે અન્ય 22 ધારાસભ્યોએ પણ પક્ષમાંથી રાજીનામુ આપતાં મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે.

Mar 11, 2020, 10:05 AM IST
congress will send MLAs to Jaipur PT3M42S

#MPPoliticalCrisis : કોંગ્રેસ પોતાના ધારાસભ્યો ભાજપની પહોંચથી બચાવવા જયપુર લઈ જશે

રાજકીય સંકટથી બચવા મધ્યપ્રદેશ સરકાર ભારે મથામણ કરી રહી છે. આજે 11 વાગ્યે જયપુર કોંગ્રેસ ધારાસભ્યોનું વિશેષ વિમાન જયપુર પહોંચશે. જયપુર એરપોર્ટના સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે, ભોપાલથી ધારાસભ્યોનું વિશેષ વિમાન જયપુર જશે. કોંગ્રેસના 88 અને 4 અપક્ષ ધારાસભ્યોને જયપુર મોકલાશે. ધારાસભ્યોને જયપુરના બ્યૂના વિસ્તા રિસોર્ટમાં રખાય તેવી સંભાવના છે. મહારાષ્ટ્રના કોંગ્રેસી ધારાસભ્યોને પણ આ જ રિસોર્ટમાં રખાયા હતા. આમેરના કુંડામાં બ્યૂના વિસ્તા રિસોર્ટ આવેલ છે. જયપુરમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતની ટીમે મોરચો સંભાળ્યો છે. હોટલમાં સુરક્ષા વ્યવસ્થાનો વિેશેષ સૂચના અપાઈ છે.

Mar 11, 2020, 10:00 AM IST