tauktae

વાવાઝોડાને ગયે 17 દિવસો થઈ ગયા, પણ 75 ગામડાઓમાં હજી પણ લાઈટ નથી આવી

17 મેના રોજ ગુજરાતમાં આવ્યું અને 18 તારીખે પાછું ગયું. તૌકતે વાવઝોડાને પસાર થઈને 17 થી વધુ દિવસો થઈ ગયા છે. તેમ છતાં હજી પણ 70-75 ગામડાઓમા લાઈટો નથી આવી. આ વાત ખુદ ઉર્જા મંત્રી સૌરભ પટેલે સ્વીકારી છે. 

Jun 4, 2021, 02:02 PM IST

અમરેલી જિલ્લાના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકસાનનો કેન્દ્રીય સચિવોની ટીમે કર્યો સર્વે

કોવાયા ખાતે વાવાઝોડા (Cyclone) ને લીધે નષ્ટ થયેલા કૃષિ પાકો જેવા કે બાજરી-જુવાર-તલ અને કેરી-નાળિયેરી-ચીકુ-લીંબુ વગેરે જેવા બાગાયતી પાકોને થયેલા નુકસાન, પાક વીમો વગેરેની માહિતી ગામના સરપંચ કાળુભાઈ લાખણોત્રાએ કેન્દ્રીય ટીમને આપી હતી. 

May 28, 2021, 06:29 PM IST

વાવાઝોડાથી વૃક્ષોને મોટું નુકસાન, તેથી સરકાર એક્શન પ્લાન બનાવીને વૃક્ષારોપણ કરશે

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતાએ કેબિનેટ બેઠક મળી હતી. જેમાં વાવાઝોડા અને કોરોના સંદર્ભે કેબિનેટમાં વ્યાપક ચર્ચાઓ કરવામાં આવી હતી. કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીએ વાવાઝોડા બાદની કામગીરી અંગે જણાવ્યું કે, 17મી રાત્રે વાવાઝોડું આવ્યું હતું અને 18મી રાત્રે વાવાઝોડું રાજસ્થાન તરફ ગયું હતું. લગભગ 25 26 કલાક ગુજરાતને ચીરીને વાવાઝોડું પસાર થયં હતું. પવનની ગતિ 220 કિલોમીટરથી શરૂ કરી અને ૬૦ કિલોમીટર સુધીની હતી. સદનસીબે મોટી ખુમારી થઈ નથી. ગુજરાતમાં નાના કર્મચારીથી માંડીને દરેકે દિવસ-રાત કડક પગે ઉભા રહીને જે વ્યવસ્થાઓ બનાવી તેને કારણે નુકસાનમાંથી બહાર નીકળ્યા છે. તમામ કર્મચારીઓને અભિનંદન અને ધન્યવાદ છે. 

May 26, 2021, 01:16 PM IST

ગુજરાતના 36 શહેરોમાં કરફ્યૂનો સમય ઘટાડાયો, જાણો ક્યારથી અમલ થશે

  • જે રીતે ગુજરાતમાં કેસ ઘટી રહ્યા છે તે રીતે સરકાર દ્વારા નિયંત્રણો પર પણ છૂટછાટ આપવામાં આવી રહ્યા છે
  • વેપારીઓના સંદર્ભમાં છૂટછાટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમનો બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય રહેશે

May 26, 2021, 12:33 PM IST

આજે ગાંધીનગરમાં મળશે કેબિનેટ બેઠક, ખેડૂતોને સહાય માટે થઈ શકે છે મોટી જાહેરાત

  • બાગાયતમાં થયેલા નુકસાનને લઈ કૃષિ મંત્રીને રિવ્યુ બેઠક અનેક રજૂઆતો મળી છે. બાગાયતમાં થયેલા નુકશાનમાં પ્રતિ હેક્ટર સહાય 1 લાખ સુધી આપવા રજુઆત કરાઈ

May 26, 2021, 10:02 AM IST

Cyclone Tauktae: 17 મેના બોટ દરિયામાં ડૂબે તે પહેલાનો Video આવ્યો સામે, જોઈને કંપી ઉઠશે હૃદય

તૌકતે વાવાઝોડાને કારણે 17 મેના રોજ ટગબોટ વરપ્રદા દરિયામાં ડૂબી ગઈ હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. 17 મેના રોજ બાર્જ P305 અને ટગબોટ વરપ્રદા ડૂબી ગયા હતા, આ બંને પર કુલ 274 લોકો સવાર હતા

May 25, 2021, 08:27 PM IST

Tauktae બાદ હવે 'Cyclone Yaas' મચાવી શકે છે તબાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

તૌક્તે વાવાઝોડા (Cyclone Tauktae) માંથી દેશ હજુ બહાર નિકળ્યો નથી કે એક બીજા ચક્રવાતનો સળવળાટ શરૂ થઇ ગયો છે. આ વખતે દેશના પૂર્વી તટ નજીક બંગાળની ખાડીમાં 'યાસ' વાવાઝોડું (Cyclone Yaas) આવવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

May 20, 2021, 10:16 PM IST

Cyclone Tauktae Rescue: 'Barge P305' જહાજમાંથી નેવીને મળ્યા 14 મૃતદેહ, હજુ 63 લોકો ગૂમ

જહાજમાં ફસાયેલા 261 લોકોમાંથી અત્યાર સુધીમાં 184 લોકોને બચાવી લેવાયા છે. જ્યારે 63 લોકો હજુ પણ ગૂમ છે અને તેમને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. 

May 19, 2021, 10:56 AM IST

મોરારિબાપુ વાવાઝોડાના અસરગ્રસ્તોને કરશે 50 લાખની સહાય

ગુજરાતના તટીય વિસ્તારોમાં તાકતે વાવાઝોડાને લીધે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને ઘર વખરીની નુકશાની થી માંડીને અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડ્યો છે.

May 18, 2021, 11:07 PM IST

Cyclone Tauktae: સબ સ્ટેશનમાં પાણી ભરાયા, વાવાઝોડાના લીધે 3850 ગામોમાં છવાયો અંધારપટ

વાવાઝોડા (Cyclone) ને કારણે ઝાડ પડવાના અને વીજળીના થાંભલા પડી જવાના બનાવો વધુ બન્યા છે, પરિણામે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. રાજ્યના 5951 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને મંગળવારે સાંજ સુધીમાં તે પૈકીના 2,101 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત્ ચાલુ થઇ ગયો છે.

May 18, 2021, 10:29 PM IST

અમદાવાદ થી ગાંધીનગર જઇ રહ્યા છો તો આ ન્યૂઝ વાંચી લો, રૂટ થયો છે ડાયવર્ટ

ગાંધીનગર (Gandhinagar) માં પવન સાથે વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગ પ્રમાણે અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું તૌક્તે વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે, તેમ છતાં ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે.

May 18, 2021, 07:45 PM IST

Cyclone Tauktae: તૌક્તે વાવાઝોડાને કારણે સમગ્ર રાજ્યમાં એસટી બસ સેવા બંધ કરાઇ

ભારતીય હવામાન ખાતા દ્વારા ધ સિવિયર સાયક્લોન સ્ટ્રોમ (તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન) ''તાઉ-તે'' સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે. તે મુજબ આ સ્ટ્રોમ આજે બપોરે 3:30 કલાકે રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તાર ઉપર કેન્દ્રિત થયેલું છે. જે અમદાવાદથી દક્ષિણ પશ્ચિમે 75 કિ.મી., દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં સુરેન્દ્રનગરથી 40 કિલોમીટર જયારે ડીસાથી દક્ષિણ પશ્ચિમે 190 કિલોમીટરના અંતરે સ્થિત છે. 

May 18, 2021, 06:05 PM IST

Cyclone Tauktae: જાણો વાવાઝોડાની લેટેસ્ટ સ્થિતિ શું છે, સાણંદમાં 2ના મોત

અમદાવાદમાં પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના પગલે લાઇટના થાંભલા, ઝાડ અને હોર્ડિંગ પડવાની ઘટના સામે આવી છે. અમદાવાદના પ્રહલાદ નગર વિસ્તારમાં થાંભલો ધરાશાયી થતાં લાઇટો ગૂલ થઇ ગઇ છે.

May 18, 2021, 05:22 PM IST

ચોમાસા પહેલાં અમદાવાદનો આ વિસ્તાર બોટમાં ફેરવાયો, પૂર્વ વિસ્તારની સ્થિતિ બગડી

તૌક્તે વાવાઝોડા (Tauktae Cyclone) એ ધારણા કરતા વધુ તબાહી સર્જી છે. માત્ર સૌરાષ્ટ્ર (Saurashtra) ના જ જિલ્લાઓ નહિ, પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ તેની અસર દેખાઈ છે.

May 18, 2021, 04:06 PM IST

તૌકતેએ મચાવી તબાહી: મુંબઈથી આવેલો આ Video જેણે જોયો તેના હાજા ગગડી ગયા

ચક્રવાતી તોફાન તૌકતેએ ગુજરાત અગાઉ ગોવા, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કહેર વર્તાવ્યો. ભીષણ ચક્રવાત સોમવારે રાતે ગુજરાતના સૌરાષ્ટ્ર કાંઠે ટકરાયું અને આ દરમિયાન 185 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી પવન  ફૂંકાયો. હવામાન ખાતા મુજબ વાવાઝોડું તૌકતે ગુજરાત માટે છેલ્લા 23 વર્ષમાં ટકરાયેલું સૌથી વિનાશકારી સાબિત થયું છે. 

May 18, 2021, 02:20 PM IST

Cyclone Tauktae નો કહેર, મુંબઈના સમુદ્રમાં ફસાયેલા જહાજ 'બાર્જ P305' માંથી 177 લોકોનું રેસ્ક્યૂ, 273 હતા સવાર

તોફાનના કારણે બાર્જ P305 જહાજ સમુદ્રમાં ફસાયેલું હતું જેમાં કુલ 273 લોકો સવાર હતા. 

May 18, 2021, 11:23 AM IST

વલસાડ જિલ્લામાં કેરીના પાકને નુકસાન, ખેડૂતો રોવાનો વારો આવ્યો

ગયા વર્ષે લોકડાઉન (Lockdown) અને આ વખતે પણ મીની લોકડાઉન જેવો માહોલ અને ત્યારબાદ હવે આ તૌક્તે (Tauktae) આફતને પગલે બદલાયેલા વાતાવરણને કારણે ખેડૂતોને ડબલ માર સહન કરવાનો વારો આવ્યો છે.

May 17, 2021, 04:07 PM IST

વાવાઝોડાને લઇને તંત્રનું આગોતરા આયોજન, કોરોનાના દર્દીઓને જરાપણ નહી પડે તકલીફ

રાજ્યભરની ૧૪૦૦ થી વધુ કોવિડ હોસ્પિટલોમાં દરદીઓને સારવારમાં કોઇ વિક્ષેપ ન પડે તે માટે ડી.જી. સેટ અને પાવર બેક અપ તૈયાર રાખવા આરોગ્ય વિભાગે સૂચનાઓ આપી છે. ૭૪૪ આરોગ્ય ટીમો તૈનાત છે. 

May 17, 2021, 02:32 PM IST

આટલી સ્પીડે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તૌક્તે, સીએમએ કહ્યું, વાવાઝોડું બદલી શકે છે દિશા

વાવાઝોડું મુંબઈ (Mumbai) ની પશ્ચિમે 150 કિલોમીટર, દીવના દક્ષિણ-દક્ષિણપૂર્વ દરિયાકાંઠાથી આશરે 220 કિલોમીટર, વેરાવળ બંદરના દક્ષિણપૂર્વ દિશાથી આશરે 260 કિલોમીટર તથા પાકિસ્તાનના કરાંચી બંદરના પૂર્વ-દક્ષિણપૂર્વ દિશાથી લગભગ 490 કિલોમીટરના અંતરે છે. 

May 17, 2021, 11:50 AM IST

રાજયના 17 જિલ્લાના 655 સ્થાળાંતર કરવા પાત્ર ગામોમાંથી 1 લાખથી વધુ નાગરિકોનું સ્થાળાંતર કરાયુ

એક અંદાજ પ્રમાણે આ વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે આજે એટલે કે; તા.17 મૅ, 2021ના રોજ પોરબંદર અને ભાવનગર (Bhavnagar) ના મહુવા વચ્ચેથી મોડી સાંજે 8.00થી રાત્રિના 11.00 કલાક (2000-2300 IST) દરમિયાન પસાર થાય તેવી પ્રબળ સંભાવના છે.

May 17, 2021, 11:13 AM IST