OTT ના ક્ષેત્રમાં ડિશ ટીવીની ક્રાંતિકારી પહેલ, વૉચો OTT પ્લાન "વન હૈ તો ડન હૈ" લૉન્ચ

Watchos one hai to done hai plan launched: ટેકનોલોજી ક્ષેત્રે ઝીની વધુ એક છલાંગ. હવે તમારા મોબાઈલ અને ટીવીમાં ઓટીપીના માધ્યમથી મનોરંજનમાં થશે ભરપુર વધારો. આજનો યુગ ઓટીટીનો છે. ત્યારે ડિશ ટીવી ઈન્ડિયા પોતાની અનોખી પહેલથી ઓટીટી પ્લેટફોર્મ સાથે જોડાવાનો દ્રષ્ટિકોણ બદલી રહ્યું છે. ડિશ ટીવીએ આજે રાજસ્થાનની રાજધાની જયપુરમાં ઓટીટી મનોરંજનનું એકમાત્ર ઠેકાણું વૉચો વન લોન્ચ કર્યું.

OTT ના ક્ષેત્રમાં ડિશ ટીવીની ક્રાંતિકારી પહેલ, વૉચો OTT પ્લાન "વન હૈ તો ડન હૈ" લૉન્ચ

Watchos one hai to done hai plan launched: ઓટીટીના ક્ષેત્રમાં ડિશ ટીવીએ ક્રાંતિકારી પહેલા કરી છે. વોચોનો ઓટીટી પ્લાન... વન હૈ તો ડન હૈ લોન્ચ થયો છે. જેનાથી દેશ અને દુનિયાના ફેમસ ઓટીટી કન્ટેન્ટ વૉચો વન પર મળશે. આજનો યુગ ઓટીટીનો છે. ત્યારે ડિશ ટીવી ઈન્ડિયા પોતાની અનોખી પહેલથી ઓટીટી પ્લેટફોર્મ સાથે જોડાવાનો દ્રષ્ટિકોણ બદલી રહ્યું છે. ડિશ ટીવીએ આજે રાજસ્થાનની રાજધાની જયપુરમાં ઓટીટી મનોરંજનનું એકમાત્ર ઠેકાણું વૉચો વન લોન્ચ કર્યું. ઓટીટી પ્લાન વૉચો વન હૈ તે ડન હૈનું રાજસ્થાનમાં લોન્ચિંગ થવાની સાથે ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા, યૂપી સહિતના રાજ્યોમાં ઓટીટી લવર્સ માટે એક પ્લેટફોર્મ પર દેશ અને દુનિયાનું કન્ટેન્ટ મળશે.

વૉચોની તરફથી ડિઝની પ્લસ હોટ સ્ટાર, ઝી5, સોની લિવ, લાઈન્સગેટ પ્લે, હોઈચોઈ, ક્લિક, ચૌપાલ અને ઓહો ગુજરાતીના ઓટીટી કન્ટેન્ટ એક જ મોડેલમાં ઉપલબ્ધ થશે. જેની સાથે સબસ્ક્રાઈબર્સ 35થઈ વધુ આકર્ષક વેબ સીરીઝ, યૂજીસી કન્ટેન્ટ, સ્નેકેબલ શો અને વૉચો એક્સક્લુઝિવથી લઈને લાઈવ ટીવી સહિતની ઓરિજિનલ કન્ટેન્ટની વિશાળ લાઈબ્રેકીનો લાભ પણ સબસ્ક્રાઈબરને મળશે.

આ મામલે માહિતી આપતા ડિશ ટીવી અને વૉચોના કોર્પોરેટ માર્કેટિંગ હેડ સુખપ્રીત સિંહે કહ્યું કે, ડિશ ટીવી પોતાના પ્લાનનો વિસ્તાર કરવા જઈ રહ્યું છે. કારણ કે વૉચોને મનોરંજનનું સંપૂર્ણ સ્થાન બનાવવા માટે તેઓ વધારે ઓટીટી પ્લેટફોર્મ્સ લઈને આવી રહ્યા છે. જેથી ભારતી ઓટીટી દર્શકોને નવું કન્ટેન્ટ પીરસવા માટેની તમામ પ્લેટફોર્મ વચ્ચેની રેસ ખતમ થશે. વૉચોની નવી ઓટીટી એગ્રીગેશન સર્વિસ વન હૈ તો ડન હૈ પોતાના વચન પર ખરી ઉતરશે. અનુભવને વધુ સારો બનાવવા માટે એક જ જગ્યા પર વધુમાં વધુ કન્ટેન્ટ માટે સરળ પ્લાન અને એક જ વાર પેમેન્ટની સુવિધા મળશે. શરૂઆતની ઑફરમાં સીમિત સમય માટે ડિશ ટીવી, ડી2એચ અને સિટી કેબલના ગ્રાહકને આ સુવિધા વધારાના ચાર્જ વિના મળશે.

શરૂઆતમાં ચાર સબસ્ક્રિપ્શન પ્લાન ગ્રાહકો માટે લાવવામાં આવશે. આવનારા દિવસોમાં અન્ય ઓટીટી પ્લેટફોર્મ પણ વૉચો સાથે જોડાઈ શકે છે. 49, 99, 199 અને 499 રૂપિયાનું શરૂઆતી શુલ્ક આપીને વૉચો વનની સેવાઓનો લાભ લઈ શકે છે. તહેવારની સિઝનમાં એક મહિના માટે સબસ્ક્રિપ્શન મફતમાં આપવામાં આવશે. વૉચો વાર્ષિકના બદલે માસિક શુલ્કની પણ સુવિધા આપી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news