પ્રોટોકોલ તોડવાની આદત પડી ગઈ છે આ CM ને!, ત્રીજીવાર PM મોદીને એરપોર્ટ પર રિસિવ કરવા ન ગયા

વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હા જ્યારે એરપોર્ટ પહોંચ્યા તો આ મુખ્યમંત્રી પોતાના મંત્રીઓની ફોજ લઈને પહોંચી ગયા પરંતુ હવે પીએમ મોદીને રિસિવ કરવા ન ગયા.

પ્રોટોકોલ તોડવાની આદત પડી ગઈ છે આ CM ને!, ત્રીજીવાર PM મોદીને એરપોર્ટ પર રિસિવ કરવા ન ગયા

CM KCR Will Not Receive PM Modi At Airport: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેલંગણાની રાજધાની હૈદરાબાદમાં ભારતીય જનતા પાર્ટીની બે દિવસની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં સામેલ થવા માટે પહોંચ્યા. પરંતુ એરપોર્ટ પર તેમને રિસિવ કરવા માટે તેલંગણાના મુખ્યમંત્રી કેસીઆર પહોંચ્યા નહીં. કેસીઆર જો કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાના સ્વાગત માટે તો પહોંચી ગયા હતા. ગણતરીના કલાકોમાં બેગમપેટ એરપોર્ટ પર પીએમ મોદી આવ્યા પરંતુ તેમનું સ્વાગત કરવા તેઓ પહોંચ્યા નહીં. 

— ANI (@ANI) July 2, 2022

કેસીઆરએ કર્યું યશવંત સિન્હાનું સ્વાગત
અત્રે જણાવવાનું કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેલંગણાના સીએમ કેસીઆર વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને સપોર્ટ કરવાની જાહેરાત  કરી ચૂક્યા છે. અત્રે જણાવવાનું કે આવું ત્રીજીવાર  બનશે જ્યારે સીએમ કેસીઆર પ્રોટોકોલ તોડશે અને પીએમ મોદીનું સ્વાગત કરશે નહીં. જો કે તેલંગણાના મંત્રી એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કરવા માટે હાજર રહેશે. પરંતુ યશવંત સિન્હાનું સ્વાગત કરવા માટે તો કેસીઆર પોતાના મંત્રીઓની ફોજ સાથે પહોંચી ગયા અને ઉષ્માભર્યું સ્વાગત કર્યું. 

પ્રોટોકોલ તોડવાની આદત પડી ગઈ છે આ CM ને!, ત્રીજીવાર PM મોદીને એરપોર્ટ પર રિસિવ કરવા નહીં જાય

— ANI (@ANI) July 2, 2022

6 મહિનામાં ત્રીજીવાર પ્રોટોકોલ તોડ્યું
આ અગાઉ જ્યારે મે મહિનામાં ધ ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસના 20માં વાર્ષિકોત્સવમાં સામેલ થવા માટે પીએમ મોદી તેલંગણા આવ્યા હતા ત્યારે તે સમયે સીએમ કેસીઆર બેંગ્લુરુ જતા રહ્યા હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ જ્યારે પીએમ મોદી તેલંગણા પહોંચ્યા હતા ત્યારે પણ સીએમ કેસીઆર પીએમ મોદીના સ્વાગત માટે એરપોર્ટ પહોંચ્યા નહતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news