રાહુલ બાદ હવે સોનિયાને હારનો ડર: પરંપરાગત બેઠક છોડશે, આ રાજ્યમાંથી લડશે ચૂંટણી
Lok Sabha Election 2024: તેલંગાણાના સીએમએ મીટિંગ દરમિયાન એમ પણ કહ્યું હતું કે રાજ્યના કોંગ્રેસ યુનિટે તેમને રાજ્યમાંથી ચૂંટણી લડવા વિનંતી કરતો ઠરાવ પસાર કર્યો છે.
Trending Photos
Revanth Reddy met Sonia Gandhi: ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા 2024ની સામાન્ય ચૂંટણી ક્યાંથી લડશે? શું તે પરંપરાગત સીટ (યુપીમાં રાયબરેલી)ને બદલે બીજે ક્યાંકથી ચૂંટણી લડશે કે પછી તેની પાસે આ સંબંધમાં કોઈ અન્ય યોજના છે? સોનિયા ગાંધી જ્યારે તાજેતરમાં તેલંગાણાના મુખ્ય પ્રધાન અને રાજ્ય કૉંગ્રેસના વડા એ. રેવન્થ રેડ્ડીને મળ્યા ત્યારથી આ પ્રશ્નો ઉઠવા લાગ્યા છે. તેઓ સોમવારે સાંજે (5 ફેબ્રુઆરી, 2024) દિલ્હીમાં સોનિયા ગાંધીને મળ્યા અને આ દરમિયાન સીએમ રેડ્ડીએ સોનિયા ગાંધીને તેલંગાણામાંથી આગામી લોકસભા ચૂંટણી લડવાની અપીલ કરી. તેલંગાણાના સીએમએ તેમને મીટિંગ દરમિયાન એમ પણ કહ્યું કે રાજ્યના કોંગ્રેસ યુનિટે તેમને રાજ્યમાંથી ચૂંટણી લડવા વિનંતી કરતો ઠરાવ પસાર કર્યો છે.
સીએમ રેડ્ડીના જણાવ્યા અનુસાર, "સોનિયા ગાંધીને તેલંગાણામાંથી ચૂંટણી લડવા માટે વિનંતી કરવામાં આવી હતી કારણ કે તેલંગાણાના લોકો તેમને માતાના રૂપમાં જુએ છે." વાસ્તવમાં સોનિયા ગાંધીએ તેલંગાણાને અલગ રાજ્યનો દરજ્જો અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. સાથે જ સોનિયા ગાંધીએ મુખ્યમંત્રી રેડ્ડીની વિનંતી પર યોગ્ય સમયે નિર્ણય લેવાની વાત કરી હતી. તેલંગાણાના મુખ્યમંત્રીની સોનિયા સાથેની બેઠક દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન મલ્લુ ભાટી વિક્રમાર્કા અને રાજ્યના મહેસૂલ પ્રધાન પી. શ્રીનિવાસ રેડ્ડી પણ હાજર હતા.
તેલંગાણા સરકારના કામો વિશે માહિતી આપવામાં આવી
તેલંગાણાના સીએમ રેવન્ત રેડ્ડીએ પણ સોનિયા ગાંધીને સરકાર દ્વારા કરવામાં આવેલા વચનોને પૂર્ણ કરવામાં પ્રગતિ વિશે માહિતી આપી હતી. CMએ કહ્યું કે 6 માંથી 2 ગેરંટી (મહિલાઓ માટે મફત બસ મુસાફરી અને આરોગ્યશ્રીની મર્યાદા રૂ. 5 લાખથી વધારીને રૂ. 15 લાખ કરવાની) પહેલેથી જ લાગુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ લગભગ 14 કરોડ મહિલાઓએ RTC બસોમાં મફત મુસાફરી કરી છે.
રાંચી ગયા અને રાહુલ ગાંધીને પણ મળ્યા
સીએમ રેવન્ત રેડ્ડીએ સોનિયા ગાંધીને કહ્યું કે રાજ્ય સરકાર વધુ બે ગેરંટી લાગુ કરવા તૈયાર છે જેમાં 200 યુનિટ સુધીનો મફત વીજ પુરવઠો અને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સીએમએ સોનિયા ગાંધીને એ પણ માહિતી આપી હતી કે સરકારે BC જાતિની વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો છે અને આ અંગે ઝડપથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. રેવંત રેડ્ડીએ આ પહેલા રાંચીમાં ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે