Exit Poll Result: તેલંગણામાં KCR ને લાગી શકે છે મોટો ઝટકો, BRS ને ટક્કર આપી રહી છે કોંગ્રેસ

Telangana Exit Poll Result 2023: તેલંગણાને લઈને થયેલા એક્ઝિટ પોલમાં બીઆરએસને ઝટકો લાગી રહ્યો છે કારણ કે મોટા ભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ બહુમતના જાદૂઈ આંકડાને પાર કરી રહી છે. 

Exit Poll Result: તેલંગણામાં KCR ને લાગી શકે છે મોટો ઝટકો, BRS ને ટક્કર આપી રહી છે કોંગ્રેસ

હૈદરાબાદઃ તેલંગણામાં આ વખતે અને કોંગ્રેસે સૌથી આક્રમક પ્રચાર કર્યો. ત્યારબાદ ભાજપ અને પછી બીઆરએસનો પ્રચાર હતો. એગ્ઝિટ પોલમાં પ્રચારનો પડઘો પડતો નજરે પડે છે. મોટાભાગનાં પોલ કોંગ્રેસની તરફેણમાં છે. કોંગ્રેસ બીઆરએસને પછાડીને સરકાર બનાવી શકે છે. તો સામે મિઝોરમમાં ત્રિશંકુની સ્થિતિ સર્જાઈ શકે છે.

ઓપિનિયન પોલમાં તેલંગણાની ચૂંટણીનો જંગ બીઆરએસની તરફેણમાં એક તરફી હોવાનું સામે આવ્યું હતું. જો કે એગ્ઝિટ પોલમાં ચિત્ર બદલાયેલું નજરે પડે છે.મોટાભાગના પોલમાં કોંગ્રેસ બીઆરએસને ઝટકો આપતું હોવાનું સામે આવ્યું છે. 

પોલ સ્ટ્રેટના એક્ઝિટ પોલ પ્રમાણે તેલંગાણામાં ભાજપને 5થી 10, કોંગ્રેસને 49થી 56, BRSને 48થી 58 તેમજ અન્યોને 6થી 8 બેઠક મળતી હોવાનો દાવો કરાયો છે.
બહુમતી માટે 60 બેઠક જરૂરી છે, ત્યારે કોંગ્રેસ અને બીઆરએસ વચ્ચે કાંટાની ટક્કર છે. 

ઈન્ડિયા ટીવી સીએનએક્સના પોલમાં ભાજપને 2થી 4, બીઆરએસને 31થી 47 અને કોંગ્રેસને 63થી 79 બેઠકો મળતી હોવાનો દાવો કરાયો છે. 

ટાઈમ્સ નાઉ-ઈટીજીના પોલમાં ભાજપને 6થઈ 8, બીઆરએસને 37થી 45 તેમજ કોંગ્રેસને 60થી 70 બેઠકો મળતી હોવાનો દાવો કરાયો છે.

એટલે કે કોંગ્રેસને સ્પષ્ટ બહુમતિથી વધુ બેઠકો. જો આ પોલ સાચા પડે તો કોંગ્રેસ બીઆરએસને સત્તાની હેટ્રીક લગાવતાં રોકશે અને રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધીનો આક્રમક પ્રચાર કામ લાગશે. સાથે જ દક્ષિણ ભારતમાં કોંગ્રેસની સ્થિતિ વધુ મજબૂત બનશે.  

હવે જો મિઝોરમની વાત કરીએ તો અહીં મુકાબલો એમએનએફ અને ઝેડપીએમ વચ્ચે છે. જેમાં એમએનએફનો હાથ ઉપર હોવાનું એક્ઝિટ પોલમાં સામે આવ્યું છે. 

C-VOTERના પોલમાં MNFને 15થી 21, ZPMને 12થી 18 તેમજ કોંગ્રેસને 2-8 અને ભાજપના ફાળે એક પણ બેઠક આવતી ન હોવાનો દાવો કરાયો છે.  40 સભ્યોની વિધાનસભામાં બહુમત માટે 21 બેઠકોની જરૂર પડે છે. 2018માં MNFએ 26 બેઠકો મેળવીને સરકાર બનાવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news