Covid 19 : ફક્ત 10 મિનિટમાં થઇ જશે કોરોના વાયરસનો ટેસ્ટ, ખર્ચ થશે માત્ર 74 રૂપિયા

(Coronavirus) ની ટેસ્ટિંગને લઇને આખી દુનિયામાં નવા-નવા પ્રયોગ ચાલી રહ્યા છે. અત્યાર સુધી તેની ટેસ્ટ કિટને લઇને ઘણા ઉહાપોહની સ્થિતિ છે. જોકે ભારતની કેટલીક લેબોરેટરીઝને ટેસ્ટ કિટ તૈયાર કરવાની મંજૂરી આપી છે. 

Covid 19 : ફક્ત 10 મિનિટમાં થઇ જશે કોરોના વાયરસનો ટેસ્ટ, ખર્ચ થશે માત્ર 74 રૂપિયા

નવી દિલ્હી: (Coronavirus) ની ટેસ્ટિંગને લઇને આખી દુનિયામાં નવા-નવા પ્રયોગ ચાલી રહ્યા છે. અત્યાર સુધી તેની ટેસ્ટ કિટને લઇને ઘણા ઉહાપોહની સ્થિતિ છે. જોકે ભારતની કેટલીક લેબોરેટરીઝને ટેસ્ટ કિટ તૈયાર કરવાની મંજૂરી આપી છે. પરંતુ હાલની વ્યવસ્થામાં કોરોના પોઝિટિવ કેસની તપાસ કરવામાં 24 કલાકથી વધુનો સમય લાગી રહ્યો છે. આ સ્થિતિમાં દર્દીની સ્થિતિ વધુ ખરાબ થઇ જાય છે. 

પરંતુ અમે તમારા માટે સારા સમાચાર લાવ્યા છીએ તે એ છે કે એવી કિટ તૈયાર કરવાની ટ્રાયલ શરૂ થઇ ચૂકી છે જે ફક્ત 10 મિનિટમાં જ કોરોનાનું રિઝલ્ટ બતાવી દેશે અને તેના પર ખર્ચ પણ માત્ર 1 ડોલર એટલે કે 74 રૂપિયાની આસપાસ આવશે. આ કિટને બ્રિટનની ફર્મ મોલોજિક લિમિટેડ તૈયાર કરી રહી છે. 

બ્લૂમબર્ગના રિપોર્ટનું માનીએ તો આ કિટને 3 મહિનાથી વધુ સમયમાં તૈયાર કરી લેવામાં આવશે. અત્યારે 54 દેશોમાં ફક્ત 36 દેશોની પાસે કોરોના ટેસ્ટની કિટ ઉપલબ્ધ છે. 

તમને જણાવી દઇએ કે સ્વદેશી સ્તર પર બે કંપનીઓને તેની કિટ તૈયાર કરવાની મંજૂરી આપી છે. જલદી જ દેશભરની પેશ લેબમાં આ વાયરસની ટેસ્ટિંગ થઇ શકશે. ICMRએ બિમારીઓની તપાસના સમાધાન બનાવનાર પૂણેની માયલેબ (Mylab) ડિસ્કરી સોલ્યુશન્સને પોતાની કોવિડ-19 ટેસ્ટ કિટ માટે વાણિજ્યિક ઉત્પાદનની પરવાનગી આપી દીધી છે. આવી પરવાનગી મેળવનાર આ દેશની પહેલી કંપની છે. સાથે જ Altona Diagnostics ને પણ ટેસ્ટિંગ કિટ બનાવવાની મંજૂરી મળી છે. 

Mylabના નિવેદન અનુસાર કોરોના વાયરસની તપાસ કરનાર તેની 'માયલેબ' પેથોડિટેક્ટ કોવિડ-19 ક્વોલિટેટિવ પીસીઆર કિટ'ને કેન્દીય ઔષધિ માપદંડ નિયંત્રણ સંગઠન (CDSCO)થી વાણિજ્યિક ઉત્પાદનની પરવાનગી મળી ગઇ છે. 

કંપનીના મેનેજમેન્ટ નિર્દેશક હસમુખ રાવલે કહ્યું કે 'સ્થાનિક અને કેન્દ્ર સરકાર પાસેથી મળેલા સહયોગ અને 'મેક ઇન ઇન્ડીયા' પર ભાર મૂકતાં તેમને કોવિડ-19 (Covid 19) ની તપાસ માટે એક કિટ તૈયાર કરી છે.  

ભારતમાં અત્યાર સુધી કુલ 873 લોકોને કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઇ છે, જેમાંથી 775 વ્યક્તિ પણ કોવિડ-19થી ગ્રસ્ત છે. સ્વાસ્થ અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે આ વાતની જાણકારી આપી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news