Rishi Kapoorની Tweetથી લોકો લાલઘુમ, ટ્વિટર પર ઠાલવ્યો ગુસ્સો 

રિશી કપૂરની ટ્વીટ પર રિપ્લાય કરીને લોકો પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે

Rishi Kapoorની Tweetથી લોકો લાલઘુમ, ટ્વિટર પર ઠાલવ્યો ગુસ્સો 

નવી દિલ્હી : કોરોના વાયરસ (CoronaVirus)થી બચવા માટે દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સંજોગોમાં લોકો ભોજનની સામગ્રી લેવા માટે લાઈનો લગાવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં એક્ટર રિશી કપૂરે (Rishi Kapoor) શરાબની દુકાન ખોલી દેવાનું સૂચન કરતા લોકો ગુસ્સામાં લાલઘુમ થઈ ગયા છે અને ટ્વિટર પર તેમને આડે હાથ લઈ રહ્યા છે. 

<

— Rishi Kapoor (@chintskap) March 28, 2020

રિશી કપૂરે સરકારને અપીલ કરી છે કે તે આ સમયે દારૂની દુકાનો લીગલાઇઝ કરી દે. તેમના અનુસાર રાજ્ય સરકારને આમ પણ એક્સાઇઝથી મળી રહેલા રૂપિયાની ખૂબ જરૂરિયાત છે.આ ટ્વિટ બદલ રિશીની આકરી ટીકા થઈ છે. એક યુઝરે લખ્યું, પરેશાન મન સાથે દારૂ પીવો વધુ ખતરનાક થઇ જશે. કેટલાંક લોકોનું માનવુ છે કે આમ કરવાથી પેનિક ફેલાશે અને દુકાનોની બહાર લોકોની ભારે ભીડ એકઠી થઇ જશે.

— Rishi Kapoor (@chintskap) March 28, 2020

હાલમાં જ રિશીએ કોરોના સામે લડવા માટે દેશમાં કટોકટી જાહેર કરી દેવાનો સરકારને આગ્રહ કર્યો હતો. તેમની આ ટ્વીટ પછી પણ અનેક લોકોએ તેને ટ્રોલ કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news