બોડીમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવા ડાયટમાં સામેલ કરો આ વસ્તું, શુગર લેવલ પણ રહેશે કંટ્રોલમાં
તમારી બોડીથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં દાળની મહત્વની ભુમિકા છે. જો તમે કેટલીક દાળને તમારા ડાયટમાં સામેલ કરશો તો હાર્ટ એટેક જેવી બીમારીથી દુર રહેશો.
Trending Photos
નવી દિલ્હી: દાળ આપણા શરીર માટે ખુબજ ફાયદાકારક છે. તેને ખાવાથી આપણી બોડને ભરપૂર પ્રોટીન મળે છે. જો તમે પણ દાળને તમારા ડાયટમાં સામેલ કરશો તો, ઘણા પ્રકારની બિમારીઓથી દૂર રહેશો. તમને જણાવી દઈએ કે હાર્ટને સુરક્ષિત રાખવા માટે પણ દાળનું મહત્વનું યોગદાન હોય છે. કેટલીક એવી દાળ હોય છે, જે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરે છે. આ કારણ છે, જે લોકો આ પ્રકારની દાળને તેમના ડાયટમાં સામેલ કરે છે તો તેમને હાર્ટ એટેકનો ખતરો ઓછો થઈ જાય છે.
આ દાળને તમારા ડાયટમાં કરો સામેલ
આપણી બોડીમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. પહેલું સારું અને બીજું ખરાબ. ખરાબ કોલેસ્ટ્રોલના કારણે હાર્ટ એટેક આવે છે. એવામાં બોડીમાં કોલેસ્ટ્રોલને સંતુલિત બનાવી રાખવું ખુબ જ જરૂરી હોય છે. જાણકારી માટે જમાવી દઈએ કે ખરાબ કોલેસ્ટ્રોલ બોડીની નસોમાં ચોંટી તેને બ્લોક કરે છે, જેના કારણે નસોમાંથી બ્લડ ફ્લો ઓછો થઈ જાય છે. આ જોખમને આપણે કેટલીક દાળ દ્વારા ઓછું કરી શકીએ છીએ.
આ પાંચ દાળ શરીરમાંથી બહાર કાઢશે ખરાબ કોલેસ્ટ્રોલ
1. લીલા મગની દાળ ખાવાથી બોડીમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. આ દાળ મેન્ગેનીઝ, મેગ્નીશિયમ, ફોસ્ફરસ, કોપર, પોટેશિયમ, ઝિંક, ફોલેટ વિટામિન અને પ્રોટીન અને ફાયબર જેવા પોષક તત્વોનો એક મોટો સ્ત્રોત છે. તે કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરવાની સાથે-સાથે હાર્ટ ફિટ રાખવામાં મદદગાર છે.
2. અડદની દાળ પણ ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરવાની ભૂમિકા ભજવે છે. આ દાળ ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તેનો ઉપયોગ ઇડલી, ઢોંસા અને વડા જેવી અલગ અલગ વાનગીઓ બનાવવામાં પણ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં પ્રોટીન, પોટેશિયમ, કેલ્શિયમ, આયરન અને વિટામિન એ અને સી મોટા પ્રમાણમાં હોય છે. હડકાને મજબૂત રાખવાા માટે પણ દાળ ઉપયોગી છે.
3. તુવેરની દાળ નામ તમે ઘણું ઓછું સાભળ્યું હશે. ખરેખરમાં આ દાળને અરહરની દાળના નામથી ઓળખવામાં આવે છે. આ દાળમાંથી પ્રોટીન, પોટેશિમય, આયરન, ફોલિક એસિડ, મેગ્નીશિયમ અને વિટામિન જેવા પોષક તત્વો મળે છે.
4. મસૂરની દાળમાં પ્રોટીન, ફાયબર, મેગ્નીશિયમ, કેલ્શિયમ, વિટામીન બી અને ફોલેટ હોય છે. આ દાળ ફાયબરનો એક સારો સ્ત્રોત છે. જે બ્લડ શુગર કંટ્રોલ કરવાની સાથે સાથે કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદગાર છે.
5. ચણાની દાળ ખવાથી પણ બોડીમાં ભેગું થયેલું ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થયા છે. ફાયબરથી ભરપૂર આ દાળ બ્લડ શુગરને કંટ્રોલ રાખવાની સાથે-સાથે કોલેસ્ટ્રોલ સંતુલિત કરવામાં મદદગાર છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરેલું નુસ્ખા અને સમાન્ય જાણકારીઓ પર આધારીત છે. તેનો ઉપયોગ કરતા પહેલા તમારા નજીકના ડોક્ટરની સલાહ જરૂરથી લો, ZEE News તેની પુષ્ટી કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે