એલન મસ્કનો માસ્ટર સ્ટ્રોક, જેવી આ કંપનીમાં ખરીદી ભાગીદારી; રોકેટની જેમ ભાગી રહ્યો છે શેર

ટેસ્લા કંપનીના માલિક એલન મસ્કે માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરમાં 9.2 ટકા ભાગીદારી ખરીદી છે. અગાઉ સમાચાર સામે આવ્યા હતા કે તેઓ નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શરૂ કરશે.

એલન મસ્કનો માસ્ટર સ્ટ્રોક, જેવી આ કંપનીમાં ખરીદી ભાગીદારી; રોકેટની જેમ ભાગી રહ્યો છે શેર

નવી દિલ્હી: ટેસ્લાના સીઈઓ અને દુનિયાના સૌથી ધનિક શખ્સ એલન મસ્કે ટ્વિટરમાં 9.2 ટકાની ભાગીદારી ખરીદી છે. સમાચાર બાદ પ્રી-માર્કેટ ટ્રેડિંગમાં ટ્વિટરના શેર 28 ટકા સુધી વધી ગયા.

ટ્વિટરની 9.2 ટકા ભાગીદારી ખરીદી
રેગ્યુલેટર ફાઈલિંગમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર, એલન મસ્કે સોશિયલ મીડિયા કંપનીમાં 9.2 પેસિવ ભાગીદારી લીધી છે. એલન મસ્ક શરૂઆતથી જ ટ્વિટરની નીતિઓની ટીકા કરી રહ્યા છે. તેઓ અવારનવાર તેને લઇને ટ્વીટ કરતા રહે છે. અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે ટ્વિટરને ટ્ક્કર આપવા માટે નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શરૂ કરશે.

નવું પ્લેટફોર્મ શરૂ કરવાના આવ્યા સમાચાર
બ્લૂમવર્ગમાં છપાયેલા એક સમાચાર અનુસાર, મસ્કે ટ્વિટરમાં ભાગીદારી ખરીદ્યા બાદ પ્રી-માર્કેટમાં ટ્રિવટરના શેર 28.49 ટકા વધી 50.51 ડોલપ પર હતો. હાલમાં મસ્કે એક ટ્વીટમાં કહ્યું હતું કે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવવા માટે ગંભીરતાથી વિચાર કરી રહ્યા હતા કેમ કે ટ્વિટર અભિવ્યક્તિની આઝાદીના સિદ્ધાંત મામલે ફેલ છે.

અભિવ્યક્તિની આઝાદીને લઇને ટ્વિટરથી કર્યો હતો સવાલ
તેમણે 25 માર્ચના એક ટ્વીટમાં કહ્યું હતું કે એક કાર્યકારી લોકશાહી માટે અભિવ્યક્તિની આઝાદી જરૂરી છે. તેમણે ટ્વિટરથી સવાલ કર્યો હતો કે શું ટ્વિટર આ સિદ્ધાંતનું કડકથી પાલન કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news