ઊંધા વહેતા ઝરણાનો અદભુત નજારો, VIDEO જોઈ લોકોના મનમાં ઉદ્દભવ્યું સવાલોનું વાવાઝોડું

આ વીડિયો જોઈને ઘણા લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે આખરે આ ઝરણું ક્યાં છે અને ઝરણાંનું પાણી ઉપરની બાજુ કેમ જઈ રહ્યું છે? તો આ ઝરણું મુંબઈથી 165 કિલોમીટર પૂર્વ દિશામાં નાનેઘાટ પર આવેલું છે.

ઊંધા વહેતા ઝરણાનો અદભુત નજારો, VIDEO જોઈ લોકોના મનમાં ઉદ્દભવ્યું સવાલોનું વાવાઝોડું

દિપક પદ્મશાળી/અમદાવાદ: તમે ઘણા ઝરણાં જોયા હશે. સામાન્ય રીતે ઝરણાંઓમાં પાણી ઉપરથી નીચે પડતું હોય છે જેને લીધે અદભુત નજારો જોવા મળતો હોય છે પણ હાલ સોશિયલ મીડિયા પર એક ઊંધા ઝરણાંનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે..જીં...હાં..ઊંધું ઝરણું.. આ ઝરણાંનું પાણી નીચે નહીં ઉપરની તરફ વહે છે. ઉપરની તરફ વહેતા આ ઝરણાંને લીધે આ ઝરણું લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. વીડિયોમાં તમે ઊંધી વહેતા ઝરણાંને જોઈ શકો છો. આ ઝરણાનું પાણી નીચે જવાને બદલે ઉપર તરફ જઈ રહ્યું છે.

આ વીડિયો જોઈને ઘણા લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે આખરે આ ઝરણું ક્યાં છે અને ઝરણાંનું પાણી ઉપરની બાજુ કેમ જઈ રહ્યું છે? તો આ ઝરણું મુંબઈથી 165 કિલોમીટર પૂર્વ દિશામાં નાનેઘાટ પર આવેલું છે. નાનેઘાટમાં પ્રચંડ પવન ફુંકાય છે જેને લીધે ઝરણાંનું પાણી નીચે વહેવાને બદલે ઉપર તરફ જાય છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) July 15, 2022

મોનસુન સિઝનમાં નાનેઘાટ પર આવેલા આ ઝરણાંને જોવા મોટી સંખ્યામાં પર્યયકો આવે છે. સોશિયલ મીડિયા પર ઊંધા વહેતા ઝરણાંનો વીડિયો વાયરલ છે અને આ ઝરણું લોકોનું મનમોહી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news